બુધ ગુરુ યુતિ: આજથી આ 5 રાશિવાળાઓની આવકમાં છપ્પરફાડ વધારો થશે, ઘરમાં ધનના ઢગલા થશે

ધન, બુદ્ધિ, વેપાર, વાણી, તર્કના કારક  ગ્રહ બુધે 16 માર્ચ ગુરુવારે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. બીજી બાજુ દેવગુરુ બૃહસ્પતિ પહેલેથી જ સ્વરાશિ મીનમાં બિરાજમાન છે. આ રીતે મીન રાશિમાં બુધ અને ગુરુની યુતિ બની ગઈ છે. જો કે જ્યોતિષ શાસ્ત્રમાં બુધનું નીચ રાશિ મીનમાં હોવું એ શુભ ગણાતું નથી. પરંતુ ગુરુની હાજરીથી આ સ્થિતિ પ્રભાવહીન થઈ ગઈ છે. હવે મીન રાશિમાં બુધ અને ગુરુની યુતિ બની ગઈ છે. જે 5 રાશિવાળાના જીવન પર ખુબ જ શુભ અસર નાખશે. 

બુધ ગુરુ યુતિ: આજથી આ 5 રાશિવાળાઓની આવકમાં છપ્પરફાડ વધારો થશે, ઘરમાં ધનના ઢગલા થશે

Budh Guru yuti in Meen 2023, Budh Guru Yuti 2023: ધન, બુદ્ધિ, વેપાર, વાણી, તર્કના કારક  ગ્રહ બુધે 16 માર્ચ ગુરુવારે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. બીજી બાજુ દેવગુરુ બૃહસ્પતિ પહેલેથી જ સ્વરાશિ મીનમાં બિરાજમાન છે. આ રીતે મીન રાશિમાં બુધ અને ગુરુની યુતિ બની ગઈ છે. જો કે જ્યોતિષ શાસ્ત્રમાં બુધનું નીચ રાશિ મીનમાં હોવું એ શુભ ગણાતું નથી. પરંતુ ગુરુની હાજરીથી આ સ્થિતિ પ્રભાવહીન થઈ ગઈ છે. હવે મીન રાશિમાં બુધ અને ગુરુની યુતિ બની ગઈ છે. જે 5 રાશિવાળાના જીવન પર ખુબ જ શુભ અસર નાખશે. 

બુધ ગોચરથી બની ગુરુ અને બુધની યુતિ આ રાશિવાળાનું ભાગ્ય ચમકાવી નાખશે. 

વૃષભ રાશિ
બુધ ગુરુની યુતિ વૃષભ રાશિવાળાને ખુબ મોટો લાભ કરાવશે. અચાનક ધનલાભ થશે. આવકમાં મોટો વધારો થશે. મોટી સેલેરીવાળી નવી નોકરી જોઈન કરી શકો છો. હાલની નોકરીમાં ઊંચુ પદ મળી શકે છે. ઉચ્ચ શિક્ષણમાં સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વિવાહ નક્કી થઈ શકે છે. 

મિથુન રાશિ
મિથુન રાશિવાળાઓને કરિયર માટે  બુધ ગુરુની યુતિ શુભ ફળ આપશે. નોકરી-વેપારમાં સફળતા મળી શકે છે. જીવનમાં ભૌતિક સુખ વધશે. આવક વધી શકે છે. સમાજમાં માન સન્માન વધી શકે છે. સહકર્મીઓનો સહયોગ મળશે. 

કન્યા રાશિ
બુધ અને બૃહસ્પતિની યુતિથી કન્યા રાશિવાળાઓને પ્રબળ ધનલાભના યોગ છે. આર્થિક સ્થિતિ સારી થશે. બિઝનેસમાં નવી તક મળશે. જે તમને ભવિષ્યમાં તગડો લાભ પહોંચાડશે. વેપારનો વિસ્તાર થશે. લાઈફ પાર્ટનર સાથે સારું બનશે. 

ધનુ રાશિ
ગુરુ બુધની યુતિ ધનુ રાશિવાળા માટે અંગત અને વ્યવસાયિક બંને રીતે ખુબ શુભ છે. કરિયરમાં સારી તક મળશે. પ્રગતિ થશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. પરિજનોનો સહયોગ મળશે. ખાસ કરીને માતાથી મદદ મળી શકે છે. 

મીન રાશિ
ગુરુ અને બુધની યુતિ મીન રાશિમાં બની રહી છે અને આ રાશિના જાતકોને ખુબ લાભ કરશે. વ્યસ્તતા વધશે. પરંતુ કામોમાં સફળતા પણ મળશે. પદોન્નતિ મળી શકે છે. તમારી જવાબદારીઓ વધશે. મુસાફરી પર જઈ શકો છો. મેરેજ લાઈફ સારી રહેશે. 

(Disclaimer: અહીં અપાયેલા જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news