Guruwar Upay: ગુરુવારે કરેલો આ મહાઉપાય તમને બનાવી શકે છે કરોડપતિ, અઢળક ધન-સમૃદ્ધિના બનશો માલિક

Guruwar Upay: ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગુરુવારે તુલસી સંબંધિત આ ઉપાય કરવામાં આવે તો તેનાથી તમારું ભાગ્ય બદલી શકે છે. એવું કહેવાય છે કે તે ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક વધે છે અને વ્યક્તિ કરોડપતિ બને જ છે અને તેનુ સમાજમાં સન્માન વધે છે. 

Guruwar Upay: ગુરુવારે કરેલો આ મહાઉપાય તમને બનાવી શકે છે કરોડપતિ, અઢળક ધન-સમૃદ્ધિના બનશો માલિક

Guruwar Upay: સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. અને તુલસી ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. તેવામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગુરુવારે તુલસી સંબંધિત આ ઉપાય કરવામાં આવે તો તેનાથી તમારું ભાગ્ય બદલી શકે છે. એવું કહેવાય છે કે તે ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક વધે છે અને વ્યક્તિ કરોડપતિ બને જ છે અને તેનુ સમાજમાં સન્માન વધે છે. 

ગુરુવારના વિશેષ ઉપાયો

તુલસીના છોડમાં ગાંઠ બાંધો

આ પણ વાંચો:

1. જો તમે કરજના બોજથી દબાયેલા છો અને તમારે સતત ધન હાનિનો સામનો કરવો પડી રહ્યો છે તો ગુરુવારે તુલસીના છોડમાં નાળાછળીની 7 ગાંઠ બાંધો. જ્યારે તમારું કામ પૂર્ણ થઈ જાય ત્યારે બધી ગાંઠો ખોલો.

2. ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવા માટે ગુરુવારે સવારે જાગી અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો. ત્યારપછી તુલસીની ત્રણ વાર પરિક્રમા કરો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી ઘરમાં આવેલી સમસ્યાઓનો નાશ થાય છે.

3. જો તમે કોઈ જૂના રોગથી પરેશાન છો તો તેનાથી છૂટકારો મેળવવા માટે ગુરુવારે તુલસીના છોડમાં ચઢાવવાના પાણીમાં કાચું દૂધ મિક્સ કરો અને તુલસીજીને અર્પણ કરો.  

4. નોકરીમાં આવતી મુશ્કેલી કે ધંધામાં નુકસાન થતું હોય તો તેના માટે ગુરુવારે સવારે અને સાંજે તુલસી સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. 
5. જે લોકો આર્થિક સમસ્યાઓથી પરેશાન છે તેમણે ગુરુવારે નહાવાના પાણીમાં 10 થી 15 તુલસીના પાન ઉમેરી સ્નાન કરવું જોઈએ. સાથે જ પાણીમાં એક ચપટી હળદર ઉમેરો.  આ મહાન ઉપાય કોઈપણ વ્યક્તિનું જીવન બદલી શકે છે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news