Guru Gochar 2023: મંગળની રાશિ મેષમાં ગુરૂનું 12 વર્ષ બાદ ગોચર, આ જાતકોને વર્ષભર થશે ફાયદો
ગુરૂનો મેષ રાશિમાં પ્રવેશ ઘણી રાશિઓ માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. જાણો ગુરૂ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે.
Trending Photos
નવી દિલ્હીઃ Guru Rashi Parivartan2023 Effect: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ ગ્રહનું રાશિ પરિવર્તન દરેક 12 રાશિઓ પર પ્રભાવ પાડે છે. 22 એપ્રિલે ગુરૂ મીન રાશિમાંથી નિકળી મંગળ ગ્રહની રાશિ મેષમાં પ્રવેશ કરશે. દેવગુરૂ ગુરૂનું ગોચર મેષ રાશિમાં 12 વર્ષ બાદ થઈ રહ્યું છે. તેથી મેષ રાશિમાં ગુરૂ ગ્રહ ગોચર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ગુરૂ ગોચરથી કેટલીક રાશિના કરિયરની સાથે અચાનક ધન લાભનો યોગ બનશે. જાણો ગુરૂ ગોચરની લકી રાશિઓ..
1. મેષ રાશિઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ ગ્રહનું ગોચર મેષ રાશિમાં થવા જઈ રહ્યું છે. તેથી ગુરૂ ગ્રહનો સૌથી વધુ શુભ પ્રભાવ તમને મળશે. ગુરૂ તમારી રાશિના લગ્ન ભાવમાં પ્રવેશ કરશે. આ સમયમાં તમને કાર્યસ્થળ પર પ્રશંસા મળી શકે છે. નોકરી કરનાર જાતકોને નોકરીની નવી તક મળશે. વેપારીઓને લાભ થશે.
2. કર્ક રાશિઃ ગુરૂ ગોચર તમારી રાશિના કર્મ ભાવમાં થશે. જેને કાર્યક્ષેત્ર કે નોકરીનો ભાવ માનવામાં આવ્યો છે. ગુરૂ ગોચર કાળમાં રોજગાર શોધી રહેલાં જાતકોને સારા સમાચાર મળી શકે છે. આર્થિક મોર્ચે લાભ થશે. વેપારીઓને પણ લાભ થશે. આ સમયમાં તમારી આવકમાં વધારો થઈ શકે છે.
3. મીન રાશિઃ મીન રાશિના જાતકો માટે ગુરૂ રાશિ પરિવર્તન લાભકારી રહેવાનું છે. ગુરૂ ગોચર તમારી રાશિના બીજા ભાવમાં થઈ રહ્યું છે. જેને ધન કે વાણીનો ભાવ કહેવામાં આવે છે. ગુરૂ ગોચર કાળમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને શુભ સમાચાર મળી શકે છે. અટવાયેલું ધન પરત મળી શકે છે.
( આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે