Chanakya Niti: આ ત્રિપુટીનો સાથ મળી ગયો તો સમજો બેડો થઇ ગયો પાર, સફળતા તમારી પગ ચૂમશે

Chanakya Niti for Success: આચાર્યની નીતિઓ લોકોને હંમેશા મુશ્કેલીનો સામનો કરીને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો દર્શાવે છે. આચાર્ય કહે છે કે મનુષ્યને જો કેટલાક ખાસ લોકોનું સમર્થન મળી જાય તો તે મોટામાં મોટી મુશ્કેલીથી સરળતાથી બહાર નીકળી શકે છે. ચાણક્યે પોતાના આ ઉપાયોને શ્લોકના સૂત્રમાં દર્શાવ્યા છે.

Chanakya Niti: આ ત્રિપુટીનો સાથ મળી ગયો તો સમજો બેડો થઇ ગયો પાર, સફળતા તમારી પગ ચૂમશે

Chanakya Niti In Gujarati: આચાર્ય ચાણક્યની નીતિઓ જે રીતે સદીઓ પહેલાં લોકોને રસ્તો બતાવતી હતી, તે જ રીતે આજે પણ લોકોને યોગ્ય રીતે જીવન જીવવાની સલાહ આપે છે. તેનું સૌથી મોટું કારણ આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં દર્શાવી છે. જીવનની સચ્ચાઈ અને સમસ્યાઓના સમાધાનનો વ્યવહારિક ઉપાય છે. આચાર્યે મનુષ્ય જીવન માટે જરૂરી પૈસા, બિઝનેસ, સ્વાસ્થ્ય, દાંપત્ય જીવન અને કારકિર્દીમાં સફળતા અપાવવા માટેના ઉપાયોને વિસ્તારથી બતાવ્યા છે. 

આચાર્યની નીતિઓ લોકોને હંમેશા મુશ્કેલીનો સામનો કરીને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો દર્શાવે છે. આચાર્ય કહે છે કે મનુષ્યને જો કેટલાંક ખાસ લોકોનું સમર્થન મળી જાય તો તે મોટામાં મોટી મુશ્કેલીથી સરળતાથી બહાર નીકળી શકે છે. ચાણક્યે પોતાના આ ઉપાયોને શ્લોકના સૂત્રમાં દર્શાવ્યા છે.

શ્લોક
संसारातपदग्धानां त्रयो विश्रान्तिहेतवः।
अपत्यं च कलत्रं च सतां संगतिरेव च॥

પુત્રનું સમર્થન: 
આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક પિતા માટે તેના પુત્રનું સમર્થન તેની સૌથી મોટી શક્તિ હોય છે. જે માતા-પિતાની પાસે તેનું ધ્યાન રાખવા અને બધી જરૂરિયાતોને પૂરો કરનારો પુત્ર હોય છે. તે વ્યક્તિ દરેક મુશ્કેલીનો સામનો સરળતાથી કરી લે છે. આવો પુત્ર પોતાના માતા-પિતાની સેવા કરવાની સાથે પોતાના કુળ અને પરિવારનું નામ પણ રોશન કરે છે. આથી આચાર્ય કહે છે કે જે વ્યક્તિની પાસે આવો પુત્ર હોય છે, તેનું જીવન સુખની સાથે પસાર થાય છે. તેને કોઈપણ પ્રકારની મુશ્કેલી થતી નથી.

પત્નીનો સાથ:
આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિની પાસે તેમની પત્નીનો સાથ મળવો બહુ જરૂરી હોય છે. જે વ્યક્તિની પાસે સાથ નિભાવનારી પત્ની હોય છે, તેને મુશ્કેલ પરિસ્થિતિમાં બીજાની મદદ માટે હાથ ફેલાવવો પડતો નથી. આવા લોકો પોતાની પત્નીની સાથે મળીને દરેક વિપરીત પરિસ્થિતને સરળતાથી પસાર કરી લે છે. આવા લોકોનું જીવન સુખ અને આરામની સાથે પસાર થાય છે. આવી પત્ની પોતાના પતિની સાથે આખું જીવન એક ઢાલની જેમ ઉભી રહે છે. 

સાચા મિત્રોની દોસ્તી:
આચાર્ય ચાણક્ય વ્યક્તિના રૂપમાં મિત્રનો ઉલ્લેખ કરતાં કહે છે કે કોઈપણ વ્યક્તિની સફળતા અને અસફળતામાં તેના મિત્રની દોસ્તીનો સૌથી મોટો પ્રભાવ રહે છે. જો વ્યક્તિની દોસ્તી સારા વ્યક્તિ સાથે હોય તો તે મુશ્કેલ સમયમાં સંપૂર્ણ સાથ નિભાવે છે. અને સાચો રસ્તો બતાવવાનો પ્રયાસ કરે છે. આ દોસ્ત દુરાચારી, દુષ્ટ સ્વભાવ કે પછી બીજાને હાનિ પહોંચાડનારો છે તો તે પોતાની સાથે મિત્રોને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. 

(ડિસ્ક્લેમર: આ પાઠ્ય સામગ્રી સામાન્ય ધારણાઓ અને ઈન્ટરનેટ પર રહેલી સામગ્રીના આધારે લખવામાં આવી છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news