Astro Tips: આજે મહાલક્ષ્મી વ્રતનો છેલ્લો દિવસ, સાંજ સુધીમાં કરી લો આ અચૂક ઉપાય, વર્ષભર ઘરમાં રહેશે બરકત

Mahalakshmi Vrat 2023: શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે અને આજે મહાલક્ષ્મી વ્રતનો છેલ્લો દિવસ છે. આ દિવસે કેટલાક અચૂક ઉપાય કરી લેવાથી 16 દિવસ વ્રત કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ મહાલક્ષ્મી વ્રતના છેલ્લા દિવસે કયા ઉપાય કરવા જોઈએ.

Astro Tips: આજે મહાલક્ષ્મી વ્રતનો છેલ્લો દિવસ, સાંજ સુધીમાં કરી લો આ અચૂક ઉપાય, વર્ષભર ઘરમાં રહેશે બરકત

Mahalakshmi Vrat 2023: ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આઠમથી 16 દિવસ સુધી મહાલક્ષ્મી વ્રત શરૂ થાય છે. 22 સપ્ટેમ્બરથી આ વ્રતની શરૂઆત થઈ હતી અને આજે એટલે કે 6 ઓક્ટોબરે મહાલક્ષ્મી વ્રતનો છેલ્લો દિવસ છે. આ 16 દિવસ દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો આ વ્રતમાં ઉપવાસ પણ કરે છે. જોકે ઘણા લોકો એવા હોય છે જે આ વ્રત કરી શકતા નથી તેમના માટે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો આજે છેલ્લો દિવસ છે. 

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે અને આજે મહાલક્ષ્મી વ્રતનો છેલ્લો દિવસ છે. આ દિવસે કેટલાક અચૂક ઉપાય કરી લેવાથી 16 દિવસ વ્રત કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ મહાલક્ષ્મી વ્રતના છેલ્લા દિવસે કયા ઉપાય કરવા જોઈએ.

મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય

આ પણ વાંચો:

1. મહાલક્ષ્મી વ્રતના છેલ્લા દિવસે રાત્રે શુભ મુહૂર્તમાં હાથમાં ચાંદીનો સિક્કો અને સોપારી રાખીને "ॐ હ્રીં શ્રી ક્રીં ક્લીં શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પૂરયે ધન પૂરયે ચિંતાએં દૂરયે દૂરયે સ્વાહા"  મંત્રનો 108 વખત જાપ કરવો. ત્યાર પછી સોપારી અને સિક્કો પર્સમાં રાખી લેવો અથવા તો તિજોરીમાં મૂકી દેવો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ઘરમાં ધનની આવક વધે છે.

2. મહાલક્ષ્મી વ્રતના છેલ્લા દિવસે ગજલક્ષ્મીની પૂજા થાય છે અને તેમને પલાશના ફૂલ અર્પિત કરવા જોઈએ. આ સાથે જ એકાક્ષી નાળિયેરને લાલ કપડામાં બાંધીને પૂજામાં રાખવું અને પૂજા પછી તેને તિજોરીમાં મૂકી દેવું. 

3. મહાલક્ષ્મી વ્રતના છેલ્લા દિવસે માતા લક્ષ્મીને ચોખાની ખીરનો ભોગ ધરાવવો. પ્રસાદની ખીરને સાત કન્યાઓમાં વહેંચી દેવી. આમ કરવાથી નોકરી અને વ્યવસાયની બાધા દૂર થાય છે અને કામમાં સફળતા મળે છે.

(Disclamer: અહીં આપેલી માહિતી સામાન્ય પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news