આજથી આ 3 રાશિવાળાનો સુવર્ણ સમય શરૂ, 27 દિવસ સુધી ધનલાભ થશે, ગ્રહ ગોચર બનાવશે 'અદાણી-અંબાણી'

Mangal Ketu Yuti 2023 in Tula: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને સાહસ, શૌર્ય, ભૂમિ અને વિવાહનો કારક ગણવામાં આવે છે. મંગળ શુભ હોય તો જાતક પરાક્રમી, જમીન સંપત્તિનો માલિક બને છે. જયારે અશુભ મંગળ વિવાહમાં વિધ્ન નાખે છે અને વ્યક્તિને ક્રોધી અને અહંકારી બનાવે છે. આજે 3 ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં મંગળનું ગોચર થઈ રહ્યું છે.

આજથી આ 3 રાશિવાળાનો સુવર્ણ સમય શરૂ, 27 દિવસ સુધી ધનલાભ થશે, ગ્રહ ગોચર બનાવશે 'અદાણી-અંબાણી'

Mangal Ketu Yuti 2023 in Tula: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને સાહસ, શૌર્ય, ભૂમિ અને વિવાહનો કારક ગણવામાં આવે છે. મંગળ શુભ હોય તો જાતક પરાક્રમી, જમીન સંપત્તિનો માલિક બને છે. જયારે અશુભ મંગળ વિવાહમાં વિધ્ન નાખે છે અને વ્યક્તિને ક્રોધી અને અહંકારી બનાવે છે. આજે 3 ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં મંગળનું ગોચર થઈ રહ્યું છે. મંગળ ગોચર કરીને તુલા રાશિમાં પ્રવેશ  કરશે. જ્યાં પહેલેથી જ ક્રૂર ગ્રહ કેતુ છે. તેનાથી તુલા રાશિમાં મંગળ અને રાહુની યુતિ બનશે. 2 ખુબ જ પ્રભાવી ગ્રહ મંગળ અને કેતુનું મિલન તમામ 12 રાશિ પર અસર કરશે. જો કે તેમાંથી 3 રાશિઓ એવી છે જેના માટે મંગળ અને કેતુની યુતિ ખુબ જ શુભ પ્રભાવ છોડશે. આ રાશિવાળાનો સુવર્ણ સમય શરૂ થશે. ધન દૌલત વધશે. 

મંગળ કેતુની યુતિ આ રાશિવાળાને કરાવશે ખુબ જ લાભ.....

કન્યા રાશિ
મંગળ અને કેતુની યુતિ કન્યા રાશિવાળાને ખુબ લાભ કરાવશે. આ લોકોને અચાનક ક્યાંકથી ધનલાભ થશે. આર્થિક સ્થિતિ સારી થશે. નોકરીમાં ફેરફાર અને ઉન્નતિ મેળવવાની યોજનાઓ સફળ થશે. વેપારીઓને ફસાયેલું ધન પાછું મળી શકે છે. તમારી વાતચીત કરવાની શૈલીમાં નિખાર આવવાથી લોકો તમારાથી પ્રભાવિત થશે. મીડિયા, શિક્ષણ, માર્કેટિંગ અને ક્રિએટિવ પ્રોફેશન સાથે જોડાયેલા લોકો માટે ખાસ કરીને શુભ છે સમય. 

તુલા રાશિ
તુલા રાશિમાં જ મંગળ અને કેતુની યુતિ બની રહી છે જે આ રાશિવાળાને ખુબ સારું ફળ આપશે. આ રાશિવાળાનો આત્મવિશ્વાસ વધશે. તમે ઝડપથી એક પછી એક કામ પૂરા કરશો. કરિયરમાં પ્રગતિના દ્વાર ખુલશે. તમે મોટું પદ અને પગાર મેળવવામાં સફળ થશો. નવું કામ શરૂ કરી શકો છો. તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. સંપત્તિ ખરીદી શકો છો. 

કુંભ રાશિ
મંગળ કેતુની યુતિ કુંભ રાશિવાળા માટે ભાગ્યનો સાથ અપાવશે. તમારા અટકેલા કામો પૂરા થશે. જે સફળતાની લાંબા સમયથી વાટ જોઈ રહ્યા હતા તે મળવા લાગશે. ફ્રેશર્સને શાનદાર નવી નોકરી મળી શકે છે. ફસાયેલું ધન પાછું મળવાથી રાહત મળશે. વિદેશ પ્રવાસે જઈ શકો છો. કૌટુંબિક સંબંધો મજબૂત થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news