કર્મભૂમિનું ઋણ ઉતારવા ઓરિસ્સાના ડોક્ટરે આદિવાસી ગામ દત્તક લીધું, હવે બનાવશે સ્માર્ટ વિલેજ
ઈરાન સરકારના ફિશરી ડિપાર્ટમેન્ટમાં એડવાઈઝર તરીકે નોકરી કરનાર ડોક્ટર ઉદયશંકર શેઠી પોતાની નોકરી છોડીને વર્ષ 2010માં સુરત આવી ગયા હતા અને અહીં શૂન્ય થી શરૂઆત કરી હતી. તેઓ એક્વેટિક બાયોલોજી શ્રિમ્પ ફાર્મિંગમાં પીએચડી કરી ચૂક્યા છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરતને મીની ભારત કહેવામાં આવે છે. અલગ અલગ રાજ્યોના લાખોની સંખ્યામાં લોકો અહીં રોજગાર મેળવવા માટે આવતા હોય છે. સુરત લાખો લોકોની કર્મભૂમિ બની ગઈ છે. ત્યારે આવા જ એક ઓરિસ્સાના ડોક્ટર ઉદય શંકર શેઠી પણ સુરત આવ્યા હતા. કર્મભૂમિનો આભાર માનવા માટે તેઓએ તાપી જિલ્લાના એક આદિવાસી ગામને દત્તક લીધુ છે. આ ગામને તેઓ સ્માર્ટ વિલેજ બનાવવા માંગે છે.
એટલું જ નહીં ગામના જે યુવાનો છે તે રાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં પોતાના ગામનો નામ રોશન કરે આ હેતુથી પણ અનેક કાર્યો કરી રહ્યા છે. ઉદય શેઠી જ્યારે પણ પોતાના દત્તક લીધેલા ગામમાં જાય છે ત્યારે તેમનું આદિવાસી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવતું હોય છે.
ઈરાન સરકારના ફિશરી ડિપાર્ટમેન્ટમાં એડવાઈઝર તરીકે નોકરી કરનાર ડોક્ટર ઉદયશંકર શેઠી પોતાની નોકરી છોડીને વર્ષ 2010માં સુરત આવી ગયા હતા અને અહીં શૂન્ય થી શરૂઆત કરી હતી. તેઓ એક્વેટિક બાયોલોજી શ્રિમ્પ ફાર્મિંગમાં પીએચડી કરી ચૂક્યા છે. ગુજરાત સહિત અનેક જગ્યાએ ફાર્મિંગની એડવાઈઝરી કરે છે. મૂળ ઓરિસ્સાના તેઓ રહેવાસી છે. પોતાના રિસર્ચ અને એડવાઈઝરીના કારણે તેમને ઉદયમ રત્ન સન્માન તેમજ ઓરિસ્સા ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ લીડર એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
ગુજરાતમાં આવ્યા બાદ ફિશરી વિભાગમાં તેઓએ અમૂલ્ય યોગદાન આપ્યા છે તો મૂળ ઓરિસ્સાના હોવા છતાં પોતાની કર્મભૂમિ ગુજરાતને બનાવી હતી અને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહે છે.ગુજરાત અને ખાસ કરીને સુરત એ તેમને એક ખાસ ઓળખ આપી છે આ જ કારણ છે કે તેઓ પોતાની કર્મભૂમિ માટે કશું કરવા માંગતા હતા ને વિચાર આવ્યો કે સુરત નાં લોકો માટે કરવા માટે ઘણી વસ્તુઓ છે અને અનેક સંસ્થાઓ તેની માટે કામ પણ કરતી હોય છે. પોતાની કર્મભૂમિના એક એવા ગામનો તેઓએ ચયન કર્યું કે જે શહેરથી ઘણું દૂર છે.
શહેરમાં જ નહીં પરંતુ ઓછા લોકો પહોંચતા હશે. તેઓએ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કોયલીબેલ ગામ ની પસંદગી કરી અને તેને દત્તક લીધું. ગામ માટે આટલું સારું કામ કરી રહ્યા છે કે ગામના લોકો તેમને ખૂબ જ આદર સન્માન આપે છે. તે પણ તેઓ ગામમાં જાય છે ત્યારે તેમનું ભવ્ય આદિવાસી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવે છે. ગામની છોકરીઓ કળશ લઈને જ્યારે ગામના યુવાનો ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે