Gajkesari Yoga 2023: ગજકેસરી યોગના સંયોગના કારણે આજથી આ રાશિના લોકોને દરેક કાર્યમાં મળશે સફળતા, ચારેતરફથી થશે ધન લાભ
Gajkesari Yoga 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ રાશિ બદલે છે તો તેના કારણે શુભ અને અશુભ એમ બંને પ્રકારના યોગ સર્જાતા હોય છે. આવા શુભ યોગમાં ગજકેસરી રાજયોગને અત્યંત શુભ માનવામાં આવે છે. ગુરુ અને ચંદ્રની યુતિ સર્જાય ત્યારે પણ ગજકેસરી રાજયોગનું નિર્માણ થાય છે. આવા યોગનું નિર્માણ આજથી થયું છે.
Trending Photos
Gajkesari Yoga 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ રાશિ બદલે છે તો તેના કારણે શુભ અને અશુભ એમ બંને પ્રકારના યોગ સર્જાતા હોય છે. આવા શુભ યોગમાં ગજકેસરી રાજયોગને અત્યંત શુભ માનવામાં આવે છે. જે જાતની કુંડળીમાં ગજકેસરી રાજયોગ હોય તે ઊંચું પદ, ધન અને માનસન્માન પ્રાપ્ત કરે છે. આ સિવાય ગુરુ અને ચંદ્રની યુતિ સર્જાય ત્યારે પણ ગજકેસરી રાજયોગનું નિર્માણ થાય છે. આવા યોગનું નિર્માણ આજથી થયું છે. 17 મે 2023 અને બુધવારે ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે દેવગુરુ બૃહસ્પતિ સ્વરાશિ મીનમાં છે. તેવામાં ચંદ્રના મેષ રાશિમાં ગોચર થી ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે.
આ પણ વાંચો:
કેવી રીતે સર્જાય છે ગજકેસરી યોગ
જ્યારે ગુરુ અને ચંદ્રની યુતિ કોઈ રાશિમાં હોય છે તો ગજકેસરી રાજયોગ બને છે. તેનાથી કેટલીક રાશિના લોકોને અત્યંત લાભ થાય છે. જો કુંડલીમાં ગુરુ ચંદ્રના કેન્દ્ર ભાવમાં હોય ત્યારે પણ ગજકેસરી યોગ બને છે. તેના કારણે વ્યક્તિને જીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ રાશિના લોકોને થશે લાભ
મેષ
મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રનો સંયોગ સર્જાયો છે અને આ રાશિમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. મેષ રાશિના લોકોને ગજકેસરી રાજયોગ અપાર લાભ આપશે. આ લોકોને સંપત્તિ અને સમૃદ્ધિ મળશે. અટકેલા કામ પૂરા થશે. ધન મેળવવાના નવા રસ્તાઓ બનશે. તમારા કામની પ્રશંસા થશે. તમને પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. ધંધો સારો ચાલશે.
મિથુન
ગજકેસરી યોગ મિથુન રાશિના લોકોને ઘણો ફાયદો કરાવશે. આ લોકોને સમાજમાં માન-પ્રતિષ્ઠા મળશે. નોકરીમાં ઉચ્ચ પદ મેળવી શકે છે. તમને નવી નોકરી અથવા પ્રમોશન મળી શકે છે. આવકમાં વધારો થશે. વ્યાપારીઓ માટે આ સમય ઘણો લાભ આપનાર છે. અચાનક ગમે ત્યાંથી પૈસા મળી શકે છે.
તુલા
ગજકેસરી યોગ તુલા રાશિના લોકોને પણ સફળતા અને સંપત્તિ આપશે. વેપાર-નોકરીમાં પ્રગતિ થશે. તમે પ્રગતિના પંથે સતત આગળ વધશો. તમને અચાનક ક્યાંકથી પૈસા મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. પ્રવાસ પર જઈ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે