ભારતીય સમાજની 800 વર્ષની જૂની પરંપરાને પડકાર : પહેલીવાર SC-ST સંત બનશે મહામંડલેશ્વર
Revolution In Indian Society : મહંત રવિન્દ્રપુરી મહારાજની આગેવાનીમાં અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા સમર્થિત આ પહેલ 800 વર્ષ જૂની પરંપરાને પડકાર આપશે, ભારતભરમાંથી સનાતન ધર્મના સમર્થકો અને પ્રગતિશીલ વ્યક્તિઓ આ મહત્વપૂર્ણ પ્રસંગમાં હાજરી આપે તેવી શક્યતા
Trending Photos
Mahamandaleshwar : ચારેતરફ પરિવર્તનનો વાયરો ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હિન્દુ ધર્મમાં પણ હવે આ પહેલ જોવા મળી રહી છે. 800 વર્ષ જૂની પરંપરાને પડકાર આપીને પહેલીવાર SC-ST સંતની મહામંડલેશ્વર તરીકે ઐતિહાસિક નિમણૂંક થવા જઈ રહી છે. ભારતીય સમાજમાં સમાનતા લાવવા માટે કરાયેલી આ ઐતહાસિક પહેલ છે. આગામી 30 એપ્રિલના રોજ અણદાવાદમાં SC-ST સંત મહાત્માની મહામંડલેશ્વર તરીકે નિમણૂંક થવાની છે.
સમાજમાં સમાનતા લાવવાનો પ્રયાસ
અમદાવાદના આંગણે એક મોટો ધાર્મિક પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે. અમદાવાદ એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં યોજાનારા પટ્ટાભિષેકમાં સમાજમાં સમાનતા લાવવાનો, ક્રાંતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવનાર છે. જેનાથી ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની આ સીમાચિન્હરૂપ પહેલ તરીકે ‘સમતા મૂળક સમાજ કી સ્થાપના પ્રોજેક્ટ’ વર્ષો જૂની પરંપરામાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.
30 એપ્રિલે ભવ્ય સમારોહ
મહંત રવિન્દ્રપુરી મહારાજની આગેવાનીમાં અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા સમર્થિત આ પહેલ 800 વર્ષ જૂની પરંપરાને પડકાર આપશે. અમદાવાદમાં 30 એપ્રિલે યોજાનારા પટ્ટાભિષેકમાં સંતો અને મહંતો સહિત 8 હજારથી વધુ લોકો ઉપસ્થિતિ રહેશે. જેમાં પહેલીવાર SC-ST સંતની મહામંડલેશ્વર તરીકે નિમણૂંક કરાશે.
અનોખી પહેલ
ભારતભરમાંથી સનાતન ધર્મના સમર્થકો અને પ્રગતિશીલ વ્યક્તિઓ આ મહત્વપૂર્ણ પ્રસંગમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ પટ્ટાભિષેકમ સમારોહમાં આધ્યાત્મિક નેતાઓ, મહંત રવિન્દ્રપુરીજી મહારાજ, અખિલ ભારતીય અખાડા પરિષદન અધ્યક્ષ મહંત હરિગીરીજી મહારાજ, જનરલ સેક્રેટરી અખિલ ભારતીય અખાડા પરિષદ અને જૂના અખાડા આંતરરાષ્ટ્રીય વાલી દ્વારા પટ્ટાભિષેક કરવામાં આવશે. ભારતીય સમાજમાં સમાનતા લાવવા માટે આ એક અનોખી પહેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે