અમદાવાદમાં અહીં ખૂલી ઝૂલતી રેસ્ટોરન્ટ, હવે વિદેશની જેમ હવામાં બેસીને જમી શકાશો

Ahmedabad Hanging Restaurat : અમદાવાદમાં ખૂલી અનોખી રેસ્ટોરન્ટ, હવામાં લટકીને જમી શકશો
 

અમદાવાદમાં અહીં ખૂલી ઝૂલતી રેસ્ટોરન્ટ, હવે વિદેશની જેમ હવામાં બેસીને જમી શકાશો

Sky Dinning : સ્કાય ડાઈનિંગ કન્સેપ્ટ તમે સાંભળ્યો હશે. આ કોન્સેપ્ટ વિદેશોમાં જોવા મળતો હોય છે. જ્યાં કેટલાય ફૂટ ઊંચાઈએ હવામાં ઝૂલતુ રેસ્ટોરન્ટ હોય છે, જ્યાંથી આખા શહેરનો નજારો જોઈ શકાય છે. હવામાં ઝૂલીને લોકો ડિનર માણતા હોય છે. ત્યારે હવે અમદાવાદમાં પણ આ કોન્સેપ્ટ જોવા મળ્યો છે. અમદાવાદમાં પહેલીવાર સ્કાય ડાયનિંગ શરૂ થયું છે. અમદાવાદમાં હેન્ગિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. આ વચ્ચે ચર્ચા તો એ છેકે, માત્ર 12 પાસ ગુજરાતીએ આ રેસ્ટોરન્ટ શરૂ કરી છે. 

ક્યાં શરૂ થઈ રેસ્ટોરન્ટ
આ રેસ્ટોરન્ટ શરૂ થયા બાદ હવે તમને એ જાણવામાં રસ હશે કે આખરે અમદાવાદમાં ક્યાં આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. હવે અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર થલતેજ-શિલજ રોડ નજીક સ્કાય ડાયનિંગ નામથી આ રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે. જ્યાં હવામાં ક્રેનના સહારે લટકીને ભોજન કરાવાય છે. આ રેસ્ટોરન્ટ શરૂ કરનાર રાજેશભાઈ કાલાવડિયા કહે છે કે, ભારતીય લોકોને હંમેશા વિદેશમાં આ પ્રકારની રેસ્ટોરન્ટ આકર્ષતી હતી. પરંતુ મને ભારતમાં આવી રેસ્ટોરન્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો. જેથી મેં આ રેસ્ટોરન્ટનો પ્લાન બનાવ્યો. આ માટે રાજેશભાઈએ ત્રણ વર્ષ સુધી મહેનત કરી હતી. તેઓએ ત્રણ વર્ષ સુધી અમદાવાદમાં સ્થળની શોધ કરી. સાથે જ ટેકનોલોજી, બજેટ, લોકોની સલામતી વગેરે પર રિસર્ચ કર્યું. ત્યારે જઈને આખરે આ રેસ્ટોરન્ટનો પ્લાન અમલમાં આવ્યો. 

લોકોની સલામતીનું ખાસ ધ્યાન રખાયું 
આ રેસ્ટોરન્ટમાં લોકોની સલામતી વિશે રાજેશ કાલાવડિયા કહે છે કે, આ રાઈડમાં 4 લેયરમાં સલામતીની વ્યવસ્થા છે. 22 લોકો સહિત રાઈડનું 8 ટન વજન થાય, જેની સામે ક્રેનની ક્ષમતા 250 ટનની છે. સલામતીના ધોરણે ચારથી પાંચ ગણા મજબૂત સાધનો વાપર્યા છે. ચારેય તરફ ખુરશી ટેબલ હોય, વચ્ચે 25 બાય 5 ફૂટની જગ્યા હોય છે, જેમાં સ્ટાફ સુરક્ષા બેલ્ટ સાથે હરીફરી શકે છે. જો ક્રેનની રોપમાં કાંઈ ખામી આવે તો ક્રેનને સપોર્ટ કરતા મુખ્ય પાર્ટ (બુમ)ને એક બાદ એક અંદર લઈને આખા ડાઈનિંગ ટેબલને સલામતી સાથે નીચે ઉતારી શકાય છે.

કેટલો ચાર્જ
જો તમે આ રેસ્ટોરન્ટમાં ખાવા માંગો છો તો આ માહિતી તમારા કામની છે. અહી મોકટેલ સેશન, સનસેટ સેશન અને ડીનર તથા લંચ સેશન રાખવામા આવ્યા છે. કુલ 9 સેશન ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. એક રાઈડમાં વધુમાં વધુ 22 લોકો અને ઓછામાં ઓછા 2 લોકો બેસી શકે છે. તેમજ વિકેન્ડનો ભાવ અલગ છે. પ્રતિ વ્યક્તિ ભાવ 2 હજારથી લઈને 5 હજાર રૂપિયા છે. જેમાં રાઈડ ઉપરનીચે થાય છે. મોકલેટ સેશનનો સમય 30 મિનિટ, સનસેટ સેશનનો સમય 45 મિનિટ અને ડીનર તથા લંચનો સેશન 1 કલાકનો છે. જ્યાં ક્રેનના સહારે લટકતા ડાઈનિંગ ટેબલ પર ફૂડ પિરસાય છે. 

160 ફૂટની ઊંચાઈએ લઈ જઈને પીરસવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 6 કલાક સુધી એક સરખા તાપમાને ફૂડ રહી શકે તેવા અમારી પાસે બકેટ છે. આટલું જ નહીં, દરેક ફૂડ નક્કી કરેલા સમય મુજબ જ પીરસાય છે, જેથી ગ્રાહકો અનુકૂળ રીતે તેનો આનંદ લઈ શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news