Benefits of Holy Symbols: ઘરના મંદિરમાં બનાવો આ 4 પવિત્ર ચિન્હ, ખરાબ શક્તિઓનો આવી જશે અંત
Hindu Holy Symbols: શું ઘરના મંદિરમાં ઓમ, સ્વાસ્તિક કે બીજા પવિત્ર ચિન્હ બનાવવાથી ખરેખર કોઈ ફાયદો થાય છે? વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ કરવાથી જીવનમાં જલદી પરિવર્તન આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Benefits of Holy Symbols in Sanatan Dharma: આપણે અનેક વખત જોયુ છે કે લોકો પોતાના ઘરના મંદિરમાં સ્વસ્તિક, ઓમ, કલશ તેમજ શ્રી લખેલા ચિહ્ન મુકતા હશે. આ ચિહ્ન મુકવાના અનેક ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પ્રતીકો પવિત્ર છે. જે ભગવાનની કૃપા દર્શાવે છે. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા એવા ઘરો પર રહે છે. જ્યાં તેમના મંદિરોમાં ચિહ્ન મુકેલા હોય છે. તેમજ તે પરિવારના જીવનમાં હંમેશા ખુશી રહે છે. આજે આપણે આ ચિહ્નના ફાયદા વિશે વાત કરીએ.
પૂજા ઘરમાં શ્રી ચિન્હના ફાયદા
વાસ્તુશાસ્ત્ર અનુસાર શ્રી એટલે મા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આ ચિહ્ન લોકો પોતાના ઘરમાં મંદિરમાં રાખે છે. ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. આવા ઘરમાં પૈસા અને અનાજની ક્યારેય કમી નથી હોતી અને ત્યાંના લોકો સુખી જીવન જીવે છે. આપને જણાવી દઈએ કે ચિન્હને ઘરમાં કેસર અથવા સિંદૂરથી બનાવવું જોઈએ.
ઓમ ચિન્હ બનાવવાથી સફળતા મળશે
લોકો પોતાના ઘરના મંદિરમાં ચંદન અથવા કેસરથી ઓમ ચિહ્ન બનાવે છે. એવું માનવામાં આવે છે કે આ ચિહ્નથી પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવે છે. અને સમાજમાં માન વધે છે. જીવનમાં સફળતાનો માર્ગ ખુલી જાય છે.
ઘરમાં પદ્મ ચિન્હના ઘણા ફાયદા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પદ્મ એટલે કે કમળનું ચિન્હ બનાવવું એ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજાનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં આ ચિન્હ મંદિરમાં હોય છે ત્યાં લક્ષ્મી અને નારાયણની કૃપા રહે છે. આવા લોકો સુખી અને સ્વસ્થ જીવન જીવે છે અને તમામ પ્રકારના ચિંતાથી મુક્ત રહે છે.
મંદિર અને મેન ગેટ પર સ્વસ્તિક ચિન્હ
ઘર અથવા મંદિરના મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક ચિન્હ બનાવવું પણ શાસ્ત્રોમાં ખૂબ જ શુભ મનાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને કારકિર્દીમાં સફળતા મળે છે. જે ઘરોમાં આ ચિન્હ હોય છે ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે