ચૂંટણીના પરિણામ માટે ગુજરાતના જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?

Lok Sabha Election Result 2024 : આવતી કાલે ચૂંટણી પરિણામ પહેલાં શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, ZEE 24 કલાકની ટીમે જ્યોતિષ સાથે કરી ખાસ વાતચીત, જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી ત્રીજીવાર સંભાળશે સત્તાનું સુકાન

ચૂંટણીના પરિણામ માટે ગુજરાતના જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?

Ahmedabad News : લોકસભાની ચૂંટણીના પરિણામો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હાલ સૌની નજર લોકસભાની ચૂંટણીના પરિણામ પર છે. અનેક લોકોના ભાવિ બનશે, અને અનેકોના સપના રગદોળાશે. કેટલાક એક્ઝિટ પોલના આંકડા એનડીએને સ્પષ્ટ બહુમતી આપી રહ્યાં છે, તો કેટલાક INDIA ગઠબંધનને બેઠકો મળશે તેવું કહી રહ્યાં છે. આ રાજકીય તજજ્ઞોએ પણ પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે. ત્યારે ગુજરાતના જ્યોતિષે પણ આવતીકાલના પરિણામને લઈને મોટી આગાહી કરી છે.  

આવતી કાલે ચૂંટણી પરિણામ પહેલાં શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર 
ZEE 24 કલાકની ટીમે જ્યોતિષાચાર્ય ચેતન પટેલ સાથે કરી ખાસ વાતચીત કરી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી ત્રીજીવાર સત્તાનું સુકાન સંભાળશે. તેમણે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની કુંડળી તુલા લગ્નની છે. લગ્નનો યોગી ગ્રહ શની કહેવાય. જ્યારે ગોચરમાં શનિ શુભ બને ત્યારે તેમનો મોટો રાજયોગ બને છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 3, 2024

 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ,

  • ભાજપને 320થી 330 બેઠક મળશે 
  • NDAને 370થી 390 બેઠક મળશે 
  • કોંગ્રેસને 40થી 50 અને ઈન્ડિયાને 120થી 140 બેઠક મળશે

સાથે જ તેમણે ગુજરાતના ચૂંટણી પરિણામનું પણ ભવિષ્ય ભાંખ્યું છે. જ્યોતિષાચાર્ય ચેતન પટેલે ગુજરાતમાં 26માંથી 26 બેઠક ભાજપની આવશે તેવું જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news