Budhwar Upay: બુધવારે ભુલથી પણ ન કરતા આ 7 કામ, નોકરી અને વેપારમાં થતી પ્રગતિ લાભ અટકી જાશે

Budhwar Upay:શાસ્ત્રોમાં કેટલાક એવા કામ પણ જણાવવામાં આવ્યા છે જેને બુધવારના દિવસે કરવા નહીં. આ કાર્યો બુધવારે કરવાથી જીવનમાં દરિદ્રતા આવે છે અને સાથે જ નોકરી તેમજ વેપારમાં થતી પ્રગતિ પણ અટકી જાય છે. 

Budhwar Upay: બુધવારે ભુલથી પણ ન કરતા આ 7 કામ, નોકરી અને વેપારમાં થતી પ્રગતિ લાભ અટકી જાશે

Budhwar Upay: બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય દેવ ગણેશજીને સમર્પિત હોય છે. આ દિવસે લોકો વ્રત પણ કરે છે અને ભગવાન ગણેશની પૂજા પણ કરે છે. ભગવાન ગણેશને ભક્તો વિઘ્નહર્તા પણ કહેવાય છે. બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. પૂજા-પાઠ અને વ્રત કરવા ઉપરાંત બુધવારના દિવસે ભગવાન ગણપતિને પ્રસન્ન કરવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. 

શાસ્ત્રોમાં કેટલાક એવા કામ પણ જણાવવામાં આવ્યા છે જેને બુધવારના દિવસે કરવા નહીં. આ કાર્યો બુધવારે કરવાથી જીવનમાં દરિદ્રતા આવે છે અને સાથે જ નોકરી તેમજ વેપારમાં થતી પ્રગતિ પણ અટકી જાય છે. 

બુધવારે ન કરવી આ ભૂલ 

- બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને બુધ ગ્રહને સમર્પિત છે. બુધ ગ્રહ બુદ્ધિ અને વાણીનો કારક ગ્રહ છે. તેથી આ દિવસે વાણી પર નિયંત્રણ રાખવું અને કોઈપણ વ્યક્તિને અપશબ્દ કહેવા નહીં. 

- બુધવારના દિવસે ધન સંબંધિત લેતી દેતી પણ કરવી નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે કોઈને ઉધાર આપવું પણ નહીં અને આ દિવસે ઉધારી કરવી પણ નહીં. 

- બુધવારના દિવસે પશ્ચિમ દિશા તરફ યાત્રા પણ કરવી નહીં. આ દિવસે પશ્ચિમ દિશા તરફ યાત્રા કરવી અશુભ ગણાય છે. 

- બુધવારના દિવસે કાળા રંગના કપડાં પહેરવાની પણ મનાઈ હોય છે. બુધવારે કાળા કપડા પહેરવાથી દાંપત્ય જીવન પર ખરાબ અસર થાય છે અને પતિ પત્નીના સંબંધ બગડે છે. 

- બુધવારના દિવસે જો કોઈ ગરીબ વ્યક્તિ કે ગાય ઘરના આંગણે આવે તો તેને ખાલી પેટ ઘરેથી ભગાડવા નહીં. ગાયને બુધવારે લીલુ ઘાસ ખવડાવવું અને ભૂખ્યાને ભોજન કરાવી દેવું. 

- બુધવારે જો કિન્નર મળે તો તેને યથાશક્તિ દાન કરો. તેમના આશીર્વાદથી જીવનના કષ્ટ દુર થઈ જાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news