Grah Gochar 2022 Labh: આગામી 20 દિવસ આ 4 રાશિના જાતકો માટે 'છપ્પર ફાડકે ધનવર્ષા'નો સમય, ગ્રહ ગોચર માલામાલ કરશે

Budh-Shukra Transit 2022: જ્યોતિષ મુજબ જ્યારે કોઈ ગ્રહ ગોચર કરે છે ત્યારે તેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડે છે. ડિસેમ્બરમાં બુધ અને શુક્ર ગ્રહે ધનુમાં પ્રવેશ કર્યો છે. તેનો શુભ પ્રભાવ કેટલીક રાશિના જાતકોના જીવન પર સારો પ્રભાવ પાડશે. કુંડળીમાં બુધ અને શુક્રના શુભ હોવા પર વ્યક્તિનું સૂતેલું ભાગ્ય જાગે છે.

Grah Gochar 2022 Labh: આગામી 20 દિવસ આ 4 રાશિના જાતકો માટે 'છપ્પર ફાડકે ધનવર્ષા'નો સમય, ગ્રહ ગોચર માલામાલ કરશે

Budh-Shukra Transit 2022: જ્યોતિષ મુજબ જ્યારે કોઈ ગ્રહ ગોચર કરે છે ત્યારે તેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડે છે. ડિસેમ્બરમાં બુધ અને શુક્ર ગ્રહે ધનુમાં પ્રવેશ કર્યો છે. તેનો શુભ પ્રભાવ કેટલીક રાશિના જાતકોના જીવન પર સારો પ્રભાવ પાડશે. કુંડળીમાં બુધ અને શુક્રના શુભ હોવા પર વ્યક્તિનું સૂતેલું ભાગ્ય જાગે છે. વર્ષના અંત સુધીમાં બુધ અને શુક્રની યુતિ બની રહેશે. આવામાં જાણો કઈ રાશિના જાતકોને લાભ થશે. 

ધનુ રાશિ
જ્યોતિષીઓના કહેવા પ્રમાણે આ રાશિના જાતકો માટે આ સમય કોઈ વરદાનથી કમ નથી. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. આ દરમિયાન વ્યક્તિના કાર્યોમાં સફળતાના યોગ બની રહ્યા છે. નોકરી અને વેપારમાં ધનલાભની શક્યતા છે. વર્ષના અંતમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ સફળતા મળશે અને શુભ ફળ મળશે. 

તુલા રાશિ
તુલા રાશિના જાતકોને પણ આ યુતિથી ખાસ લાભ થશે. શુભ ફળની પ્રાપ્તિ થશે. આ સમયગાળામાં નોકરી અને વેપારમાં સારી એવી પ્રગતિના યોગ ની રહ્યા છે. ધન લાભ પણ થશે. જે કાર્યની શરૂઆત કરશો તેમાં સફળતા મળશે. જીવનસાથીનો સાથ મળશે. એટલું જ નહીં પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરી શકશો. 

કન્યા રાશિ
જ્યોતિષીઓ મુજબ કન્યા રાશિના જાતકોને આ દરમિયાન કાર્યક્ષેત્રે ખુશખબરી મળી શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ  બનશે. એટલું જ નહીં મહિનાના અંતમાં કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે. ભાગ્ય પણ ભરપૂર સાથ આપશે. વર્ષના અંતિમ દિવસોમાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે. દાંપત્ય જીવન સુખમય બનશે. જે કાર્યમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

મેષ રાશિ
બુધ અને શુક્રના ધનુમાં બિરાજમાન થવાથી વર્ષના છેલ્લા 20 દિવસ કેટલાક જાતકો માટે વિશેષ ફળદાયી રહેશે. આ દરમિયાન નોકરી બદવાનો વિચાર શુભ ફળ આપશે. વેપારમાં ધનલાભ થવાની શક્યતા છે. વ્યક્તિને કાર્યોમાં સફળતા મળશે. એટલું જ નહીં આ દરમિયાન ધન લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે સમય પસાર કરવાની તક મળશે. આ સમયે દરેક જણ મદદ માટે તત્પર રહેશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news