આ દિવસોમાં ઘરે ન બનાવવી રોટલી, થાય છે અપશુકન અને ધનહાનિ
Roti ke Totke:શાસ્ત્ર અનુસાર જ્યારે રસોડામાં કેટલાક નિયમોનું પાલન થતું નથી તો જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘરમાં દરિદ્રતા રહે છે. આવા જ કેટલાક નિયમ રોટલી સંબંધિત છે.
Trending Photos
Roti ke Totke: જ્યોતિષશાસ્ત્રમાં ભોજન બનાવવાની લઈને ઘણા બધા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્ર અનુસાર જ્યારે રસોડામાં કેટલાક નિયમોનું પાલન થતું નથી તો જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘરમાં દરિદ્રતા રહે છે. આવા જ કેટલાક નિયમ રોટલી સંબંધિત છે. તમે એવું ઘણી વખત સાંભળ્યું હશે કે અગિયારસ હોય ત્યારે ઘરમાં ભાત ન બનાવો. આવી જ રીતે કેટલાક એવા ખાસ અવસર હોય છે જ્યારે ઘરમાં રોટલી પણ બનાવી નહીં. જ્યારે તમે આ તહેવારો ઉપર પણ રોટલી બનાવો છો ત્યારે માતા અન્નપૂર્ણા નારાજ થાય છે અને ઘરની બરકત જતી રહે છે.
આ પણ વાંચો :
આ તહેવારો પર ઘરમાં ન બનાવો રોટલી
1. દેશભરમાં દિવાળીનો તહેવાર ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક ઘરમાં પણ દિવાળીની ઉજવણી માતા લક્ષ્મીની પૂજા કરીને કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જ્યારે દિવાળીનો તહેવાર હોય ત્યારે ઘરમાં રોટલી બનાવી નહીં. કારણ કે આ દિવસે ઘરમાં પકવાન બનાવવા જોઈએ. ખાસ કરીને પૂરી, હલવો બનાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
2. ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તે દિવસે પણ રોટલી બનાવીને ભોજન કરવું નહીં. શાસ્ત્રો અનુસાર મૃતકના ઘરમાં તેના તેરમાની વિધિ પછી જ રોટલી બનાવવી જોઈએ. જે ઘરમાં આ નિયમનું પાલન થતું નથી ત્યાં અશુભ પરિણામ ભોગવવા પડે છે.
3. શરદ પૂર્ણિમાનો દિવસ પણ એવો છે જ્યારે રોટલી બનાવવાથી પાપ લાગે છે. શરદપૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની સોળે કળા સાથે ખીલે છે. આ દિવસે ઘરમાં ખીર બનાવીને તેને ચંદ્રના પ્રકાશમાં રાખીને ખાવી જોઈએ. આ દિવસે રોટલી બનાવવાથી અપશુકન થાય છે.
4. નાગપંચમી નો દિવસ પણ એવો હોય છે જ્યારે ઘરમાં ચૂલા સળગાવવાની મનાઈ હોય છે. આ દિવસે પણ ઘરમાં રોટલી બનાવી નહીં. શાસ્ત્રો અનુસાર તવાને નાગના ફેણનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આ દિવસે તવો ગરમ કરીને તેના પર રોટલી બનાવવાની મનાઈ હોય છે.
5. શીતળા સાતમના દિવસે પણ ઘરમાં રોટલી બનાવવી જોઈએ નહીં. આ દિવસે માતા શીતળા ની પૂજા થાય છે અને માતાને વાસી ભોજનનો ભોગ ચડાવવામાં આવે છે. તેથી આ દિવસે ઘરમાં રોટલી સહિત કોઈ પણ વસ્તુ બનાવવી જોઈએ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે