Interesting Fact: ઘર અને દુકાનની બહાર કેમ લટકાવવામાં આવે છે લીંબુ-મરચા? વાસ્તુશાસ્ત્રમાં પણ છે મહત્વ
તમે જોયું હશે કે અનેક લોકો પોતાની દુકાન, વાહનો અને ઘરના દરવાજા બહાર લીંબુ અને મરચા લટકાવીને રાખે છે. જો તમે પણ એમ કરતા હોવ તો ખાસ વાંચો.
Trending Photos
Nimbu Mirch: તમે જોયું હશે કે અનેક લોકો પોતાની દુકાન, વાહનો અને ઘરના દરવાજા બહાર લીંબુ અને મરચા લટકાવીને રાખે છે. કેટલાક લોકો તેને અંધવિશ્વાસ પણ કહે છે તો કેટલાક લોકો આ પ્રથાઓને પોતાના વિકાસ અને પરેશાનીઓથી બચવા માટે અપનાવે પણ છે અને કેટલાક લોકો પોતાના દુકાનના દરવાજા પર તો કેટલાક લોકો પોતાના નવા બની રહેલા ઘરના દરવાજા પર ખરાબ તાકાતોથી બચવા માટે લગાવે છે.
ખરાબ નજરથી બચાવે છે!
એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. જાણકાર જણાવે છે કે લીંબુનું ખાટ્ટાપણું અને મરચાનું તીખાપણું ખરાબ નજરના પ્રભાવને ઓછો કરે છે. પરંતુ શું તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ તમને ખબર છે?
આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
જાણો તેની પાછળનું કારણ
લીંબુ મરચાને દરવાજા પાછળ લટકાવવામાં એક વૈજ્ઞાનિક કારણ પણ સંતાયેલું છે. વાત જાણે એમ છે કે જ્યારે આપણે મરચા, લીંબુ જેવી ચીજો જોઈએ છીએ તો મનમાં તેનો સ્વાદ મહેસૂસ કરવા લાગીએ છીએ. જેના કારણે વધુ સમય સુધી તેને જોઈ શકતા નથી અને ત્યાંથી તરત જ પોતાનું ધ્યાન હટાવી લઈએ છીએ.
સ્વાસ્થ્યની પણ કરે છે રક્ષા
આ ઉપરાંત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો બંને લીંબુ અને મરચા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે અને તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો લીંબુ વધુ ખાટ્ટુ અને મરચું વધુ તીખુ હોય છે અને જ્યારે તે પ્રવેશ દ્વાર પર હોય છે તો તેની તીવ્ર ગંધથી મચ્છર, માખી વગેરે પ્રવેશ કરતા નથી અને તે વાતાવરણ પણ શુદ્ધ કરે છે અને તે આપણા સ્વાસ્થ્યની પણ રક્ષા કરે છે.
વાસ્તુશાસ્ત્રમાં પણ છે મહત્વ
લીંબુ મરચામાં કીટનાશક ગુણ હોય છે. જેને લટકાવવાથી ત્યાંનું વાતાવરણ શુદ્ધ રહે છે. જ્યાં લીંબુનું ઝાડ હોય છે તેની આસપાસના સ્થાન એકદમ શુદ્ધ હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જે પણ ઘરમાં લીંબુનું ઝાડ હોય છે તે ઘર એકદમ શુદ્ધ માનવામાં આવે છે, લીંબુની અંદર નેગેટિવ એનર્જી નષ્ટ કરીને પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરવાની પણ ક્ષમતા હોય છે.
આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે