Raksha Bandhan 2023: રક્ષાબંધન પર ભાઇને રાશિ મુજબ બાંધો રાખડી, પ્રાપ્ત થશે દિર્ઘાયુ અને બુદ્ધિ
Rakhi Color By Zodiac Sign: જ્યોતિષ શાસ્ત્રમાં રંગોનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. કોઈપણ શુભ કાર્યમાં રંગોનું ધ્યાન રાખવું જરૂરી છે. રક્ષાબંધન પર ભાઈના હાથ પર રાશિ અનુસાર રાખડી બાંધવાથી લાભ થશે.
Trending Photos
Buying Rakhi Rules: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિનો એક લકી રંગ હોય છે. જો આ લકી રંગને પોતાની સાથે રાખવામાં આવે, તો વ્યક્તિ માટે શુભ હોય છે. એવામાં જો રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના લકી રંગ અનુસાર તેના હાથ પર રાખડી બાંધે તો ભાઈ માટે શુભ રહેશે. આવો જાણીએ બહેનોએ ભાઈઓ માટે રાખડી પસંદ કરતા સમયે કયા રંગને પસંદ કરવો જોઇએ.
ભૂખ્યા પેટે કરશો આ કસરત તો ઓગળી જશે બેલી ફેટ, નોરા ફતેહી જેવું થઇ જશે ફિગર
Banana Benefits: દરરોજ સવારે ઉઠીને ખાવ એક કેળું, ફાયદા જાણીને ચોંકી જશો તમે!
રાશિ અનુસાર પસંદ કરો રાખડી
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. તેથી મેષ રાશિના ભાઈઓ માટે લાલ રંગની રાખડીને પસંદ કરવી શુભ રહેશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ શુક્ર છે. તેથી આ રાશિના જાતકોનો લકી રંગ સફેદ માનવામાં આવે છે. બહેન વૃષભ રાશિના ભાઈઓ માટે સફેદ રંગ અથવા વાદળી રંગની રાખડી ખરીદે.
ઘરમાં મંદિર બનાવતી વખતે ટાળો આ રંગોનો ઉપયોગ, ક્યારેય નહી સર્જાય આર્થિક તંગી
બિલાડી પાળતાં પહેલાં આટલી જાણી લેજો? ક્યાંક આફત કે અશુભ ઘટના ન બને
મિથુન રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. તેમનો પ્રિય રંગ લીલો હોય છે. એવામાં રક્ષાબંધનના દિવસે ભાઈઓને લીલા રંગની રાખડી બાંધવાથી ભાઈ અને બહેન બંનેની બુદ્ધિ ચમકી જશે.
કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ માનવામાં આવે છે. તેનાથી તેમને સારું સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્યની પ્રાપ્તિ થશે.
Tuesday Tips: મંગળવારે આ મંત્રોનો જાપ કરવાથી દાદા થાય છે પ્રસન્ન, બની જશો કરોડપ
ઘરનું ઘર બનાવવાનું સપનું જોતા હોવ તો દર બુધવારે કરો આ કામ, દૂંદાળાદેવ થશે પ્રસન્ન
સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય હોય છે. આ રાશિના લોકો માટે લકી રંગ લાલ અથવા પીળો છે. એવામાં ભાઈને આ રંગની રાખડી બાંધવાથી શુભ ફળ પ્રાપ્ત થયા છે.
કન્યા રાશિ
બુધ ગ્રહ કન્યા રાશિનો સ્વામી ગ્રહ છે. એવામાં તેમનો શુભ રંગ લીલો છે. તેથી કન્યા રાશિના જાતકોને લીલા રંગની રાખડી બાંધો. આ કરવાથી તમારા ભાઈનું દરેક કાર્ય કોઈપણ અડચણ વગર પૂર્ણ થઈ જશે.
અહીં તલ ધરાવતી મહિલા હોય છે કામુક અને ડોમિનેટિંગ, જાણો મહિલાઓના પર રહેલા તલનો અર્થ
રોટલીનો આ ટોટકો નાણા વગરના નાથિયાને બનાવી દેશે નાથાલાલ, પાર પડશે ધાર્યું કામ
તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. બહેન ભાઈઓના લાંબા આયુષ્યની કામના કરતા, ભાઇઓના હાથ પર ગુલાબી રંગની રાખડી બાંધે. આ કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ મંગળ છે. તેથી આ રાશિના લોકો માટે લકી રંગ લાલ અથવા મરૂન છે. બહેનો ભાઈઓના હાથ પર આ રંગની રાખડી બાંધે. તેનાથી તેમને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે.
ધન રાશિ
ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરૂ હોવાના કારણે લકી રંગ પીળો અથવા નારંગી છે. પ્રોફેશનલ લાઈફમાં સફળતા મેળવવા માટે બહેનો ભાઈના હાથ પર પીળા અથવા લાલ રંગની રાખડી બાંધે.
કેનેડાના વિઝા માટે આ 9 ડોક્યુમેન્ટ હશે તો ગેરંટીથી તમારા નહીં રિજેક્ટ થાય વિઝા
ઓસ્ટ્રેલિયામાં અડ્ડો જમાવવા માટે આ છે બેસ્ટ વીઝા, આટલા પ્રકારના હોય છે વીઝા
Australia: ભણવાના સપનાં હોય તો જાણી લો ખર્ચ, નોકરીના ઓપ્શન અને ફીના ધોરણો
મકર રાશિ
મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તેથી તેમનો લકી રંગ વાદળી અથવા જાંબલી છે. શનિ દેવની કૃપા બનાવી રાખવા માટે બહેનો ભાઈઓના હાથ પર વાદળી અથવા જાંબલી રંગની રાખડી બાંધે.
કુંભ રાશિ
કુંમભ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ પણ શનિ છે. તેથી ભાઈઓની ખુશીઓ માટે બહેનો વાદળી અથવા જાંબલી રંગની રાખડી બાંધે.
મીન રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ દેવગુરૂ છે અને તેમનો લકી રંગ પીળો અથવા નારંગી છે. ભાઈ પર કોઈ બાધા ના આવે તે માટે બહેનો નારંગી રંગની રાખડી ભાઈના હાથ પર બાંધે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સમાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારીત છે. ZEE NEWS તેની પુષ્ટી કરતું નથી.)
Vastu Tips: શ્રાવણ મહિનામાં કયો છોડ ઉગાડવાથી શું થાય છે ફાયદો? 1 છોડ રાત્રે વાવવો
Totke: સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય
1 મહિના બાદ થશે મોટા ફેરફાર, બનશે સૂર્ય-મંગળની યુતિ; ભરાઇ જશે આ લોકોના ખાલી ખિસ્સા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે