2024માં બનશે વિનાશકારી 'અંગારક યોગ', આ 3 રાશિવાળા સાવધાન! નહીં તો ધનોત પનોત નીકળી જશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવા વર્ષમાં રાહુની સ્થિતિની વાત કરીએ તો તે મીન રાશિમાં ગોચર કરશે. આવામાં રાહુની અનેક ગ્રહો સાથે યુતિ થશે. ત્યારે રાહુની ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ સાથે પણ યુતિ બની રહી છે. જેનાથી અંગારક નામનો અશુભ યોગ બની રહ્યો છે. મંગળ અને રાહુની આ યુતિથી બની રહેલા અંગારક યોગથી કઈ રાશિવાળાઓએ સાવધ રહેવું પડશે તે ખાસ જાણો. 

2024માં બનશે વિનાશકારી 'અંગારક યોગ', આ 3 રાશિવાળા સાવધાન! નહીં તો ધનોત પનોત નીકળી જશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવ ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. આવામાં બે ગ્રહોની યુતિથી અનેક પ્રકારના શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. વર્ષ 2024 જલદી શરૂ થવાનું છે. ગ્રહોની સ્થિતિ પ્રમાણે નવું વર્ષ ખુબ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવા વર્ષમાં રાહુની સ્થિતિની વાત કરીએ તો તે મીન રાશિમાં ગોચર કરશે. આવામાં રાહુની અનેક ગ્રહો સાથે યુતિ થશે. ત્યારે રાહુની ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ સાથે પણ યુતિ બની રહી છે. જેનાથી અંગારક નામનો અશુભ યોગ બની રહ્યો છે. મંગળ અને રાહુની આ યુતિથી બની રહેલા અંગારક યોગથી કઈ રાશિવાળાઓએ સાવધ રહેવું પડશે તે ખાસ જાણો. 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2024માં રાહુ મીન રાશિમાં રહેશે. જ્યારે 23 એપ્રિલ 2024ના રોજ ભૂમિપુત્ર મંગળ પણ આ રાશિમાં પ્રવેશ કરશે જેનાથી અંગારક યોગ બનશે. આ યોગ 31 મે 2024 સુધી રહેશે. 

મેષ રાશિ
આ રાશિમાં મંગળ અને રાહુની યુતિ દ્વાદશ ભાવમાં થઈ રહી છે. આવામાં અંગારક યોગ આ રાશિના જાતકો માટે વધુ લાભકારી સિદ્ધ થશે નહીં. ખોટા ખર્ચાથી પરેશાન રહી શકો છો. આથી સજાગ રહેવાની જરૂર છે. સમય સાથે તમારા વિચારોમાં ફેરફાર જોવા મળશે. આવામાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવું પડશે. કોઈ કામમાં અડચણ આવી શકે છે. આથી થોડા તણાવનો સામનો કરવો પડી શકે. 

સિંહ રાશિ
આ રાશિમાં અંગારક યોગ આઠમા ભાવમાં બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીયાતોએ દબાણનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ કાનૂની વિવાદથી બચીને રહો, કારણ કે તેનાથી તમારો સમય, પૈસાની સાથે વ્યક્તિત્વ ઉપર પણ ખરાબ  અસર પડી શકે છે. બેકારમાં કોઈની સાથે વિવાદથી બચો. પૈસાના મામલે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લો જેનાથી મોટી ધનહાનિથી બચી શકો. 

કુંભ રાશિ
આ રાશિમાં અંગારક યોગ બીજા ભાવમાં બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોએ પૈસા કમાવવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. દરેક કામ ખુબ સાવધાનીથી કરો, જેનાથી તમારે પછી સમસ્યાઓનો સામનો કરવો ન પડે. પરિવાર સાથે અણબનાવ થઈ શકે છે. આથી થોડું સમજી વિચારીને વાત કરો. વાહન ચલાવતી વખતે થોડી સાવધાની વર્તવાની જરૂર છે. કારણ કે દુર્ઘટના થવાની આશંકા વધુ છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news