Maha Shivratri 2023: મહાશિવરાત્રિ પર થશે મહાદેવની કૃપા, ચમકી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય

Maha Shivratri 2023: મહાશિવરાત્રિનું પર્વ ભગવાન શિવના ભક્તો માટે ખાસ માનવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન શિવની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. જાણો મહાશિવરાત્રિનું પર્વ કઈ રાશિઓ માટે ખાસ રહેશે. 

Maha Shivratri 2023: મહાશિવરાત્રિ પર થશે મહાદેવની કૃપા, ચમકી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય

નવી દિલ્હીઃ Maha Shivratri 2023, Lord Shiva Will be Pleased to These Zodiac Signs: મહાશિવરાત્રિનું પર્વ આવવામાં હવે થોડા દિવસ બાકી છે. ભગવાન શિવની ઉપાસના કરવા માટે આ પર્વને ખુબ ખાસ માનવામાં આવ્યું છે. માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન તથા માતા પાર્વતિની વિધિ-વિધાનની સાથે પૂજા-અર્ચના કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર ઘણા દુર્લભ સંયોગ બની રહ્યાં છે, જેનાથી આ દિવસનું મહત્વ ખુબ વધી ગયું છે. આ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ 18 ફેબ્રુઆરી 2023, શનિવારે છે. આ મહાશિવરાત્રિ પર 30 વર્ષ બાદ શનિ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન હશે. ગ્રહોની સ્થિતિના પ્રભાવથી મહાશિવરાત્રિ પર મહાદેવની કેટલીક રાશિઓ પર અસીમ કૃપા રહેવાની છે. 

1. મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે મહાશિવરાત્રિનું પર્વ ખુબ ખાસ રહેવાનું છે. ભગવાન શિવની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. કરિયરમાં પ્રગતિ થશે. નોકરી કરનાર જાતકોને નવી તક મળી શકે છે. 

2. વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો માટે મહાશિવરાત્રિનું પર્સ જીવનમાં ખુશીઓ લઈને આવશે. આ દરમિયાન તમને પ્રમોશનની સાથે આવકમાં વધારો મળી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મિઓનો સહયોગ પ્રાપ્ત થશે. ભૂમિ, ભવન કે વાહનની ખરીદી થઈ શકે છે. 

3. મિથુન રાશિઃ મિથુન રાશિના સ્વાસ્થ્યમાં સુધાર થશે. કોઈ બીમારીથી મુક્તિ મળી શકે છે. કાર્યસ્થળ પર ઉપલબ્ધિની સાથે કોઈ નવી જવાબદારી મળી શકે છે. ઘરમાં ખુશીઓનું આગમન થશે. આવક વધશે. 

4. ધન રાશિઃ ધન રાશિના જાતકો માટે મહાશિવરાત્રિનું પર્ત અત્યંત શુભ રહેવાનું છે. ભગવાન શિવની કૃપાથી તમારી મનોકામના પૂરી થશે. કરિયરમાં નવી ઉંચાઈઓ પ્રાપ્ત થશે. તમારા કાર્યની પ્રશંસા થશે. 

5. તુલા રાશિઃ તુલા રાશિના જાતકોને મહાશિવરાત્રિ પર મદાદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. વેપારમાં લાભ થશે. પાર્ટનરશિપમાં કરવામાં આવેલા કામમાં નફો થશે. પ્રમોશનના સંકેત છે. 

6. કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકો માટે મહાશિવરાત્રિ શુભ રહેવાની છે. કુંભ રાશિમાં શનિદેવ બિરાજમાન રહેશે. શનિવેદને મહાદેવના પરમ શિષ્ય માનવામાં આવ્યા છે. તેવામાં મહાશિવરાત્રિનું પર્વ કુંભ રાશિના જાતકો માટે ખાસ રહેવાનું છે. કરિયરમાં નવી તક મળશે. ધન લાભનો યોગ બનશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news