દેશનું અનોખું મંદિર...જ્યાં માતાજીની સાથે ઉંદરની પણ થાય છે પૂજા, પગ ઢસડીને જવું પડે મંદિરમાં
આખા દેશમાં દુર્ગા માતાના હજારો મંદિર છે પરંતુ રાજસ્થાનના બિકાનેરમાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં મંદિરમાં એક-બે નહીં પરંતુ લાખો મૂષક છે જ્યાં લોકો મંદિરમાં માતાની સાથે સાથે મૂષકરાજના દર્શનથી મનોકામના પૂરી કરે છે.
Trending Photos
આખા દેશમાં દુર્ગા માતાના હજારો મંદિર છે પરંતુ રાજસ્થાનના બિકાનેરમાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં મંદિરમાં એક-બે નહીં પરંતુ લાખો મૂષક છે જ્યાં લોકો મંદિરમાં માતાની સાથે સાથે મૂષકરાજના દર્શનથી મનોકામના પૂરી કરે છે. બિકાનેરના દેશનોકમાં આવેલ કરણી માતાનું મંદિર, જે મૂષકવાળી માતાના નામથી પણ વિશ્વ વિખ્યાત છે. જ્યાં થાય છે મૂષકરાજની પૂજા....નવરાત્રિમાં અહીંયા પૂજા કરવાથી વધી જાય છે વિશેષ મહત્વ. ત્યારે શું છે કરણી માતાના મંદિરની અનોખી કહાની? જોઈશું આ અહેવાલમાં...
વિશ્વ પ્રસિદ્ધ કરણી માતાનું મંદિર જેમને ઉંદરવાળી માતા પણ કહેવામાં આવે છે. આ મંદિર બિકાનેરના દેશનોકમાં છે. જ્યાં ભક્ત માતાની સાથે ઉંદરની પણ પૂજા કરે છે. આ એકમાત્ર મંદિર છે, જ્યાં હજારોની સંખ્યામાં ઉંદર રહે છે. માતાના મંદિરમાં આવતાં ભક્તો ક્યારેય ખાલી જતાં નથી. માતા તમામ ભક્તોની મનોકામના પૂરી કરે છે.
મા કરણીનું આ મંદિર 600 વર્ષ જૂનું છે. આ મંદિર હજારો ઉંદરના કારણે જાણીતું છે. અહીંયા ભક્તો ઉંદરને દૂધ, પ્રસાદ ચઢાવે છે. આ મંદિરમાં ઉંદરોને લઈને એક અલગ કહાની છે. જ્યાં મંદિરના માતાની ગુફામાં રહેનારા ઉંદરો તે છે જેમણે માણસના રૂપમાં સારા કર્મ કર્યા તેમને ગુફામાં સ્થાન મળે છે. જ્યારે ચારણ જાતિના જે લોકો ખોટાં કર્મ કરે છે તેમને મંદિરના પ્રાંગણમાં જગ્યા મળે છે.
- કરણી માતાના મંદિરમાં સફેદ ઉંદરનું વિશેષ મહત્વ છે.
- મા કરણીના મંદિરમાં હજારો ઉંદર રહે છે.
- તે ઉંદરોને કાબા એટલે મા કરણીના પુત્ર કહેવામાં આવે છે.
- મંદિરમાં સફેદ ઉંદર જોવા મળે તો મનોકામના પૂરી થાય છે.
મા કરણીનું મંદિર જેની ગુફા મા કરણીએ પોતાના હાથથી બનાવી હતી. ત્યારબાદ લગભગ 150 વર્ષ સુધી આ ગુફામાં બેસીને તપસ્યા કરી. તેના પછી સમય-સમય પર બિકાનેરના રાજા-મહારાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું. બિકાનેર આવનારા દરેક પ્રવાસી દેશના આ મંદિર જરૂર આવે છે. કેમ કે દેશનું એક માત્ર આ અનોખું મંદિર છે. જ્યાં માતા કરણીની સાથે ઉંદરની પણ પૂજા કરવામાં આવે છે. અહીંયા હજારો ઉંદર હોવા છતાં કોઈ બીમારી કે મહામારી થઈ નથી. કેવી રીતે ઉંદર માત્ર મંદિર પરિસરમાં રહે છે તે પ્રવાસીઓ માટે એક કૂતુહલનો વિષય છે.
આ મંદિરમાં આવનારા દરેક શ્રદ્ધાળુને પગ ઉપાડીને પણ ઢસડીને ચાલવાનું હોય છે... કેમ કે મંદિરમાં એટલા બધા ઉંદર હોય છે કે પગ ઉપાડવાથી તે પગની નીચે આવી જવાનો ડર રહે છે. નવરાત્રિના દિવસોમાં આ મંદિરનું મહત્વ વધી જાય છે... નવરાત્રિમાં દેશ-વિદેશથી અહીંયા ભક્તો પહોંચે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે