સંકટમાં દ્વારિકા નગરી! વાવાઝોડાને કારણે આ દિવસે બંધ રહેશે જગવિખ્યાત દ્વારકા મંદિર

Dwarka Temple : બિપરજોય વાવાઝોડાની અસરને કારણે દ્વારકાનો દરિયો બન્યો તોફાની...ગોમતી ઘાટ પર દરિયાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ...ઉછળ્યા 15થી 20 ફુટ ઊંચા મોજા.... આવતીકાલે દ્વારકા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો 

સંકટમાં દ્વારિકા નગરી! વાવાઝોડાને કારણે આ દિવસે બંધ રહેશે જગવિખ્યાત દ્વારકા મંદિર

Gujarat Weather Forecast : બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે સંકટ મંડરાઈ રહ્યું છે. આવતીકાલે 15 જુને સાંજે વાવાઝોડું ત્રાટકશે. જેની સીધી અસર સૌરાષ્ટ્ર અને કચ્છ કાંઠે જોવા મળશે. આવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક જગવિખ્યાત મંદિરો આવેલા છે. હાલ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 10 થી 15 ફૂટ મોજા ઉછળી રહ્યાં છે. ગોમતી ઘાટ પર દરિયાના પાણી ઘૂસ્યા છે. ત્યારે આવતીકાલે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાનું હોઈ દ્વારકાધીશ મંદિર બંધ રાખવામાં આવનાર છે. વાવાઝોડાને પગલે આ નિર્ણય લેવાયો છે. SDM પાર્થ તલસાણીયા દ્વારા આ જાહેરાત કરાઈ છે કે, વાવાઝોડાને લઈને આવતીકાલે દ્વારકા મંદિર બંધ રહેશે. 

ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી શ્રી દ્વારકાધીશ મંદિર આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. દ્વારકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ દ્વારકાધીશ મંદિર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી શ્રી દ્વારકાધીશ મંદિર આવતીકાલે તારીખ 15 જૂન ગુરુવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જોકે મંદિરમાં શ્રીજીની સેવા- પૂજાનો નિત્યક્રમ પરંપરા મુજબ પૂજારીઓ દ્વારા ચાલુ રહેશે. શ્રીજીના નિત્ય દર્શન માટે સંસ્થાની વેબસાઈટ www.dwarkadhish.org તથા સંસ્થાના અન્ય અધિકૃત સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ભક્તો દર્શન કરી શકશે. જેની સૌ ભાવિક ભક્તજનોને નોંધ લેવા જણાવ્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023

આવતીકાલે ધજા પણ નહિ ચઢાવાય
દ્વારકા પર હાલ વાવાઝોડાનું સૌથી મોટું સંકટ છે. ત્યારે દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયાએ પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી કે, વાવાઝોડાને લઈ આવતી કાલે 15 જુનના રોજ દર્શનાર્થીઓ માટે જગત મંદિર બંધ રહેશે. જોકે, મંદિરના પૂજારીઓ દ્વારા ભગવાન દ્વારકાધીશનો નિત્યક્રમ ચાલુ રહેશે. તેમજ વાવાઝોડાને કારણે આવતીકાલે જગત મંદિર ખાતે ધજા ચડાવશે નહિ. સ્થાનિક પ્રશાસન દ્વારકા પ્રવાસ આવતા લોકોને પ્રવાસ ટાળવા અપીલ કરી છે. 

પોરબંદર પરથી ખતરો ટળ્યો
વાવાઝોડું કચ્છ તરફ ફંટાતા હવે પોરબંદરમાં હાલ સંકટ ટળ્યું છે. ભારે પવન સિવાય હાલ કોઈ ચિંતાનું કારણ નથી. સવાર કરતા હાલ પોરબંદરનો દરિયો પણ ઓછો તોફાની છે. સવારની સરખામણીમાં કિનારેથી અંદર તરફ દરિયો જોવા મળી રહ્યો છે. પોરબંદર વિસ્તારમાં હાલ ક્યાંય વરસાદનું પ્રમાણ પણ નથી. પરિસ્થતિ બદલાતા પોરબંદર વહીવટી તંત્રે હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે. 

સોમનાથ મંદિર ન આવવા અપીલ કરાઈ
હાલ વાવાઝોડાનું સંકટ હોઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓને સોમનાથ ન આવવા અપીલ કરાઈ છે. બિપોરજોય વાવાઝોડાને લઈ શ્રી સોમનાથ ટ્રસ્ટની શ્રદ્ધાળુઓને સોમનાથ દર્શન માટે ન આવવા અપીલ કરી છે. વાવાઝોડાની અસરોથી યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સોમનાથ ટ્રસ્ટનું સચોટ આયોજન કરાયું છે. સમુદ્ર દર્શન પ્રોમોનેડ વોક-વે, સોમનાથનો લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ કરાયા છે. તેમજ ભારે પવન ન કારણે યાત્રીઓ માટે લગાવેલ પગોડા (ટેન્ટ), સાઈનેજીસ, હોર્ડિંગ, ઉતારી લેવામાં આવ્યા છે. જેથી કોઈ નુકસાની અને જાનહાનિ ન થાય. 

સોમનાથ ટ્રસ્ટ યાત્રીઓની સુરક્ષા અને સલામતી અંગે સતત કાળજી લઈ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના સતત માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા તમામ મોરચે પૂર્વ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમુદ્રપથ પ્રોમોનેડ (વોક-વે) બંધ કરવામાં આવ્યો છે. તેમજ શ્રી સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના તમામ ભવનોમાં અત્યારે રોકાયેલ યાત્રીઓને પરિસ્થિતિ થી અવગત કરી અનુસાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સોમનાથ મંદિર પરિસરની બહારના કલોક રૂમ, શું હાઉસ, ના બોર્ડ અને હોર્ડિંગ, સાઈનેજિસ ઉતારી લેવામાં આવ્યા છે, મંદિર પરિસરમાં બહારથી આંદર સુધી યાત્રીઓની સુવિધા માટે લગાવવામાં આવેલ પગોડા (ટેન્ટ), ભારે પવન ની શકયતાઓને કારણે અગાઉ જ ઉતારી લેવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં વરસાદના પાણીથી દર્શનાર્થી લપસે નહિ તેના માટે આર્ટિફિશ્યલ ગ્રાસ લગાવવામાં આવ્યા છે. ટ્રસ્ટની આપત્તિ વ્યવસ્થાપન કમિટી સતત કાર્યવાહીના અપડેટ લઈ રહી છે.

24 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું. જી હા, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક આવતીકાલે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે..અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે પરંતુ આગળ વધતા તેની ગતિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે..હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે ..જ્યારે આ ચક્રવાત ટકરાશે ત્યારે 125 થી 135 કિમીની ઝડપે પવન ફુંકાશે અને સાથે જ  કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે..કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ પડી શકે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news