રાહુલ ગાંધી ક્યારે બની શકશે પ્રધાનમંત્રી? જાણો શું કહે છે તેમની કુંડળીના ગ્રહો....

Rahul Gandhi Kundali: ગ્રેસ પાર્ટી અને તેના કાર્યકરો રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે જોવા માટે ખુબ આશા સેવી રહ્યા છે પરંતુ દર વખતે ચૂંટણીમાં નિરાશા સાંપડે છે. આ વખતે વિપક્ષી ગઠબંધનનું પ્રદર્શન સારું રહ્યું પરંતુ બહુમતથી છેટે રહી ગયું. આવાં એ જિજ્ઞાસા સવાલ ચોક્કસ થાય કે શું રાહુલ ગાંધી ક્યારેય પ્રધાનમંત્રી બનશે ખરા? જાણો શું કહે છે કુંડળીના ગ્રહો....

રાહુલ ગાંધી ક્યારે બની શકશે પ્રધાનમંત્રી? જાણો શું કહે છે તેમની કુંડળીના ગ્રહો....

હાલમાં જ લોકસભા ચૂંટણી 2024 પૂરી થઈ અને તેના પરિણામો ભાજપ માટે ચોંકાવનારા રહ્યા. 400 પારના નારા વચ્ચે ભાજપને પોતાને 240 સીટ અને એનડીએને પૂર્ણ બહુમત એટલે કે 292  બેઠકો મળી ગઈ. આમ જોઈએ તો ભાજપ બહુમતથી છેટે રહ્યું. આ વખતે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધને જે રીતે મજબૂત લડત આપી તે જોતા હવે ભારતીય રાજકારણમાં રાહુલ ગાંધી વિપક્ષ તરફથી પ્રધાનમંત્રી પદ માટે એક મજબૂત ચહેરો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી અને તેના કાર્યકરો રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે જોવા માટે ખુબ આશા સેવી રહ્યા છે પરંતુ દર વખતે ચૂંટણીમાં નિરાશા સાંપડે છે. આ વખતે વિપક્ષી ગઠબંધનનું પ્રદર્શન સારું રહ્યું પરંતુ બહુમતથી છેટે રહી ગયું. આવાં એ જિજ્ઞાસા સવાલ ચોક્કસ થાય કે શું રાહુલ ગાંધી ક્યારેય પ્રધાનમંત્રી બનશે ખરા? જ્યોતિષના માધ્યમથી આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. 

શું છે કુંડળીમાં
એનબીટીના એક રિપોર્ટમાં રાહુલ ગાંધીના જન્મ અંગેની વિગતો વિશે માહિતી અપાઈ છે. રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ બપોરે 2.28 વાગે દિલ્હીમાં થયો હતો. તે સમયે પૂર્વ ક્ષિત્રિત પર તુલા રાશિનો ઉદય  થયો હતો. એક નીચ ભંગ રાજયોગ અને એક વિપરીત રાજયોગ કુંડળીમાં બનેલો છે.  તુલા લગ્ન માટે યોગકારક શનિ પોતાની નીચ રાશિ મેષમાં સપ્તમ ભાવમાં બેઠેલો છે અને તેનો નીચ ભંગ થઈ રહ્યો છે. દ્વાદશેશ બુધ અષ્ટમ ભાવમાં બેઠેલો છે, જે વિમલ નામના વિપરીત રાજયોગનું નિર્માણ કરે છે. લગ્નેશ શુક્ર ઉન્નતિના દશમભાવમાં  બેઠેલો છે અને લગ્નમાં નૈસર્ગિક શુભ ગ્રહ ગુરુ બેઠેલો છે જે સતત નિરાશાજનક પરિણામ બાદ પણ રાહુલ ગાંધીને લડવાની શક્તિ આપે છે અને પાર્ટીનો તેમને સાથ પણ મળે છે. 

પીએમ બનવાનો યોગ છે ખરો?
રિપોર્ટ મુજબ આજ સુધી જેટલા પણ પ્રધાનમંત્રી બન્યા છે તે બધાની કુંડળીમાં કેટલાક ગ્રહ યોગોમાં સમાનતા છે. જેમ કે  દશમેશના દશમ ભાવથી સ્થિતિ અને રાજનીતિક સત્તાના કારક સૂર્યની દશમ ભાવથી સ્થિતિ, દશમ ભાવ રાજ સત્તાનો ભાવ છે. લગભગ તમામ પ્રધાનમંત્રીની જન્મ કુંડળીમાં દશમેશ અને સૂર્ય દશમ ભાવથી કેન્દ્ર કે ત્રિકોણ ભાવમાં બેઠો છે. મોટાભાગના કેસમાં દશમેશ કે સૂર્ય બંનેની દશમ ભાવ પર સ્થિતિ કે દ્રષ્ટિ દ્વારા પ્રભાવ છે. લગભગ તમામ મામલાઓમાં દશમ ભાવ પર ગુરુનો પણ પ્રભાવ જોવા મળ્યો છે. ભાગ્યના નવમ ભાવના સ્વામીની સ્થિતિ પણ લગ્ન અને નવમ ભાવથી સારી જોવા મળી છે. 

