Holashtak 2024: હોળીના આઠ દિવસ પહેલાં લાગે છે હોળાષ્ટક, જાણો કયા શુભ કાર્ય પર લાગે છે પાબંધી
Holashtak Rules: ફાગણ મહિનાની પૂનમાના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. તેના ઠીક આઠ દિવસ પહેલાં હોળાષ્ટક બેસે છે. આ આઠ દિવસમાં કોઇપણ શુભ કામ કરતા નથી.
Trending Photos
Holashtak Importance: હિંદુ ધર્મમાં ઘણા વાર તહેવાર ઉજવામાં આવે છે. જેમાંથી હોળીનું ખૂબ મહત્વ છે. ફાગણ મહિનાની પૂનમના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. તેના ઠીક આઠ દિવસ પહેલાં હોળાષ્ટક બેસે છે. હોળાષ્ટક એટલે હોળીના આઠ દિવસ પહેલાંથી કોઇપણ પણ શુભ કામ કરવાની મનાઇ હોય છે. આ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ, નવો બિઝનેસ વગેરે શરૂઆત કરવામાં આવતી નથી.
SOU: વિંધ્યાચલ પર્વતમાળામાં ભોમિયા સાથે ડુંગરા ભમવા હોય તો બુક કરાવી દેજો સ્લોટ
IND Vs Pak Match ની ટિકીટનો ભાવ 1.86 કરોડ પહોંચ્યો, વેચાઇ જશે બાપ-દાદાની સેવિંગ
એવું કહેવાય છે કે હોલાષ્ટકથી આઠ દિવસ અશુભ હોય છે. જો કે, આ સમય દરમિયાન જાપ, તપ અને ભગવાનની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. આ વખતે હોળાષ્ટક 17 માર્ચથી શરૂ થઈ રહ્યું છે અને 24 માર્ચે હોલિકા દહનના દિવસે સમાપ્ત થશે. બીજા દિવસે 25 માર્ચે હોળી રમવામાં આવશે. હોલાષ્ટક દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના કેટલાક નિયમો સમજાવવામાં આવ્યા છે.
Grahan 2024: 15 દિવસમાં સર્જાશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, પલટી મારશે આ રાશિઓનું ભાગ્ય
મિનિમમ પેમેન્ટને લઇને લાઉન્ઝ એક્સેસ સુધી, બદલાઇ ગયા આ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમો
આવો જાણીએ કે હોળાષ્ટક દરમિયાન શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ
હોળાષ્ટક પર શું કરવું
હોળાષ્ટકનો સમય જાપ અને તપનો સમય છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.
હોળાષ્ટક દરમિયાન ભગવાન શિવની દરરોજ પૂજા કરવી જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી પણ લાભ થાય છે. તેનાથી જીવનમાં આવનાર સંકટ ટળી જાય છે.
શું તમને પણ વારંવાર સપનામાં દેખાય છે સાપ, આ પ્રકારનું સપનું આપે છે ખરાબ ઘટનાના સંકેત
આંખ ઉખડતાં જ તમને પીવા જોઇએ છે ચા-કોફી, આ ટેવ શરીર માટે સાબિત થશે હાનિકારક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળાષ્ટક દરમિયાન ખાસ કરીને બાળકો સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ. પૌરાણિક માન્યતાઓ અનુસાર, હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુના મહાન ભક્ત પ્રહલાદને તેના પિતા હિરણ્યકશ્યપ દ્વારા ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે હિરણ્યકશિપુએ તેને સાત દિવસ સુધી ત્રાસ આપ્યો.
Maruti ની બાદશાહત યથાવત, ફેબ્રુઆરીમાં પણ ટપોટપ વેચાઇ કાર, ડિમાંડમાં રહી SUVs
Top 5 Car Brands in India: આ છે દેશની TOP -5 CAR કંપનીઓ, ત્રીજા નંબર પર TATA, મહિંદ્રા પણ યાદીમાં સામેલ
હોળાષ્ટક પર શું ન કરવું
- હોલાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું. આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય કરવાથી સફળતા મળતી નથી અને પાછળથી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
- હોળાષ્ટક દરમિયાન નવું મકાન, મિલકત, કાર વગેરે ન તો ખરીદવું જોઈએ કે ન વેચવું જોઈએ.
- હોળાષ્ટક દરમિયાન કોઈ પણ નવા વ્યવસાય કે નોકરીમાં જોડાવું ન જોઈએ.
ભક્તો ખાસ જાણી લે આ વાત, ભગવાન શિવને બદલે શિવલિંગની પૂજા કેમ કરાય છે? અહીં જાણો કારણ
દેવોના દેવ મહાદેવને પસંદ નથી આ ફળ, અર્પણ કરશો તો આખા પરિવારે ભોગવવું પડશે ખરાબ ફળ
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
શું તમે પણ કરો આ 5 સરકારી સેવિંગ સ્કીમમાં રોકાણ? રિટર્ન મળશે પણ ટેક્સ બેનિફિટ નહી
આ અનોખો પથ્થર રાખીને મહિલાઓ સૂઇ જાય તો થઇ જશે પ્રેગ્નેંટ, બર્થિંગ સ્ટોન્સ પર સરકારે લગાવ્યો છે પ્રતિબંધ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે