હોળી પર ચંદ્ર ગ્રહણ...નકારાત્મક અસર અને દોષથી બચવા માટે ચોક્કસ કરજો આ મંત્રોનો જાપ
ગ્રહણનું પણ પોતાનું એક ધાર્મિક મહત્વ હોય છે અને આ વર્ષે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ હોળી પર લાગવા જઈ રહ્યું છે. ચંદ્ર ગ્રહણમાં અનેક ચીજોની મનાઈ હોય છે કારણ કે તેમાં ઉર્જાનો પ્રભાવ ખુબ વધુ હોય છે. પરંતુ હોળી જેવા પર્વ પર લોકો કદાચ આ નિયમોનું પાલન કરી ન પણ શકે. આથી અમે તમને કેટલાક મંત્રો વિશે જાણવીશું જેના જાપ કરવાથી ગ્રહણની નકારાત્મક અસરથી બચવામાં મદદ મળશે.
Trending Photos
વર્ષ 2024નું પહેલું ચંદ્ર ગ્રહણ 25 માર્ચના રોજ ધૂળેટીના દિવસે લાગવા જઈ રહ્યું છે. ચંદ્ર ગ્રહણ ભલે એક ખગોળીય ઘટના હોય પરંતુ તેની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ તમામ પર પડે છે અને શાસ્ત્રો મુજબ જો આ દિવસે સાવધાની વર્તવામાં ન આવે તો લોકો ચંદ્ર દોષથી પીડાઈ શકે છે. હોળી જેવા પાવન પર્વ પર લોકો ચંદ્ર ગ્રહણ સંલગ્ન અનેક નિયમોની અવગણના કરી શકે પરંતુ જો તમે ઈચ્છતા હોવ કે ચંદ્ર ગ્રહણની ખરાબ અસર તમારા પર ન પડે તો તમારે આ મંત્રોનો જાપ ચોક્કસ કરવો જોઈએ.
ચંદ્ર ગ્રહણ દરમિયાન તમે ચંદ્ર દેવના આ મંત્રોનો જાપ કરીને ચંદ્ર દોષના પ્રભાવને ઓછો કરી શકો છો.
પહેલો મંત્ર- ॐ श्रीं श्रीं चन्द्रमसे नमः
બીજો મંત્ર- ॐ ऐं क्लीं सोमाय नम: જેનો જાપ તમારે દર સોમવારે શિવલિંગ સામે બેસીને કરવો જોઈએ.
ત્રીજો મંત્ર- नमामि शशिनं सोमं शंभोमुर्कुट भूषणं
ચોથો મંત્ર- ॐ श्रां श्रीं श्रौं सः चंन्द्राय नमः
પાંચમો મંત્ર- ॐ सोमं सोमाय नमः
એવી માન્યતા છે કે ઉપરોક્ત મંત્રોના જાપ કરવાથી ચંદ્ર દોષ લાગતો નથી અને નકારાત્મકતાનો પ્રભાવ પડતો નથી. ચંદ્ર ગ્રહણ દરમિયાન શિવ ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. જેનાથી ગ્રહણનો દુષ્પ્રભાવ પડતો નથી. જો તમે ઈચ્છો તો 'ॐ नमः शिवाय' જેવા શક્તિશાળી મંત્રનો જાપ પણ કરી શકો છો. શાસ્ત્રો મુજબ 'ॐ शीतांशु नमः' પણ ચંદ્ર દેવનો મંત્ર છે અને ચંદ્ર ગ્રહણ દરમિયાન તમે તેનો જાપ કરો તો જીવન પર સકારાત્મક અસર પડે છે. જો ચંદ્ર ગ્રહણમાં તમે કુંડળીમાં લાભ મેળવવા માંગતા હોવ તો 'ॐ विभांशु अमृतांशु नमः' મંત્રનો જાપ કરો. શત્રુઓથી મુક્તિ માટે 'ॐ ह्लीं बगलामुखी देव्यै सर्व दुष्टानाम वाचं मुखं पदम् स्तम्भय जिह्वाम कीलय-कीलय बुद्धिम विनाशाय ह्लीं ॐ नम:' નો જાપ કરો તથા લક્ષ્મીની પ્રાપ્તિ માટે તાંત્રિક મંત્ર 'ॐ श्रीं ह्रीं क्लीं ऐं ॐ स्वाहा:' મંત્રનો જાપ કરો.
નોકરી અને વેપાર વધારવા માટે 'ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद-प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नम:' મંત્રજાપ કરવાની સલાહ અપાય છે અને ચંદ્ર ગ્રહણમાં ગર્ભવતી સ્ત્રીઓને 'ऊं क्लीं देवकीसुत गोविंद वासुदेव जगत्पते, देहि मे तनयं कृष्णं त्वामहं शरणं गतः क्लीं ऊं' મંત્રનો જાપ કરવાનું કહેવાય છે.
હોળી પર ચંદ્ર ગ્રહણના ઉપાય
માન્યતાઓ મુજબ ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્ર દોષથી બચવા માટે ચંદ્ર દેવ સંલગ્ન વસ્તુઓનું દાન કરવું જોઈએ. આથી હોળી પર લાગનારા ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્રમા જેવી સફેદ વસ્તુઓ જેમ કે દૂધ, દહી, ચોખા, ખીર કે સફેદ મિઠાઈ કે સફેદ રંગના કપડાંનું પણ દાન કરી શકો છો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે