Shani Vakri: રાજાની જેમ જીવશે આ રાશિના લોકો! 'શનિની ઉલટી ચાલ'થી ચમકી જશે કિસ્મત
Shani Vakri 2023 effects: ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમાં છે અને 17 જૂનથી વક્રી રહેશે. શનિની ઉલ્ટી ચાલ કેટલાક લોકોને મજબૂત લાભ અને મોટી સફળતા અપાવશે.
Trending Photos
Shani Vakri 2023 Dates: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિનો ગ્રહ છે. શનિ અઢી વર્ષે રાશિ બદલે છે. આ કારણે 30 વર્ષ બાદ શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હાલમાં શનિ તેની મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં છે અને હવે 17 જૂનથી શનિ વક્રી થશે. શનિની ઉલ્ટી ચાલ તમામ 12 રાશિઓ પર અસર કરશે. આ સાથે જ કેટલાક લોકો માટે તે ખૂબ જ શુભ રહેશે. શનિ આ લોકોને ધન-સંપત્તિ પણ આપશે, સાથે જ નોકરી અને બિઝનેસમાં પણ સફળતા મળશે. ચાલો જાણીએ કે શનિની વક્રી ચાલ કોને લાભ આપશે.
શનિની વક્રી ચાલ આ જાતકોની ચમકાવશે કિસ્મત
મેષઃ શનિની વક્રી ચાલ મેષ રાશિના જાતકોને ઘણો લાભ આપશે. આ લોકો તેમના કરિયરમાં મોટી પ્રગતિ મેળવી શકે છે. નોકરીમાં બદલાવ આવી શકે છે. વેપારમાં લાભ થશે. આવકમાં વધારો થઈ શકે છે. ઘણા સ્ત્રોતોમાંથી પૈસા આવશે. વિવાહિત જીવન સુખમય રહેશે. વિદેશ યાત્રા પર જઈ શકો છો.
વૃષભ: વૃષભ રાશિના જાતકો માટે વક્રી શનિ વરદાન આપનાર રહેશે. નોકરીમાં મોટું પદ મળી શકે છે. તમારા કરિયરમાં તેજી આવશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો. બોસનો સહયોગ મળશે. પગારમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. માન-સન્માન મળશે.
આ પણ વાંચો:
કોમેડિયન કપિલ શર્માએ પહેલીવાર દીકરી સાથે કર્યું રેમ્પ વોક, જુઓ સુપર ક્યૂટ વિડીયો
આ રાશિના જાતકો આગામી 1 મહિના સુધી રાત-દિવસ કમાશે પૈસા, 'સૂરજ'ની જેમ ચમકી જશે કિસ્મત!
યુપી, બિહાર,રાજસ્થાન અને દિલ્હી સહિત આ રાજ્યોમાં સરકારી નોકરીની શાનદાર તક
મિથુનઃ- વક્રી શનિ મિથુન રાશિના લોકોને ઘણું ધન આપશે. પૈસાથી ફાયદો થશે. જીવનસાથી સાથે સંબંધ વધુ સારા રહેશે. વેપારી માટે સમય સાનુકૂળ છે. વેપારમાં વધારો અને મોટો ફાયદો થઈ શકે છે. રોકાણ કરવા માટે આ સારો સમય છે.
ધનુરાશિ: શનિની વક્રી ચાલ ધનુ રાશિના લોકોનું ભાગ્ય ઉજ્જવળ કરશે. જે સમસ્યાઓ લાંબા સમયથી ચાલી રહી હતી તે હવે સમાપ્ત થશે. નોકરી-વ્યવસાય માટે લાભદાયક સમય રહેશે. પૈસા કમાશે આવકમાં વધારો થવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ઘરમાં કોઈપણ શુભ કાર્ય થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
CBI Director: કોંગ્રેસના નેતાએ મોદી સરકારની કરી હોત ફજેતી, CJI ચંદ્રચુડે બચાવી લાજ
Recruitment 2023: અમદાવાદ ગાંધીનગર અને સુરતમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી
Business Idea: આ બિઝનેસથી કમાઓ 4 ગણો નફો, ગામ અને શહેરમાં બમ્પર ડિમાન્ડ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે