ગુજરાતની આ વાવ પાસેથી જો કોઈ ગર્ભવતી મહિલા પસાર થાય તો મોટું પાપ ગણાય છે, માતાજી સપનામાં આપે છે સંકેત

sabarkantha step well : સાબરકાંઠાના ભિલોડા તાલુકામાં આ પૌરાણિક વાવ આવેલી છે... જ્યાં ગર્ભવતી મહિલાને ફરજિયાત બાધા પૂર્ણ કરવા આવવુ જ પડે છે 

ગુજરાતની આ વાવ પાસેથી જો કોઈ ગર્ભવતી મહિલા પસાર થાય તો મોટું પાપ ગણાય છે, માતાજી સપનામાં આપે છે સંકેત

Gujarat Temples : ગુજરાતમા માતાજીના અનેક પ્રસિદ્ધ ધામ આવેલા છે. અંબાજી, પાવાગઢ, ચોટીલા, માતાના મઢમાં ભક્તોનો બારેમાસ ધસારો રહે છે. આવામા આજે એવી એક વાવ વિશે જાણીશું, જ્યાં માતા બ્રહ્માણીનું મંદિર છે. 975 વર્ષ જૂની વાવ માટે એવી લોકવાયકા છે કે,  અહીંથી કોઈ ગર્ભવતી સ્ત્રી પસાર થાય તો ભલે સ્ત્રીને વાવ વિશે ખ્યાલ ન હોય તો પણ તેને પોતાના સંતાનની બાબરી(મુંડન) કરાવવા આવું પડે છે. અને સંતાનની બાબરી કરી બાધા પૂરી કરવી પડે છે.

આ વાવ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના મુનાઈ ગામમાં આવેલી છે. કહેવાય છે કે, મુન્ના વણઝારા નામના શખ્સને સપનામાં આ વાવ આવી હતી. જેથી તેમણે આ વાવ બંધાવી હતી. અહીં માતાજીનું સ્થાપના કરાવતા ગામનું નામ મુનાઈ પડ્યું હતું.

માતાજી સપનામાં આવીને ગર્ભવતી મહિલાને આપે છે સંકેત 
પરંતુ આ વાવનો એક વિચિત્ર નિયમ છે. જો કોઈ ગર્ભવતી સ્ત્રી મુનાઈના સીમાડામાંથી પસાર થાય તો ફરજિયાત બાધા પૂર્ણ કરવી પડે છે. આ ગામમાંથી કોઈ પણ સ્ત્રી ભલે પછી અજાણી સ્ત્રી હોય અહીંથી પસાર થાય અને સ્ત્રીને આ વાવ કે કોઈ માન્યતા વિશે ખબર ન હોય તો પણ અહીંથી પસાર થવાથી એ સ્ત્રીએ પોતાના સંતાનની જ્યારે પણ બાબરી કરવાની હોય ત્યારે એ બાબરી અહીં જ કરવા આવે છે.માતાજી જ સંતાન ની બાધા અહીં કરવા માટે ખેંચી લાવતા હોય તેવું માનવામાં આવે છે. જો બાધા લાગેલી હોય અને જો બાધા કરવાનું કોઈ મહિલા ભૂલી જાય તો પણ માતાજી એ મહિલાને કોઈપણ પ્રકારે સંકેત આપે છે. માતાજી જ સંતાનની બાધા અહીં કરવા માટે ખેંચી લાવતા હોય તેવું માનવામાં આવે છે.

No description available.

મહુડીની જેમ અહીનો પ્રસાદ બહાર લઈ જવાતો નથી
આ વાવના પ્રસાદનો નિયમ પણ મહુડી જેવો છે. આ સ્થાન પર માતાજીને ધરાવેલો પ્રસાદ પરિસરની બહાર લઇ જવાતો નથી. દર રવિવારે અને મંગળવારે લોકો બાબરીની બાધા પૂરી કરવા આવે છે. જ્યા માતાની ઘીના ડબ્બા ચઢાવવામાં આવે છે. જો દીકરાનો નજ્મ થયો હોય તો 5 કિલો શુદ્ધ ઘી અને દીકરીનો જન્મ થયો હોય તો 3 કિલો શુદ્ધ ઘીની સુખડીનો પ્રસાદ ધરાવાય છે. 

વાવના બાંધકામની ખાસિયત 
આ વાવનું બાંધકામ ખાસ પ્રકારનું છે. વાવ અંગ્રેજીના મૂળાક્ષર એલ આકારમાં બનાવવામાં આવી છે. મોટાભાગની વાવ સીધી આકારમાં બનાવેલી છે. પરંતુ આ વાવ વળાંક ધરાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news