શુક્રવારથી શરુ થશે મહાલક્ષ્મી વ્રત, આ વ્રત દરમિયાન કરેલા આ 4 ટોટકા ધનથી ભરી દેશે તિજોરી

Mahalaxmi Vrat 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસોમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ મળે છે. આ દિવસો દરમિયાન દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરી પૂજા કરવાથી ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.  આ 16 દિવસો માટે કેટલાક ઉપાયો કરવા પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આજે તમને આવા જ ચમત્કારી ટોટકા વિશે જણાવીએ.

શુક્રવારથી શરુ થશે મહાલક્ષ્મી વ્રત, આ વ્રત દરમિયાન કરેલા આ 4 ટોટકા ધનથી ભરી દેશે તિજોરી

Mahalaxmi Vrat 2023: ભાદરવા મહિનાની સુદ આઠમથી મહાલક્ષ્મી વ્રતનો પ્રારંભ થાય છે.  આ વર્ષે આ વ્રત 22 સપ્ટેમ્બર અને શુક્રવારથી શરૂ થશે. આ વ્રત 16 દિવસ સુધી ચાલે છે અને આ દિવસો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ 16 દિવસ દરમિયાન ધનની વૃદ્ધિ, કરજ મુક્તિ અને સુખ-સમૃદ્ધિ માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો તે તુરંત ફળ આપે છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસોમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોને વિશેષ ફળ મળે છે. આ દિવસો દરમિયાન દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરી પૂજા કરવાથી ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.  આ 16 દિવસો માટે કેટલાક ઉપાયો કરવા પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આજે તમને આવા જ ચમત્કારી ટોટકા વિશે જણાવીએ. 
 
મહાલક્ષ્મી વ્રતના 4 ટોટકા

આ પણ વાંચો:

કોડીનો ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાલક્ષ્મી વ્રતના છેલ્લા દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે કેટલાક ચાંદીના સિક્કા સાથે કેટલીક કોડી પણ રાખો. પૂજા પછી આ કોડી પર કેસર અને હળદર લગાવો અને વિધિ-વિધાનથી પૂજા કરો. આ પછી બીજા દિવસે આ કોડીને તિજોરીમાં રાખી દેવી. આમ કરવાથી ઘર પર હંમેશા માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે.

પલાશના ફૂલનો ઉપાય

પલાશના ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં મહાલક્ષ્મી વ્રત દરમિયાન તેનો ઉપયોગ કરવાથી તમારું ભાગ્ય ચમકી શકે છે. મહાલક્ષ્મી વ્રતના દિવસે પૂજા સમયે ગજલક્ષ્મીને પલાશનું ફૂલ ચઢાવો. ત્યારપછી આ ફૂલને એક સફેદ કપડામાં રાખી નારિયેળ સાથે એ જગ્યાએ રાખો જ્યાં તમે ધન રાખતા હોય. તેનાથી આર્થિક તંગી દૂર થાય છે.

સોપારી અને સિક્કાનો ઉપાય

 

આ પણ વાંચો:

જો તમે કરજથી પરેશાન છો અને તમારી આવકમાં કોઈ રીતે વધારો નથી થઈ રહ્યો અથવા તમને તમારી મહેનતનું પૂરું ફળ નથી મળી રહ્યું તો મહાલક્ષ્મી વ્રત દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરો તે સમયે હાથમાં સોપારી અને તાંબાનો સિક્કો લઈને ॐ હ્રીં શ્રીં ક્રીં શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પુરયે, ધન પુરયે, ચિંતાયેં દૂરયે-દૂરયે સ્વાહા: મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. ત્યારબાદ આ બંને વસ્તુઓને તમારા પર્સમાં રાખો.  
 
શ્રીયંત્રનો ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃપક્ષમાં ગજલક્ષ્મીની પૂજા કરવાથી રાજયોગ અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.  શ્રાદ્ધ પક્ષમાં અષ્ટમી તિથિના દિવસે ગજલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘરમાં શ્રી યંત્ર સ્થાપિત કરવું શુભ હોય છે. તેનાથી વ્યક્તિની દરિદ્રતા દૂર થાય છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. તેનાથી વેપાર વધે છે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news