Navratri Totke: નવરાત્રિ દરમિયાન કરી લો લવિંગનો આ સરળ ઉપાય, થઈ જશો માલામાલ

Navratri Totke: નાનકડા લવિંગનો ઉપાય કરવાથી નવરાત્રી દરમિયાન માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. લવિંગ નો ઉપયોગ ઘણા જ્યોતિષીય ઉપાયમાં કરવામાં આવે છે. લવિંગ સંબંધિત આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

Navratri Totke: નવરાત્રિ દરમિયાન કરી લો લવિંગનો આ સરળ ઉપાય, થઈ જશો માલામાલ

Navratri Totke: 15 ઓક્ટોબર અને રવિવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ દિવસે ઘરમાં ઘટસ્થાપન કરવાની સાથે જ માતાજીની આરાધના શરૂ થઈ જાય છે. નવરાત્રીમાં કરેલા કેટલાક ઉપાયો ખૂબ જ કારગર માનવામાં આવે છે. આ ઉપાયો કરવાથી માતાની વિશેષ કૃપા વ્યક્તિ પર રહે છે. નવરાત્રી પર કરેલા કેટલાક ટોટકા ખૂબ જ અસરકારક હોય છે. જેમાં લવિંગનો ઉપાય ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.

નાનકડા લવિંગનો ઉપાય કરવાથી નવરાત્રી દરમિયાન માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. લવિંગ નો ઉપયોગ ઘણા જ્યોતિષીય ઉપાયમાં કરવામાં આવે છે. લવિંગ સંબંધિત આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો ચાલો તમને જણાવીએ નવરાત્રી દરમિયાન લવિંગના કયા ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓથી મુક્તિ મળે છે.

નવરાત્રી પર કરવાના લવિંગના ચમત્કારી ઉપાય

આ પણ વાંચો:

- રાહુ અને કેતુનો અશુભ પ્રભાવ દૂર કરવા માટે નવરાત્રીનો સમય સૌથી ઉત્તમ છે લવિંગના કેટલાક ટોટકા કરવાથી રાહુ અને કેતુના ખરાબ પ્રભાવને ઘટાડી શકાય છે. નવરાત્રિના દરેક દિવસે લવિંગનું દાન કરવું જોઈએ આ ઉપરાંત શિવલિંગને લવિંગ ચઢાવવા જોઈએ આમ કરવાથી કુંડળીનો રાહુ અને કેતુનો અશુભ પ્રભાવ દૂર થાય છે. 

- ઘણા લોકોના ઘરમાં સતત ક્લેશનું વાતાવરણ રહે છે આવી સ્થિતિ હોય તો એક પીળા કપડામાં બે લવિંગ રાખી અને તેની પોટલી બનાવી ઘરના એક ખૂણામાં ટાંકી દો. આમ કરવાથી ઘરમાંથી કલેશ દૂર થાય છે. જો તમે લવિંગને તિજોરીમાં રાખો છો તો ધનની ખામી થતી નથી. 

- દાંપત્ય જીવનમાં સમસ્યા હોય અને પતિનો પ્રેમ ન મળતો હોય તો નવરાત્રી દરમિયાન લાલ કપડામાં લવિંગ બાંધીને કોઈ વ્યક્તિને દાનમાં આપી દો અથવા તો મંદિરમાં મૂકી દો. આમ કરવાથી દાંપત્યજીવનમાં પ્રેમ વધે છે.

- અનેક પ્રયત્ન કર્યા છતાં પણ કામ પૂરું થતું ન હોય અને સફળતા મળતી ન હોય તો નવરાત્રીના દિવસોમાં હનુમાનજીની મૂર્તિ સામે ચમેલીના તેલનો દીવો કરો અને આ દીવામાં બે લવિંગ ઉમેરી દો ત્યાર પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો આમ કરવાથી અટકેલા કામ સફળતાથી પૂરા થશે.

- જો તમે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હોય તો નવરાત્રી દરમિયાન માતાજીને ગુલાબના ફૂલની સાથે બે લવિંગ પૂજામાં અર્પણ કરો. આ ઉપરાંત લાલ રંગના કપડામાં પાંચ લવિંગ અને પાંચ કોડી બાંધીને તિજોરીમાં મૂકી દો આમ કરવાથી ઘર ઉપર માતા લક્ષ્મીની હંમેશા કૃપા બની રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news