Lizard Falls: શરીરના આ અંગ પર ગરોળીનું પડવું ગણાય છે અશુભ, થાય છે ધન હાનિ

Lizard Falls: દિવાલ પર ચડતી કે ફરતી ગરોળી અચાનક શરીરના અંગ પર પડે તો તે ભવિષ્યમાં બનનારી શુભ અથવા તો અશુભ ઘટનાનો સંકેત હોઈ શકે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે શરીરના કયા અંગ પર ગરોળીનું પડવું શુભ ગણાય છે અને કયા અંગ પર ગરોળી પડે તો તે અશુભ ગણાય છે.

Lizard Falls: શરીરના આ અંગ પર ગરોળીનું પડવું ગણાય છે અશુભ, થાય છે ધન હાનિ

Lizard Falls: અચાનક શરીરના કોઈ અંગ ઉપર ગરોળી પડે તો ડર લાગે અને સાથે જ મનમાં વિચાર પણ આવવા લાગે કે ગરોળી પડવાનો અર્થ શુભ છે કે અશુભ. શુકનશાસ્ત્ર અનુસાર શરીરના અલગ અલગ અંગો પર ગરોળીનું પડવું શુભ અને અશોક બંને પ્રકારના ફળ આપે છે. દિવાલ પર ચડતી કે ફરતી ગરોળી અચાનક શરીરના અંગ પર પડે તો તે ભવિષ્યમાં બનનારી શુભ અથવા તો અશુભ ઘટનાનો સંકેત હોઈ શકે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે શરીરના કયા અંગ પર ગરોળીનું પડવું શુભ ગણાય છે અને કયા અંગ પર ગરોળી પડે તો તે અશુભ ગણાય છે. શુકનશાસ્ત્ર અનુસાર ગરોળી કયા અંગ પર પડે તો શુભ ફળ મળે છે અને કયા અંગ પર અશુભ સંકેત કરે છે ચાલો તમને પણ જણાવીએ.

ગરોળી પડવાના શુભ-અશુભ સંકેત

આ પણ વાંચો:

- ગરોળી અચાનક જો કોઈ વ્યક્તિના ગળા પર પડે તો તેને સુખની પ્રાપ્તિ થાય છે. ગરદન પર ગરોળીનું પડવું ભવિષ્યમાં યશ અપાવનાર સાબિત થાય છે.

- જો કોઈ વ્યક્તિની મૂછ પર ગરોળી પડે તો સમજી લેવું કે તે વ્યક્તિને માન સન્માન મળશે.

- જમણી આંખ ઉપર ગરોળી પડે તો સમજી લેવું કે નજીકના સંબંધીઓને મળવાનું થશે. 

- બે ભ્રમરની વચ્ચે કપાળના ભાગ પર ગરોળી મળે તો સમજી લેવું કે વ્યક્તિને ધન લાભ થવાનો છે ટૂંક સમયમાં જ તેનું ખિસ્સું ધનથી ભરાઈ જશે.

- જો ગરોળી પીઠમાં જમણી તરફ પર પડે તો વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે તેનાથી વિપરીત ડાબી તરફ પડે તો ભયંકર હાની થાય છે.

આ પણ વાંચો:

- ગરોળી કપાળ પર પડે તો ધનહાનિનો સંકેત હોય છે.

- તેવી જ રીતે ગરોળી ડાબી આંખ તરફ પડે તો તે હાનિકારક સાબિત થાય છે.

- પીઠના વચ્ચેના ભાગ પર ગરોળી પડે તો ઘરમાં કલેશ વધે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news