Budhwar Ke Upay: જીવનમાં આવતી દરેક સમસ્યા ગણપતિ બાપ્પા કરશે દુર, બસ બુધવારે કરી લો આ સરળ કામ

Budhwar Ke Upay: ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. કોઈપણ શુભ કાર્યકર્તા પહેલા ભગવાન ગણેશની વિધિ વિધાન થી પૂજા કરવામાં આવે છે. બુધવારનો દિવસ ભગવાન ગણપતિની આરાધના કરવા માટે સમર્પિત દિવસ છે. આ દિવસે વ્યક્તિ જો શ્રદ્ધાથી ભગવાન ગણેશની પૂજા કરે તો તેના જીવનમાં આવેલી દરેક સમસ્યા દૂર થઈ શકે છે. 

Budhwar Ke Upay: જીવનમાં આવતી દરેક સમસ્યા ગણપતિ બાપ્પા કરશે દુર, બસ બુધવારે કરી લો આ સરળ કામ

Budhwar Ke Upay: ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. કોઈપણ શુભ કાર્યકર્તા પહેલા ભગવાન ગણેશની વિધિ વિધાન થી પૂજા કરવામાં આવે છે. બુધવારનો દિવસ ભગવાન ગણપતિની આરાધના કરવા માટે સમર્પિત દિવસ છે. આ દિવસે વ્યક્તિ જો શ્રદ્ધાથી ભગવાન ગણેશની પૂજા કરે તો તેના જીવનમાં આવેલી દરેક સમસ્યા દૂર થઈ શકે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય, કાર્યોમાં નિષ્ફળતા મળતી હોય, અભ્યાસમાં સમસ્યા આવતી હોય તો તેણે પોતાના જીવનની આ સમસ્યાઓને દૂર કરવા માટે બુધવારના દિવસે ગણપતિજીના આ પાંચ ઉપાય કરી લેવા જોઈએ તેનાથી અટકેલા કામ પણ પૂરા થવા લાગે છે. 

બુધવારે કરવાના ચમત્કારી ઉપાય

આ પણ વાંચો:

કરજ ઉતારવા માટે

જો તમારા ઉપર કરજનો બોજ વધારે છે અને અનેક પ્રયત્ન કર્યા છતાં પણ કરજ ચૂકવી શકાતું નથી તો બુધવારના દિવસે આ ઉપાય કરવો. સવા મુઠ્ઠી આખા મગ લઈ તેમાં ખાંડ અને ઘી મિક્સ કરી ગાયને ખવડાવવા. આ ઉપાય સતત સાત બુધવાર સુધી કરવાથી કરજથી મુક્તિ મળે છે.

આર્થિક સ્થિતિ સુધારવા

જો પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય અને પૈસાની તંગી સતત રહેતી હોય તો બુધવારના દિવસે ભગવાન ગણેશને 21 અથવા તો 42 જાવંત્રી અર્પણ કરવી. તેનાથી જાતકની આર્થિક તંગી દૂર થાય છે અને ધનની આવક વધે છે.

અભ્યાસમાં સફળતા માટે

જો તમારા બાળકો અભ્યાસમાં નબળા હોય અને ધારી સફળતા પ્રાપ્ત કરી શકતા ન હોય તો બુધવારના દિવસે નિયમિત રીતે ભગવાન ગણેશના મંત્ર ઓમ ગં ગણપતે નમઃ મંત્રનો જાપ કરવો. આમંત્રણનો જાપ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને શિક્ષણમાં સફળતા મળે છે.

આ પણ વાંચો:

કુંડળીનો બુધ દોષ દૂર કરવાનો ઉપાય

ભગવાન ગણેશને લીલો રંગ ખૂબ જ પ્રિય છે જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા માટે બુધવારે લીલા રંગના કપડાં પહેરવા અને પોતાની સાથે હંમેશા લીલા રંગનો રૂમાલ રાખવો. આશીર્વાદ બુધવારના દિવસે મગનું દાન અથવા તો લીલા વસ્ત્રનું દાન કરવું. 

કાર્યમાં સફળતા માટે

જો તમને કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળતા મળતી હોય તો કાર્યમાં આવતી બધાને દૂર કરવા માટે અને સફળ થવા માટે બુધવારના દિવસે ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવી અને તેમને મોદકનો ભોગ ચડાવવો.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news