3 મહિના સુધી છપ્પરફાડ પૈસાનો વરસાદ કરશે દેવગુરૂ બૃહસ્પતિ, રાતોરાત ચમકી જશે આ જાતકોનું ભાગ્ય

Guru Gochar Rashifal: જ્યોતિષીય ગણનાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં દેવગુરૂ બૃહસ્પતિ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યાં છે અને ત્રણ મહિના સુધી એક નક્ષત્રમાં રહેશે. જેનાથી કેટલાક જાતકોને જોરદાર લાભ થશે. 
 

3 મહિના સુધી છપ્પરફાડ પૈસાનો વરસાદ કરશે દેવગુરૂ બૃહસ્પતિ, રાતોરાત ચમકી જશે આ જાતકોનું ભાગ્ય

Guru Gochar August 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો શુભ-અશુભ પ્રભાવ મેષથી લઈને મીન સુધી 12 રાશિઓ પર પણ થાય છે. દૃક પંચાગ અનુસાર સુખ-સૌભાગ્ય, સમૃદ્ધિના દાતા ગુરૂ 20 ઓગસ્ટ 2024ના રોહિણી નક્ષત્રમાંથી નિકળી મૃહશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આગામી ત્રણ મહિના એટલે કે 24 નવેમ્બર 2024ના બપોરે 1 કલાક 10 મિનિટ સુધી મૃગશિરા નક્ષત્રમાં જ રહેશે. જેની અસર દરેક રાશિઓ પર થશે. જ્યોતિષીય ગણનાઓ અનુસાર ગુરૂનું નક્ષત્ર પરિવર્તન કેટલાક જાતકો માટે લાભકારી સાબિત થશે. આ દરમિયાન તેના અટવાયેલા કામ થશે. ધન-સંપત્તિમાં વધારો થવાનો યોગ બનશે. આવો  જાણીએ ગુરૂના ગોચરથી કયાં જાતકોનું ભાગ્ય ચમકશે.

વૃષભ રાશિ
ગુરૂનું ગોચર લાભકારી સાબિત થશે.
પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.
નોકરી કરનાર જાતકોને પ્રગતિની તક મળશે.
સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે.

સિંહ રાશિ
ગુરૂના ગોચરથી કરિયરની મુશ્કેલી દૂર થશે.
નોકરી-કારોબારમાં પ્રગતિનો યોગ બનશે.
લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલી દૂર થશે.
કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.
આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે.

ધન રાશિ
ગુરૂનું ગોચર ધન રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે.
આવનારા ત્રણ મહિના તમારા માટે શુભ સાબિત થશે.
ધન, સુખ-સંપત્તિમાં વૃદ્ધિનો યોગ બનશે.
પારિવારિક જીવનમાં સુખ-શાંતિ બનેલી રહેશે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news