ગુરૂ, રાહુનો મહાસંયોગ મચાવશે હલચલ, ઉથલ-પાથલના સંકેત, જાણો તમારા પર શું પડશે પ્રભાવ

જ્યોતિષમાં ગ્રહોની યુતિને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની યુતિનો દરેક રાશિઓ પર પ્રભાવ પડે છે. કેટલીક રાશિના જાતકોને શુભ તો કેટલાકને તેનું અશુભ ફળ મળે છે. 

ગુરૂ, રાહુનો મહાસંયોગ મચાવશે હલચલ, ઉથલ-પાથલના સંકેત, જાણો તમારા પર શું પડશે પ્રભાવ

નવી દિલ્હીઃ જ્યોતિષમાં ગ્રહોની યુતિને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની યુતિની દરેક રાશિના જાતકો પર અસર પડે છે. કેટલાક રાશિના જાતકોને શુભ તો કેટલાકને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સમયે રાહુ મેષ રાશિમાં છે. 22 એપ્રિલે ગુરૂ પણ મીન રાશિથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂ અને રાહુના મેષ રાષિમાં આવવાથી ગુરૂ-ચાંડાલ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ગુરૂ-ચાંડાલ યોગથી દરેક રાશિઓ પ્રભાવિત થશે. આવો જાણીએ ગુરૂ-ચાંડાલ યોગથી કેવી રહેશે રાશિઓની સ્થિતિ. 

મેષ રાશિઃ મન અશાંત રહેશે. પોતાની ભાવનાઓને કાબુમાં રાખો. ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. ભાગદોડ રહેશે. પરિવારનો સાથ મળશે. શૈક્ષણિક કાર્યોમાં સુધાર થશે. આવકમાં વધારો થશે. 

વૃષભ રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. છતાં ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. ખોટા વાદ-વિવાદથી બચો. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિનો માર્ગ ખુલશે. 

મિથન રાશિઃ આત્મ સંયમ રહો. ક્રોધ તથા અતિરેકથી બચો. વાતચીતમાં સંતુલિત રહો. નોકરીમાં અધિકારીઓથી સદ્ભાવ બનાવી રાખો. પ્રગતિની તક મળી શકે છે. 

કર્ક રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ પૂર્ણ રહેશે, પરંતુ વધુ પડતા ઉત્સાહથી બચો. ખોટા ક્રોધ તથા વાદ વિવાદથી દૂર રહો. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. 

સિંહ રાશિઃ મન પરેશાન રહેશે. આત્મવિશ્વાસમાં કમી રહેશે. સંયમ રાખો. ખોટા ક્રોધથી બચો. પરિવારમાં શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો. દાંપત્ય જીવનમાં સુખ વધશે. 

કન્યા રાશિઃ વાણીમાં મધુરતા રહેશે પરંતુ મન અશાંત રહેશે. ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિનો માર્ગ ખુલશે. કાર્યભારમાં વધારો થશે. આવકમાં વધારો થશે. 

વૃશ્ચિક રાશિઃ મન પ્રસન્ન રહેશે, પરંતુ મનમાં ઉતાર-ચઢાવ પણ રહેશે. આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. કારોબારમાં વધારો થશે. પરિશ્રમ વધારે રહેશે. આવકમાં વધારો થશે. 

ધન રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. નોકરીમાં પરિવર્તનની સંભાવના બની રહી છે. ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્રમાં ફેરફાર થઈ શકે છે. પરિશ્રમ વધુ રહેશે. 

મકર રાશિઃ મન અશાંત રહેશે. આત્મવિશ્વાસની કમી રહેશે. નોકરીમાં પરિવર્તનની સંભાવના બની સકે છે. ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. શાસન સત્તાનો સહયોગ મળશે. ભાગદોડ વધુ રહેશે. 

કુંભ રાશિઃ આત્મવિશ્વાસની કમી રહેશે. વાતચીતમાં સંતુલન બનાવી રાખો. દાંપત્ય્ જીવનમાં સુખ વધશે. પારિવારિક જીવન સુખમય રહેશે. નોકરીમાં પ્રગતિનો માર્ગ બનશે. 

મીન રાશિઃ આશા-નિરાશાનો ભાવ મનમાં થઈ શકે છે. શૈક્ષણિક કાર્યોમાં મન લાગશે. વાણીના પ્રભામાં વૃદ્ધિ થશે. પરિવારમાં શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો. પિતાનો સાથ મળશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news