16 વર્ષ ચાલે છે ગુરૂની મહાદશા, વ્યક્તિને મળે છે અપાર ધન અને યશ, પદ-પ્રતિષ્ઠાની થાય છે પ્રાપ્તિ

Guru Mahadasha: વૈદિક જ્યોતિષ અનુસાર ગુરૂ ગ્રહની મહાદશા 16 વર્ષની હોય છે. કુંડળીમાં ગુરૂ શુભ સ્થિત હોય તો વ્યક્તિને જીવનમાં તમામ સુખ-સુવિધાની પ્રાપ્તિ થાય છે. 
 

16 વર્ષ ચાલે છે ગુરૂની મહાદશા, વ્યક્તિને મળે છે અપાર ધન અને યશ, પદ-પ્રતિષ્ઠાની થાય છે પ્રાપ્તિ

Guru Mahadasha Effect: જ્યોતિષ શાસ્ત્રમાં 27 નક્ષત્ર, 12 રાશિઓ અને નવ ગ્રહોનો ઉલ્લેખ મળે છે. વ્યક્તિએ નવ ગ્રહોની મહાદશામાંથી પસાર થવું પડે છે. તો દશામાં વ્યક્તિને કેવું ફળ મળશે, તે એ વાત પર નિર્ભર કરે છે કે તેની જન્મકુંડળીમાં તે ગ્રહ કઈ સ્થિતિમાં બિરાજમાન છે. તેવામાં અહીં અમે વાત કરી રહ્યાં છીએ દેવતાઓના ગુરૂ બૃહસ્પતિની મહાદશા વિશે, જેની અસર 16 વર્ષ સુધી વ્યક્તિ પર રહે છે. જો જન્મપત્રીમાં ગુરૂ ગ્રહ સકારાત્મક એટલે કે ઉચ્ચ સ્થાને બિરાજમાન છે તો વ્યક્તિને જીવનમાં તમામ સુખની પ્રાપ્તિ થાય છે. સાથે તેના પ્રભાવથી વ્યક્તિને પદ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે સાથે આ વ્યક્તિ આસ્તિક અને દૂરદર્શી હોય છે. આ લોકોની ધર્મ-કર્મના કામોમાં ખુબ રૂચિ હોય છે. આવો જાણીએ ગુરૂની મહાદશાનો જીવનમાં પ્રભાવ અને લાભ...

ગુરૂની મહાદશાનો જીવનમાં પ્રભાવ

જો કુંડળીમાં ગુરૂ ગ્રહ શુભ હોય તો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં ગુરૂ બૃહસ્પતિ સકારાત્મક એટલે કે ઉચ્ચ સ્થિતિમાં હોય તો વ્યક્તિને જીવનમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. સાથે વ્યક્તિ જીવનમાં ખુબ ભણે-ગણે છે. તે વિચારક હોય છે. સાથે નવા-નવા વિષયોને વાંચવામાં રસ ધરાવે છે. આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી રહે છે. તે આશાવાદી અને ભગવાનમાં આસ્થા રાખનાર હોય છે. તે જ્ઞાનિ અને ઈમાનદાર હોય છે. 

તો ગુરૂ કુંડળીમાં શુભ હોવાથી વ્યક્તિ જ્યોતિષ, આધ્યાત્મ, કથાવાચક અને વિચારકના ક્ષેત્રમાં ખુબ નામના મેળવે છે. જો કોઈ વ્યક્તિ પર ગુરૂ ગ્રહની મહાદશા ચાલી રહી છે તો વ્યક્તિને આ વસ્તુથી સંબંધિત ફળ પ્રાપ્ત થાય છે. 

જો કુંડળીમાં ગુરૂ બૃહસ્પતિ અશુભ હોય તો
જો કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં ગુરૂ બૃહસ્પતિ નેગેટિવ સ્થિત હોય તો વ્યક્તિનું મન વિચલિત રહે છે. સાથે આ વ્યક્તિ નાસ્તિક હોય છે અને ધર્મના કાર્ય એટલે કે પૂજા-પાઠમાં તેનું મન લાગતું નથી. સાથે આ વ્યક્તિએ કાર્યક્ષેત્રમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તે પોતાનું કાર્યક્ષેત્ર ઘણીવાર બદલે છે. તો ગુરૂ ગ્રહના અશુભ થવાથી વ્યક્તિને પેટ સંબંધિત રોગ, અપચો, પેટમાં દુખાવો, એસિડિટી, નબળું પાચનતંત્ર, કેન્સર જેવી બીમારી થઈ શકે છે. સાથે ગુરૂ ગ્રહના અશુભ સ્થિત હોવાને કારણે વ્યક્તિના લગ્નમાં વિઘ્ન આવે છે. સાથે સંતાન થવામાં મુશ્કેલીને સામનો કરવો પડે છે. સાથે ગુરૂ કુંડળીમાં અશુભ હોવાથી લગ્ન જીવનમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news