Budh Gochar 2023: આજે મિથુન રાશિમાં બુધનું ગોચર, આ 4 રાશિઓ પર તૂટી પડશે મુશ્કેલી!

Budh Gochar 2023 negative zodiac effects: આજે મિથુન રાશિમાં બુધનું ગોચર થયું છે. બુધના ગોચરને કારણે 4 રાશિના જાતકોએ સાવચેતી રાખવી પડશે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. 

Budh Gochar 2023: આજે મિથુન રાશિમાં બુધનું ગોચર, આ 4 રાશિઓ પર તૂટી પડશે મુશ્કેલી!

Budh Gochar 2023: ગ્રહોના રાજકુમાર બુધનું રાશિચક્ર આજે બદલાયું છે. મિથુન રાશિમાં બુધનુ ગોચર આજે 24 જૂને સવારે 12:48 કલાકે થયું છે. બુધ આજથી 8 જુલાઈ સુધી સવારે 12:19 સુધી મિથુન રાશિમાં રહેશે. બુધના આ રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થશે જ્યારે કેટલાક લોકોને નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. બુધના ગોચરને કારણે 4 રાશિના જાતકોએ સાવચેતી રાખવી પડશે કારણ કે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. 

રાશિચક્ર પર બુધ ગોચર 2023 ની નકારાત્મક અસરો
સિંહ: બુધનું સંક્રમણ તમારી રાશિના જાતકો માટે મુશ્કેલ સમય લાવી શકે છે. કોઈપણ કાર્યમાં સફળતા બહુ મુશ્કેલીથી મળશે, તેના માટે પણ ઘણી મહેનત કરવી પડી શકે છે. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે, જે તણાવનું કારણ બની શકે. આ સિવાય તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે, થોડી બેદરકારી તમારા માટે સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. 

તુલા: તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે અને તમારી વાણી પર સંયમ રાખવો પડશે. અન્યથા પરિવારમાં વિવાદ થઈ શકે છે. તેનાથી સંબંધો પર અસર પડી શકે છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. વિવાહિત જીવનમાં તણાવ ટાળવા માટે, તમારા જીવનસાથીની વાતો પર ધ્યાન આપો. વ્યવસાયિક લોકોને આજથી 8 જુલાઈ સુધી વધુ મહેનત કરવી પડશે. કામમાં અસંતોષ રહી શકે છે. 

વૃશ્ચિક: મિથુન રાશિમાં બુધનું સંક્રમણ તમારા પર નકારાત્મક અસર કરી શકે છે. ખાસ કરીને તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. બહારના ખોરાક પર નિયંત્રણ રાખો. જો કોઈ નાની સમસ્યા હોય, તો તરત જ તબીબી સલાહ લો. પારિવારિક મતભેદને કારણે તમે તણાવમાં આવી શકો છો. વેપારી વર્ગ માટે સમય ખૂબ જ મુશ્કેલ બની શકે છે. વધતી સ્પર્ધાને કારણે નફામાં ઘટાડો થઈ શકે છે, જે તમને પરેશાન કરી શકે છે. 

મકરઃ બુધનું સંક્રમણ તમારી રાશિના જાતકો માટે આવક પર નકારાત્મક અસર કરી શકે છે અથવા તો ફિઝુલખર્ચી વધવાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે. જેના કારણે તમે પરેશાન થઈ શકો છો અને લોન લેવા સુધીની પણ નોબત આવી શકે છે. જો કે, નવી નોકરીનો પ્રસ્તાવ નોકરીયાત લોકોને થોડી રાહત આપી શકે છે.

આ પણ વાંચો:
H1B વિઝા પર PM મોદીએ આપ્યા મોટા ખુશખબર, જાણો તમને શું મળશે ખાસ સુવિધા
શનિવારે કરેલા આ કામથી દુર થશે શનિની વક્ર દ્રષ્ટિનો અશુભ પ્રભાવ, શનિ દોષનું થશે દુર
વ્હાઇટ હાઉસમાં ટોપ કંપનીઓના CEOને મળ્યા પીએમ મોદી, જાણો બેઠક સાથે જોડાયેલી મોટી વાત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news