મહત્વપૂર્ણ વાત એ છે કે યોગ્ય સમયે ઉન્નતિ આપનારા ગ્રહોની દશા, અંતર્દશા આવવી, જે છેલ્લે તો ભાગ્ય જ નક્કી કરે છે. તમામ મામલાઓમાં જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા ત્યારે લગ્ન, પંચમ, નવમ કે પછી દશમ ભાવના સ્વામી ગ્રહોની દશા અંતર્દશા ચાલુ હતી. મોટાભાગના મામલાઓમાં લગ્નથી ત્રિકોણ ભાવોના સ્વામીની જ ચાલુ હતી. જો આ બધા સિદ્ધાંત રાહુલ ગાંધીની કુંડળી પર લગાવીને જોઈએ તો તેમાંથી તેમની કુંડળીમાં એક પણ લાગૂ થતો નથી. ફક્ત દશા અંતર્દશાવાળો સિદ્ધાંત આગળ 2029માં લાગતો જોવા મળે છે. રાહુલ ગાંધીની કુંડળીમાં દશમેશ ચંદ્રમા દશમ ભાવથી છઠ્ઠા ભાવમાં છે અને તેનો દશમ ભાવ સાથે કોઈ સંબંધ નથી. સૂર્ય દશમ ભાવથી દ્વાદશ ભાવમાં છે, જે દશમ ભાવથી અશુભ સ્થિતિ છે. ગુરુનો પણ દશમ ભાવ પર સીધો પ્રભાવ નથી. આ બધા નકારાત્મક પોઈન્ટ છે, જે તેમના પ્રધાનમંત્રી બનવા માટેની સંભાવનાઓને નબળી કરે છે. 

રાહુલ ગાંધી પર આવનારી દશા અંતર્દશાઓ
રિપોર્ટ મુજબ રાહુલ ગાંધી પર હાલ રાહુની દશા ચાલુ છે જે એપ્રિલ 2037 સુધી ચાલશે. આ સમયગાળામાં બધુ ઠીક રહ્યું તો બે લોકસભા ચૂંટણી થવાની શક્યતા છે. રાહુ પંચમ ભાવમાં બેઠો છે અને નૈસર્ગિક શુભ  ગ્રહ ગુરુની દ્રષ્ટિમાં છે. જ્યોતિષના પ્રાચીન ગ્રંથ લઘુ પારાશરીના સિદ્ધાંત મુજબ રાહુ કેતુ જ્યારે તેઓ કેન્દ્રમાં બેઠા હોય અને ત્રિકોણ ભાવોના સ્વામીના પ્રભાવમાં હોય કે પછી ત્રિકોણ ભાવમાં બેઠા હોય અને કેન્દ્ર ભાવોના સ્વામીના પ્રભાવમાં હોય ત્યારે જ યોગકારક પ્રભાવ આપે છે. આથી અહીં રાહુ યોગકારક પ્રભાવ આપવા માટે બાધ્ય નથી. પણ હા તે ત્રિકોણ ભાવમાં બેઠો છે અને તેની રાશિ દિગ્બલી થઈને નીચભંગ રાજયોગ બની રહ્યો છે આથી શુભ પરિણામ આપવાની ક્ષમતા રાહુ ચોક્કસ ધરાવે છે. 

આગામી ચૂંટણીમાં કેવી રહી શકે સ્થિતિ
હવે લોકસભા ચૂંટણી 2029માં આવવાની શક્યતા છે. જો આગામી ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2029ની ચૂંટણી વખતે રાહુલ ગાંધીની રાહુ દશામાં બુધની અંતર્દશા ચાલુ હશે. જેમાં બુધ દ્વાદશેશ થઈને અષ્ટમ ભાવમાં બેસીને વિપરીત રાજયોગનું નિર્માણ કરે છે. અષ્ટમ ભાવ અચાનક, આશ્ચર્યજનક પરિણામ આપવા માટે જાણીતો છે. એટલે કે બધાને એમ લાગે કે કામ થવું નક્કી જ છે અને ત્યારે જ કામ બગડી જાય કે પછી જ્યારે બધાને એમ લાગે કે આ કામ થવું શક્ય જ નથી અને તે કામ અચાનક પાર પડી જાય. ત્યારે અષ્ટમ ભાવમાં બેઠેલો બુધ, જે ભાગ્ય  ભાવનો સ્વામી છે, તે રાહુલ ગાંધીને અત્યાર સુધીની સ્થિતિની સરખામણીમાં સૌથી વધુ મજબૂતી સાથે પીએમ પદના દાવેદાર બનાવશે. પરંતુ શનિ અને સૂર્ય મંગળની વચ્ચે પાપ કર્તરી યોગમાં બેસવું અને  ભાગ્ય ભાવના સ્વામી થઈને અષ્ટમ ભાવમાં બેસવું એ એક એવી નબળાઈ છે જે કદાચ જ તેઓ દૂર કરી શકે. આવામાં એવી આશંકા પણ છે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ન બને અથવા તો બની જાય તો પણ બહુ ઓછા સમય માટે તેઓ પીએમ બને, જે પાંચ વર્ષનો કાર્યકાળ કોઈ કારણસર  પૂરો કરી શકે નહીં. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી માધ્યમના અહેવાલ, જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news