Bhutadi Amavasya: ભૂતડી અમાસના દિવસે આ ઉપાય જરૂર અજમાવો, ગમે તે ઈચ્છા હશે તે પૂરી થશે!

Bhutadi Amavasya 2023: હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે. આ દિવસે સ્નાન-દાન વગેરેથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. દરેક મહિનામાં અમાસ આવે છે અને દરેક અમાસનું એક અલગ મહત્વ રહે છે. 

Bhutadi Amavasya: ભૂતડી અમાસના દિવસે આ ઉપાય જરૂર અજમાવો, ગમે તે ઈચ્છા હશે તે પૂરી થશે!

Bhutadi Amavasya 2023: હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે. આ દિવસે સ્નાન-દાન વગેરેથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. દરેક મહિનામાં અમાસ આવે છે અને દરેક અમાસનું એક અલગ મહત્વ રહે છે. ચૈત્ર મહિનામાં આવતી અમાસને ભૂતડી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન વગેરે કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. આ દિવસે નદીઓના કિનારે મેળાનું આયોજન થાય છે. 

ભૂતડી અમાસ
ચૈત્ર મહિનામાં જે અમાસ આવે તેને ભૂતડી અમાસ કહે છે. ભૂતનો અર્થ થાય છે નકારાત્મક શક્તિઓ, જે પોતાની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા માટે જીવિત લોકો પર હક કરે છે. એટલું જ નહીં આ શક્તિઓ ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. લોકોના આ ઉગ્ર સ્વરૂપને શાંત કરવા માટે ભૂતડી અમાસ પર પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૈત્રી અમાસ પર પિતૃઓના આત્માની શાંતિ માટે કેટલાક ઉપાય કરવા જોઈએ. ઘરમાં પિતૃઓના નિમિત્તે ધૂપ-ધ્યાન ધરવું, ગાયને ચારો ખવડાવવો, કાગડા કૂતરાને વાસ નાખવો. જો શક્ય હોય તો જરૂરિયાતવાળાઓને અનાજ, કપડાં વગેરેનું દાન કરી શકાય છે. એવું કહેવાય છે કે આ નાના નાના ઉપાય કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે. 

ભૂતડી અમાસના ટોટકા
- અમાસની તિથિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ લોટની ગોળીઓ બનાવો અને આજુબાજુમાં આવેલા તળાવ કે નદીમાં માછલીઓને ખવડાવી દો. ગોળીઓ બનાવતી વખતે ભગવાનનું નામ લેતા રહો. તેનાથી જીવનમાં આવતી પરેશાનીઓથી મુક્તિ મળશે. 

- જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે ભૂખ્યા પ્રાણીઓને ભોજન કરાવવાનું વિશેષ મહત્વ છે. 

- અમાસના દિવસે કાળી કીડીઓને ખાંડ ભેળવેલો લોટ ખવડાવો. તેનાથી પાપ કર્મોનો ક્ષય થાય છે અને પુણ્યકર્મોનો ઉદય થાય છે. એવું કહેવાય છે કે પુણ્ય કર્મ તમારી મનોકામના પૂર્તિ માટે સહાયક મનાય છે. 

- ભૂતડી અમાસના દિવસે કાળસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે સવારે સ્નાન બાદ ચાંદીથી બનેલી નાગ-નાગણની પૂજા થાય છે. તેમને સફેદ ફૂલોની સાથે વહેતા જળમાં પધરાવી દો. 

- જો તમે કામની શોધમાં હોવ તો અમાસની રાતે કરાયેલો આ ઉપાય તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે. તે માટે સવારે જ એક લીંબુને સ્વચ્છ કરીને ઘરના મંદિરમાં રાખો. રાતે બેરોજગાર વ્યક્તિના માથા પરથી ફેરવીને ઉતારી લો અને 4 ભાગમાં કાપો. ત્યારબાદ ચાર રસ્તા પર જઈને ચારેય દિશાઓમાં તેને અલગ અલગ ફેંકી દો. તેનાથી તમને જરૂરી લાભ થશે. 

- જો કોઈ જાતકની કુંડળીમાં કાળસર્પ યોગ હશે તો અમાસની તિથિ પર કોઈ પંડિત પાસે ઘરમાં શિવ પૂજન અને હવન કરાવો. 

- સાંજના સમયે ઘરમાં ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી લાભ થાય છે. આ દરમિયાન ધ્યાનમાં રાખવું કે રૂની જગ્યાએ લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. આ સાથે જ દીવડામાં થોડું કેસર નાખી દો. 

- અમાસની રાતે કાળા કૂતરાને તેલ ચોપડેલી રોટલી  ખવડાવો. જો તે સમયે કૂતરો રોટલી ખાઈ લે તો આ ઉપાયથી દુશ્મન શાંત થઈ જાય છે. 

- જ્યોતિષ મુજબ અમાસની રાતે 5 લાલ ફૂલ અને 5 પ્રગટેલા દીવા વહેતી નદીમાં પધરાવવાથી વ્યક્તિના ધનલાભના યોગ પ્રબળ બને છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news