Ganesh Idol: મુંબઈમાં અહીં બિરાજશે સૌથી ધનિક 'અમીર બાપ્પા', 400 કરોડનો વીમો, 69 કિલો સોનાથી થશે શણગાર

Mumbai Ganesh Idol: દેશભરમાં ગણપતિ મહોત્સવની (Ganesh Utsav) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને ગણેશ મહોત્સવ (Ganesh Utsav) ભારે લોકપ્રિય છે. મુંબઈના વડાલામાં કિંગ્સ સર્કલ પાસે જીએસબી સેવા મંડળે પણ બાપ્પાના આગમનની તૈયારીઓ કરી છે.
 

Ganesh Idol: મુંબઈમાં અહીં બિરાજશે સૌથી ધનિક 'અમીર બાપ્પા', 400 કરોડનો વીમો, 69 કિલો સોનાથી થશે શણગાર

Ganesh Utsav 2024: ગુજરાતમાં પણ ભારે ધૂમધામથી ગણેશ મહોત્સવ  (Ganesh Utsav) મનાવવામાં આવે છે.   દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી દેશભરમાં ગણેશ મહોત્સવની  (Ganesh Utsav) શરૂઆત થાય છે. આ વખતે ગણેશ મહોત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બરે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગણપતિ મહોત્સવ ખાસ કરીને મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. મુંબઈમાં ગણપતિની દરેક મૂર્તિ અદ્ભુત હોય છે. મુંબઈના GSB સેવા મંડળ દ્વારા સ્થાપિત બાપ્પાની પ્રતિમાની દર વર્ષે ઘણી ચર્ચામાં રહે છે. જ્યાં લાખો લોકો ઉમટે છે. 

તમને જણાવી દઈએ કે લાલબાગચા રાજા મુંબઈના રાજા છે, તેમની ખ્યાતિ આખી દુનિયામાં છે. પરંતુ, મુંબઈમાં એક અન્ય ગણપતિ છે, જે પોતાની સંપત્તિ, કરોડો રૂપિયાનો વીમો અને વિશેષ પૂજા વિધિ, પંડાલ, વ્યવસ્થા અને પરંપરાઓને કારણે ચર્ચામાં રહે છે. મુંબઈના વડાલામાં કિંગ્સ સર્કલ પાસે સ્થિત GSB સેવા મંડળના આ મહાગણપતિ છે. GSB એટલે ગૌર સારસ્વત બ્રાહ્મણ એટલે એમનો જ પંડાલ, એ જ રસોઈયા અને એ જ કાર્યકર્તા પણ છે.

અહીંના ગણપતિ સૌથી ધનિક 
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જીએસબી પંડાલમાં બાપ્પાની મૂર્તિને 66 કિલો સોના અને 295 કિલો ચાંદીથી શણગારવામાં આવી હતી. આ વખતે બાપ્પાની મૂર્તિને 69 કિલો સોનાના આભૂષણો અને લગભગ 336 કિલો ચાંદીના ઘરેણાંથી શણગારવામાં આવશે. આ વખતે ગણપતિ પંડાલનો 400.8 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. આ સાથે પંડાલને સંપૂર્ણ રીતે ફાયર પ્રુફ બનાવવામાં આવી રહ્યો છે. અને પ્રવેશ QR કોડ દ્વારા થશે. અહીં બાપ્પાના દર્શન 5 સપ્ટેમ્બરથી શરૂ થશે.

QR કોડ દ્વારા પ્રવેશ
GSB પંડાલમાં દર્શન કરવા માટે સૌપ્રથમ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી જ તમને QR કોડ મળશે. તેને સ્કેન કર્યા બાદ પંડાલમાં પ્રવેશ કરી શકાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંડાલમાં દરરોજ લગભગ 16 હજાર લોકો ભોજન કરી શકશે અને દરેક ભક્તને પ્રસાદની થેલી આપવામાં આવશે. ગત વર્ષે પંડાલમાં દરરોજ 20 હજાર લોકો આવ્યા હતા. બાપ્પાનો દરબાર સવારે 7 વાગ્યે ખુલશે અને 11 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 kalak આની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news