નાગ પંચમી પર આ નાગ મંદિરોના દર્શન કરશો તો થઈ જશે બેડોપાર! ધોવાઈ જશે બધા પાપ

Nag Panchami 2023: નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવતી હોય છે. આજના દિવસે જો તમે નાગ દેવતાના દર્શન કરો છો અથવા તમારી આ પૂજા થઈ જાય છે, તો કહેવાય છેકે, નાગ દેવતા તમારા તમામ પાપને માફી અપાવી દે છે. એમાંય નાગ પંચમીના દિવસે અહીં દર્શાવેલાં નાગ મંદિરોના દર્શનનું છે વિશેષ મહત્ત્વ...

નાગ પંચમી પર આ નાગ મંદિરોના દર્શન કરશો તો થઈ જશે બેડોપાર! ધોવાઈ જશે બધા પાપ

Nag Panchami 2023: હાલ દેશમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો ભોલેનાથનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. આ વર્ષે નાગ પંચમી 4 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ દરમિયાન જ છે. સમગ્ર દેશમાં નાગપંચમી એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભક્તોનો ધસારો રહે છે. એવી પણ માન્યતા છેકે, આ દિવસે જો તમે નાગ પંચમી પર નાગ દેવતાના આ મંદિરોના દર્શન કરશો તો તમારા બધા પાપ ધોવાઈ જશે.

ધૌલિનાગ મંદિર, ઉત્તરાખંડ-
ધૌલીનાગ મંદિર ઉત્તરાખંડના બાગેશ્વરમાં આવેલું છે. ધૌલી નાગને કાલિયા નાગનો સૌથી મોટો પુત્ર માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે નાગ પંચમીના દિવસે આ મંદિરમાં પૂજા કરવાથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને નાગ દેવતા તેમની રક્ષા કરે છે.

તક્ષક નાગ મંદિર, પ્રયાગરાજ-
તક્ષક નાગ મંદિર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલું છે. તે તક્ષકેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે. એવી માન્યતા છે કે નાગપંચમીના દિવસે અહીં દર્શન કરવાથી કાલસર્પ દોષ અને સર્પદંશ દોષ દૂર થાય છે. આ મંદિર આસપાસના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. દૂર-દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે.

કર્કોટક નાગ મંદિર, ભીમતાલ-
ઉત્તરાખંડ તેના પ્રખ્યાત અને પ્રાચીન મંદિરો માટે જાણીતું છે. નૈનીતાલ પાસે ભીમતાલમાં કર્કોટક નાગ મંદિર છે. આ પ્રાચીન નાગ મંદિર કર્કોટક નામની પહાડીની ટોચ પર બનેલ છે. આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. કર્કોટક નાગ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણના માનસખંડમાં જોવા મળે છે.

નાગ વાસુકી મંદિર, પ્રયાગરાજ-
આ મંદિર સંગમ શહેર પ્રયાગરાજમાં ગંગા નદીના કિનારે આવેલું છે. દારાગંજ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં દૂર-દૂરથી લોકો દર્શન કરવા આવે છે. નાગ પંચમીના દિવસે આ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. નાગ પંચમીના દિવસે આ મંદિરમાં લોકો નાગ દેવતાને દૂધ ચઢાવે છે અને ગંગાના જળનો અભિષેક કરે છે.

મન્નારસાલા નાગ ટેમ્પલ, કેરળ-
મન્નારસાલા નાગ મંદિર કેરળના અલેપ્પી જિલ્લાથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર લગભગ સોળ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. લીલાછમ જંગલોથી ઘેરાયેલા આ મંદિરમાં ત્રીસ હજાર સાપની મૂર્તિઓ સ્થાપિત છે. આ મંદિરમાં નાગરાજ અને તેમની પત્ની નાગાયક્ષી દેવીની મૂર્તિ છે.

શેષનાગ મંદિર, જમ્મુ અને કાશ્મીર-
શેષનાગ મંદિર જમ્મુ અને કાશ્મીરમાં પીર પંજાલ પર્વતમાળામાં પટનીટોપ ખાતે આવેલું છે. નાગ પંચમીના દિવસે દૂર-દૂરથી લોકો અહીં નાગ દેવની પૂજા કરવા આવે છે. આ એક પ્રાચીન મંદિર છે. આ મંદિરનો ઈતિહાસ લગભગ છસો વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. આ મંદિર ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે.

નાગરાજ મંદિર, ઈન્દોર-
આ મંદિર મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે. એવું માનવામાં આવે છે કે વર્ષો પહેલા આ જગ્યાએ એક મહિલાએ સાપને જન્મ આપ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ સાપને મારી નાખ્યો હતો. આ પછી સાપે અહીં પથ્થરનું રૂપ ધારણ કર્યું. આ પછી લોકોએ આ સ્થાન પર મંદિર બનાવ્યું, ત્યારથી અહીં નાગ દેવતાની પૂજા થાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news