હરતાલિકા તીજ એટલે કે કેવડા ત્રીજ પર 14 વર્ષ બાદ બની રહ્યો છે વિશિષ્ટ સંયોગ, જાણો શું છે સંયોગ અને તેનું મહત્વ
મનવાંછિત વર અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત કરે છે. આ દિવસે સૌભાગ્વતી મહિલાઓ પતિના દુર્ધાયુ માટે તથા કુંવારિકાઓ મનગમતો વર મેળવવા માટે નિર્જલા વ્રત રાખે છે. આ દિવસે માતા પાર્વતી અને શિવજીની પૂજા કરવામાં આવે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ મનવાંછિત વર અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત કરે છે. આ દિવસે સૌભાગ્વતી મહિલાઓ પતિના દુર્ધાયુ માટે તથા કુંવારિકાઓ મનગમતો વર મેળવવા માટે નિર્જલા વ્રત રાખે છે. આ દિવસે માતા પાર્વતી અને શિવજીની પૂજા કરવામાં આવે છે. કેવડા ત્રીજનું વ્રત ભાદરવા સુદ ત્રીજનાં દિવસે રાખવામાં આવે છે. આ વર્ષે કેવડા ત્રીજ 9 સપ્ટેમ્બરે, ગુરુવારના દિવસે છે. જ્યોતિષાચાર્યો અનુસાર આ વર્ષે કેવડા ત્રીજે એક અદ્ભૂત સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સંયોગ 14 વર્ષ બાદ થયુ છે.
કેવડા ત્રીજ પર અદ્ભૂત સંયોગ:
કેવડા ત્રીજની તિથિ 9 સપ્ટેમ્બરે રાતનાં 02:34 વાગ્યાથી શરૂ થશે, જે 10 સપ્ટેમ્બરે રાતનાં 12:18 વાગ્યા સુધી ચાલશે. આ સાથે જ આ દિવસે ચિત્રા નક્ષત્ર અને રવિયોગ બની રહ્યો છે. જે અત્યંત શુભ અને લાભદાયી છે. જ્યોતિષાચાર્યો અનુસાર આ સંયોગનું નિર્માણ કેવડા ત્રીજ પર 14 વર્ષ બાદ બની રહ્યું છે. ચિત્રા નક્ષત્રમાં રવિ યોગ વિશેષ લાભકારી સંયોગ છે.
રવિયોગમાં પૂજાનું છે ખાસ મહત્વ:
જ્યોતિશાસ્ત્રોમાં રવિ યોગનું વિશેષ સ્થાન છે. રવિયોગ પર સૂર્યનો પ્રભાવ થવાના કારણે તેને જ્યોતિષમાં ખૂબ જ પ્રભાવશાળી અને શુભ યોગ માનવામાં આવે છે. આ યોગમાં કરેલુ કોઈપણ કાર્ય અનિષ્ટ કે અશુભ ફળ નથી આપતુ. રવિયોગમાં કરેલા જપ, તપ અને પૂજન શુભકારી અને ફળદાયી હોય છે. કેવડા ત્રીજમાં શિવ-પાર્વતીની પૂજા કરવામાં આવે છે. હંમેશા ગળામાં સર્પ અને શરીર પર ભસ્મ લગાવી રાખતા મહાદેવજીને માત્ર આ જ દિવસે કેવડો અને કંકુ ચઢાવવામાં આવે છે. વ્રત રાખનાર સ્ત્રીઓ કેવડો સૂંઘીને ફળ કે દૂધની વસ્તુ ખાય છે. રાત્રે જાગરણ કરવામાં આવે છે. કહેવાય છે કે, શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવાથી જેવી રીતે સતીને શિવ મળ્યા તેવી રીતે કુંવારી છોકરીઓને મનગમતો વર મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે