India-Canada Tension: ભારતમાં કેનેડા ઉચ્ચાયોગ અને વાણિજ્ય દૂતાવાસ બંધ થઈ ગયા? જાણો સત્ય

Canada High Commission In India: ભારતમાં કેનેડા ઉચ્ચાયોગ અને વાણિજ્ય દૂતાવાસ ખુલ્લા છે અને પોતાની સેવાઓ આપી રહ્યા છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ગુરુવારે કેનેડા ઉચ્ચાયોગે એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી. 

India-Canada Tension: ભારતમાં કેનેડા ઉચ્ચાયોગ અને વાણિજ્ય દૂતાવાસ બંધ થઈ ગયા? જાણો સત્ય

Canada High Commission In India: ભારતમાં કેનેડા ઉચ્ચાયોગ અને વાણિજ્ય દૂતાવાસ ખુલ્લા છે અને પોતાની સેવાઓ આપી રહ્યા છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ગુરુવારે કેનેડા ઉચ્ચાયોગે એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી. નિવેદનમાં કહેવાયું છે કે ભારતમાં અમારા ઉચ્ચાયોગ અને તમામ વાણિજ્ય દૂતાવાસ ખુલ્લા છે અને ગ્રાહકોને સેવા આપી રહ્યા છે. વર્તમાન માહોલને ધ્યાનમાં રાખીને જ્યાં તણાવ વધ્યો છે, ત્યાં અમે રાજનયિકોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ. 

'કર્મચારીઓની ઉપસ્થિતિને એડજસ્ટ કરવાનો નિર્ણય'
નિવેદનમાં કહેવાયું છે કે કેટલાક રાજનયિકોને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ધમકીઓ મળવાના કારણે, ગલોબલ અફેર્સ કેનેડા ભારતમાં પોતાના કર્મચારીઓની સંખ્યાનું આકલન કરી રહ્યું છે. પરિણામ સ્વરૂપે તથા અત્યાધિક સાવધાની વર્તતા અમે ભારતમાં કર્મચારીઓની હજારીને અસ્થાયી રીતે એડજસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. 

અત્રે જણાવવાનું કે ગ્લોબલ અફેર્સ કેનેડા કેનેડા એ કેનેડા સરકારનો વિભાગ છે જે દેશના રાજનયિક અને કોન્સ્યુલર સંબંધોનું મેનેજમેન્ટ કરે છે. 

કેનેડા ઉચ્ચાયોગના નિવેદન અને શું કહ્યું 
કેનેડા ઉચ્ચાયોગના જણાવ્યાં મુજબ વિયેના સંમેલનો હેઠળ જવાબદારીઓના સન્માનના સંદર્ભમાં અમે આશા રાખીએ છીએ કે ભારત અમારા માન્યતા પ્રાપ્ત રાજનયિકો અને કોન્સ્યુલર અધિકારીઓને સુરક્ષા પ્રદાન કરશે જે રીતે અમે કેનેડા તેમની સુરક્ષા માટે કરી રહ્યા છીએ. 

ખુબ ખરાબ દોરમાં પહોંચ્યા ભારત-કેનેડા સંબંધ
જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ  બંને દેશો વચ્ચે રાજનયિક સંબંધો ખુબ જ ખરાબ થયા છે. ભારતે મંગળવારે આરોપોને પાયાવિહોણા અને પ્રેરિત કહીને ફગાવી દીધા. આ મામલે કેનેડા દ્વારા એક ભારતીય અધિકારીને નિષ્કાસિત કરવાના બદલામાં એક વરિષ્ઠ કેનેડિયન રાજનયિકને નિષ્કાસિત કરી દીધા હતા. 

કેનેડામાં ખાલિસ્તાની સમર્થક તત્વોની વધતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક મહિનાથી ભારત-કેનેડાના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ભારતનું માનવું છે કે ટ્રુડો સરકાર તેમની વાસ્તવિક ચિંતાઓનું સમાધાન કરતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news