Kalsarp Dosh: શું તમને પણ કાલસર્પ દોષનું દુઃખ છે? આ ઉપાય કરવાથી તકલીફો થશે દૂર
Trending Photos
Kalsarp Dosha: આચાર્ય અનુપમ જૌલીના જણાવ્યાનુસાર મહાશિવરાત્રિ પર કરવામાં આવેલા ઉપાયોનું અનેકગણુ ફળ મળે છે. આ ઉપાયોથી ભક્તને કાલસર્પ દોશમાંથીપણ મુક્તિ મળે છે. આ વર્ષે શિવરાત્રિ 18 ફેર્બુઆરી 2023નાં રોજ આવે છે. આ દિવસે શનિ પ્રદોષ તથા સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. એવામાં કેટલાક ઉપાયો કરીને અશુભ પ્રભાવોને શુભ પ્રભાવમાં ફેરવી શકાય છે. મહાશિવરાત્રિ પર કેટલાક ઉપાયો અજમાવીને કાલસર્પના દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે. આ પ્રયોગોથી અશુભ પ્રભાવોને શુભ પ્રભાવમાં ફેરવી શકાય છે. જાણો વિગતવાર માહિતી.
શિવરાત્રિ ભગવાન ભોલેનાથની આરાધના કરવાનું પર્વ છે. હિન્દુ પંચાગ અનુસાર ફાગણ મહિનામાં આવતી શિવરાત્રિને મહા શિલરાત્રિ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા પાર્વતી અને મહાદેવના વિવાહ થયા હતા. એટલા માટે આ દિવસનું વિશ્ષ મહાત્મય છે. આચાર્ય અનુપમ જૌલીના જણાવ્યાનુસાર મહાશિવરાત્રિ પર કરવામાં આવેલા ઉપાયોનું અનેકગણુ ફળ મળે છે. આ ઉપાયોથી ભક્તને કાલસર્પ દોશમાંથીપણ મુક્તિ મળે છે. આ વર્ષે શિવરાત્રિ 18 ફેર્બુઆરી 2023નાં રોજ આવે છે. આ દિવસે શનિ પ્રદોષ તથા સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. એવામાં કેટલાક ઉપાયો કરીને અશુભ પ્રભાવોને શુભ પ્રભાવમાં ફેરવી શકાય છે.
મહાશિવરાત્રિએ આ ઉપાય કરવાથી કાલસર્પ દોષ દૂર થાય છે-
1) મહાશિવરાત્રિ પર રુદ્રાભિષેક કરીને મહાદેવની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી કાલસર્પ દોષનાં તમામ દુષ્ટ પ્રભાવોમાંથી છૂટકારો મળે છે.
2) જો આ દિવસે ઉજ્જૈનનાં મહાકાલેશ્વર અથવા નાસિકનાં ત્ર્યંબકેશ્વર જ્યોર્તિલિંગ અથવા પ્રયાગરાજના તક્ષકેશ્વર મહાદેવના મંદિરમાં પૂજા કરવામાં આવે તો કાલસર્પ દોષ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે.
3) મહાશિવરાત્રિના દિવસે જો મહામૃત્યુંજય મંત્રનો 51 હજાર વખત જપ કરવામાં આવે તો પણ કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.
(નોંધઃ અહીં આપેલી જાણકારી જ્યોતિષ પર આધારિત છે તથા માત્ર માહિતી માટે આપવામાં આવેલી છે. ઝી 24 કલાક પુષ્ટી નથી કરતુ.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે