Guruvar Ke Upay: ધંધામાં હોય મંદી તો ગુરુવારે કરો આ અચૂક ઉપાય, રોકેટ ગતિથી વધશે ધંધો અને નફો

Guruvar Ke Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના વેપારમાં મંદી હોય અને સતત નુકસાન જઈ રહ્યું હોય તો તેને ગુરુવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આ ઉપાય અચૂક છે તેને ગુરુવારે કરવાથી ધંધો સારો ચાલવા લાગે છે.

Guruvar Ke Upay: ધંધામાં હોય મંદી તો ગુરુવારે કરો આ અચૂક ઉપાય, રોકેટ ગતિથી વધશે ધંધો અને નફો

Guruvar Ke Upay: જ્યોતિષશાસ્ત્રમાં દેવ ગુરુ બૃહસ્પતિને જ્ઞાન અને ધનનો કારક ગ્રહ કહેવાય છે. કુંડલીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ નોકરી અને વેપારમાં ઈચ્છા મુજબ સફળતા પ્રાપ્ત કરે છે. પરંતુ જો ગુરુ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને જીવનમાં કારકિર્દીમાં તેમજ જીવનમાં ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી જ જો ગુરુ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા ઉપાય કરવાની સલાહ આપવામાં આવે છે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના વેપારમાં મંદી હોય અને સતત નુકસાન જઈ રહ્યું હોય તો તેને ગુરુવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આ ઉપાય અચૂક છે તેને ગુરુવારે કરવાથી ધંધો સારો ચાલવા લાગે છે.

ગુરુવારના અચૂક ઉપાય

- જે લોકો પોતાના વેપાર ધંધાને આગળ વધારવા માંગે છે તેમણે ગુરુવારે વિધિપૂર્વક લક્ષ્મી નારાયણની પૂજા કરવી જોઈએ. તેમણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને એકાક્ષી નારિયેળ અર્પણ કરવું. 

- જો જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય તો ગુરુવારના દિવસે સ્નાન કર્યા પછી કાચા દૂધમાં કેસર મિક્સ કરીને દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી તમારા ઘર ઉપર ભગવાન વિષ્ણુની કૃપા વરશે છે.

- જો તમે તમારી કારકિર્દીમાં આગળ વધવા માંગો છો તો ગુરુવારના દિવસે વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરો સાથે જ ગુરુ કવચ નો પાઠ કરો આ ઉપાય ઓછામાં ઓછા 16 ગુરુવાર સુધી કરો. તમે અનુભવશો કે તમારી કારકિર્દી રોકેટ ગતિથી આગળ વધી રહી છે.

- જો કોઈ વ્યક્તિના લગ્નમાં બાધા આવતી હોય તો ગુરુવારે સ્નાન કર્યા પછી પાણીમાં હળદર ઉમેરી કેળાના ઝાડમાં પાણી ચઢાવો. સાથે જ ગુરુ ના બીજ મંત્ર નો જાપ કરો. દર ગુરુવારે આ ઉપાય કરવાથી ઝડપથી લગ્નના યોગ બને છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news