Lizard Falls: શરીરના આ અંગ પર પડે ગરોળી તો વધે છે સત્તા અને સંપત્તિ, નોકરીમાં પણ મળે પ્રમોશન
Lizard Falls: શું ક્યારેય તમારી સાથે એવું થયું છે કે ગરોળી અચાનક છત પરથી તમારા માથા પર શરીરના અન્ય અંગ પર પડી હોય ? ક્યારે આવું થાય ત્યારે સૌથી પહેલા તો મોંમાંથી રાડ નીકળી જાય. પછી મનમાં વિચાર શરૂ થાય કે ગરોળીનું પડવું શુભ હતું કે અશુભ. આજે તમને જણાવીએ કે ગરોળીનું કયા અંગ પર પડવું શુભ ગણાય છે અને કયા અંગ પર પડવું અશુભ ગણાય છે.
Trending Photos
Lizard Falls: શું ક્યારેય તમારી સાથે એવું થયું છે કે ગરોળી અચાનક છત પરથી તમારા માથા પર શરીરના અન્ય અંગ પર પડી હોય ? ક્યારે આવું થાય ત્યારે સૌથી પહેલા તો મોંમાંથી રાડ નીકળી જાય. પછી મનમાં વિચાર શરૂ થાય કે ગરોળીનું પડવું શુભ હતું કે અશુભ. જો તમને આ બાબતે જાણકારી ન હોય તો ચાલો આજે તમને આ બાબતમાં મહત્વની જાણકારી આપીએ. આજે તમને જણાવીએ કે ગરોળીનું કયા અંગ પર પડવું શુભ ગણાય છે અને કયા અંગ પર પડવું અશુભ ગણાય છે. ત્યાર પછી તમારા મનની શંકાઓ પણ દૂર થઈ જશે.
ગરોળી પડવાના શુભ અશુભ સંકેત
આ પણ વાંચો:
- મહિલા અને પુરુષ બંને માટે પેટ નાભી છાતી અને દાઢીને છોડીને માથા સુધીના કોઈપણ ભાગમાં ગરોળી પડે તો તેને શુભ માનવામાં આવે છે. આ અંગો પર ગરોળી પડવાથી શુભ ફળ મળે છે.
- પુરુષોના જમણા અંગ અને મહિલાઓના ડાબા અંગ પર ગરોળી પડવું સામાન્ય રીતે શુભ હોય છે. જ્યારે પુરુષોના ડાબા અને મહિલાઓના જમણા અંગ પર ગરોળી પડવી અશુભ ગણાય છે. જોકે સ્ત્રી અને પુરુષ માટે કેટલાક અન્ય નિયમો પણ શાસ્ત્રોમાં જણાવ્યા છે. જેમ કે ગરોળી શરીરના જમણા અંગ પર પડે અને ડાબી તરફથી ઉતરી જાય તો તેનો દોષ ગણાતો નથી.
- શાસ્ત્ર અનુસાર જો માથા પર ગરોળી પડે તો વ્યક્તિને સત્તા પ્રાપ્ત થાય છે અને જ્યાં નોકરી કરતા હોય ત્યાં પણ પ્રમોશન મેળવીને વ્યક્તિ અધિકારીના પદ સુધી પહોંચે છે. જો જમણા કાન પર ગરોળી પડે તો વ્યક્તિને સોનાની પ્રાપ્તિ થાય છે.
- જો વાળના નીચેના ભાગ પર ગરોળી પડે તો વ્યક્તિને મૃત્યુ જેવું કષ્ટ પ્રાપ્ત થાય છે. પરંતુ જો ગરોળી કપાળના ભાગે વાળ પર પડે તો તે શુભ ફળ આપે છે. આમ થાય તો વ્યક્તિને સંપત્તિથી લાભ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે