Budh Guru Yuti 2023: ગુરુ બુધના નીચ ભંગ રાજયોગથી આ 5 રાશિઓને મોટી પ્રગતિના યોગ

Budh Guru Yuti 2023: મીન રાશિ  બુધ ગુરુ યુતિ શરૂ થઈ ગઈ છે  આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષ ચેતન પટેલે જણાવ્યું કે  આમ  તો  મીન રાશિ એ બુધની કમજોર રાશિ છે કારણ અહી બુધ નીચનો બને છે પરંતુ અહી સાથે ગુરુ છે આ રાશિ ગુરુની સ્વ રાશિ છે અહી ગુરુ બળવાન બને છે તા બુધ 16 માર્ચ સવારે 10.33 કલાક થી  તેની કમજોર રાશિમાં એટલે કે મીન રાશિમાં સંક્રમણ શરૂ કર્યું છે , પરંતુ અહી ગુરુ પહેલે થી જ  મીન રાશિમાં છે, તેથી તે નીચ ભંગ રાજ યોગ રચે છે.. 
 

Budh Guru Yuti 2023: ગુરુ બુધના નીચ ભંગ રાજયોગથી આ 5 રાશિઓને મોટી પ્રગતિના યોગ

Budh Guru Yuti 2023: બુધ ગુરુ યુતિ  16 માર્ચ  ગુરુવારે સવારે  10.33 કલાકે મીન રાશિમાં સંક્રમણ શરૂ કર્યું  ગુરુ  મીન રાશિમાં પહેલેથી જ  ભ્રમણ કરે  છે જેના કારણે બુધ અને ગુરુનો આ સંયોગ શુભ બની રહ્યો છે  ગુરુને જ્ઞાન સફળતા અને સિદ્ધિ તેમજ  શુભ તેમજ માંગલિક બાબતો નો ગ્રહ માનવામાં આવે છે  આ બંને ગ્રહોના સંયોગથી  અમુક રાશિઓ  માટે ખૂબ શુભ થાય  છે  તેની શુભ અસાર થી  કાર્ય સીધી સફળતા ધન સુખ શક્તિ અને સન્માન મળી શકે છે

સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ માનવામાં આવે છે   બુધને નવ ગ્રહોનો રાજકુમાર પણ માનવામાં આવે છે.  બુધને બુદ્ધિ , વાણી તર્ક વિતર્કો તેમજ ચેતના, વેપાર વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધની શુભ સ્થિતિ તર્ક શક્તિ તેમજ બુદ્ધિ  ચાતુર્ય શક્તિમાં વધારો કરે છે, સાથે જ બુદ્ધિને પણ તેજ બનાવે છે, જ્યારે જે લોકોની કુંડળીમાં બુધ અશુભ અથવા નબળો હોય છે તેમની  નિર્ણય શક્તિમાં ઘટાડો થતો જોવા મળે છે પણ આ યુતી થી અમુક રાશિને ખૂબ લાભ થશે.

મીન રાશિમાં બુધ અને ગુરુના સંયોગથી થઈ રહેલા નીચ ભંગ રાજયોગથી કઈ રાશિઓને થશે લાભ  

વૃષભ
બુધ વૃષભના અગિયારમા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે.  ગુરુ પહેલાથી જ અગિયારમા ભાવમાં હાજર છે, જેના પરિણામે વૃષભ રાશિના લોકો માટે ધન યોગ બનવા જઈ રહ્યો છે  આ ગઠબંધનથી નાણાકીય લાભ સામાજીક લાભ થવાની સંભાવના છે  વ્યવસાય અને કરિયરમાં લાભ થશે  નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે અભ્યાસમાં લાભ મેળવી શકાય ..

મિથુન
મિથુન રાશિના જાતકોના વ્યાવસાયિક કાર્ય  માટે આ સંક્રમણ શુભ રહેશે આ દરમિયાન તમને તમારી કારકિર્દીમાં સફળતા મળવાની સંભાવના છે આ કન્સલ્ટિંગ  દલાલી  શિક્ષણ અને બેંકિંગ મીડિયા જેવા કાર્યો  માટે ફળદાયી સાબિત થઈ શકે છે તમારા જીવનમાં ભૌતિક સુખો વધી શકે છે  સમાજમાં માન-સન્માન વધી શકે છે  કાર્યક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે 

કન્યા
બુધ અને ગુરુના સંયોગને કારણે કન્યા રાશિના જાતકોને આર્થિક લાભ મળી શકે છે.  વેપારમાં નવી તકો મળી શકે છે.  તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો, જેની મદદથી તમે તમારા વ્યવસાયને આગળ વધારવામાં સફળ થઈ શકો છો.  તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.  પરિવારનો સહયોગ પણ મળશે

ધનુ
ધનુ રાશિના લોકોને સુખ, સફળતા અને ભૌતિક સુખ મળે  જમીન મકાન પ્રોપર્ટી લાભ  વૈવાહિક જીવન આનંદમય બની શકે છે તમે આ પરિવહન સાથે મિલકત ખરીદી શકો છો  વેપારમાં પ્રગતિ થશે  તમને વિવિધ ક્ષેત્રોમાં તમારી માતાનો સહયોગ પણ મળતો રહેશે.

મીન
મીન રાશિ રાશિ ચક્ર ની છેલ્લી રાશી મીનમાં જ આ નીચ બંધ રાજ્યોગ થઈ રહ્યો છે જે એકદમ તેમનું નસીબ ખીલવી જાય અને આકસ્મિક મોટા લાભ આપી જાય રોકાયેલા કાર્યો કે લગ્ન જેવી બાબતો જેમાં પણ સુખ ફળ મળે  બુધ અને ગુરુનો આ સંયોગ વ્યાવસાય નોકરી  તેમજ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને સારી તકો અપાવશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news