નવરાત્રિની આઠમના દિવસે પાનના પત્તાના કરો આ અચૂક ઉપાય, થશો માલામાલ દુર થશે નોકરી-વેપારની સમસ્યાઓ

Chaitra Navratri 2023: જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો મહાષ્ટમીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. કારણ કે મહાઅષ્ટમીના દિવસે વિશેષ સંયોગો બની રહ્યા છે અને આ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો અચૂક સાબિત થશે. 

નવરાત્રિની આઠમના દિવસે પાનના પત્તાના કરો આ અચૂક ઉપાય, થશો માલામાલ દુર થશે નોકરી-વેપારની સમસ્યાઓ

Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રિ 22 માર્ચથી શરૂ થઈ છે અને 30 માર્ચ ગુરુવારે સમાપ્ત થશે. નવરાત્રિને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો મહાષ્ટમીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. કારણ કે મહાઅષ્ટમીના દિવસે વિશેષ સંયોગો બની રહ્યા છે અને આ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો અચૂક સાબિત થશે. આ વર્ષે બુધવારે મહાઅષ્ટમી ઉજવાશે, આ દિવસે તમે પાનના આ વિશેષ ઉપાય કરીને તમારી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.  

આ પણ વાંચો:

મહાઅષ્ટમીના અચૂક ઉપાય

- મહાષ્ટમીના દિવસે અખંડ પાન પર ગુલાબની તાજી પાંખડી મૂકીને માં દુર્ગાને અર્પણ કરો. આમ કરવાથી તમારા જીવનમાં ધનની આવક વધશે.

- મહાષ્ટમીની પૂજામાં પાન મુકવું અને તેના પર એલચી અને લવિંગ મુકીને બીડું બનાવી અને માં દુર્ગાના ચરણોમાં ચઢાવી દો આમ કરવાથી દરેક પ્રકારના ઋણમાંથી મુક્તિ મળે છે.

- જો તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માંગો છો તો નવરાત્રિની આઠમના દિવસે એક પાન લેવું અને તેની બંને બાજુ સરસવનું તેલ લગાવો અને માં દુર્ગાને અર્પણ કરો. રાત્રે આ પાનને માથા નજીક રાખીને સૂઈ જવું. બીજા દિવસે સવારે જાગો પછી આ પાનને દુર્ગા મંદિરમાં મુકી આવો.  

- વૈવાહિક જીવન સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે નવરાત્રિમાં આવતાં મંગળવારે એક પાન લેવું તેની મુલાયમ બાજુ પર સિંદૂરથી જય શ્રીરામ લખો અને તેને હનુમાન મંદિરમાં ચઢાવો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news