Vastu Tips for Bedroom: સુખ-શાંતિ અને પ્રગતિ મેળવવા માંગો છો તો બેડરૂમમાં રાખો 4 વસ્તુઓનું ધ્યાન

Vastu Tips For Happiness : જો તમારા ઘરમાં કોઈ કારણ વગર વાદ-વિવાદ થાય છે કે પછી ઘરનો માહોલ તણાવપૂર્ણ રહે છે તો તેની પાછળ વાસ્તુ દોષ હોઈ શકે છે. તે માટે તમારો બેડરૂમ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે હોવો ખુબ જરૂરી છે. તમે પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો કેટલાક ફેરફાર કરી શકો છો.

Vastu Tips for Bedroom: સુખ-શાંતિ અને પ્રગતિ મેળવવા માંગો છો તો બેડરૂમમાં રાખો 4 વસ્તુઓનું ધ્યાન

નવી દિલ્હીઃ Vastu Tips for Bedroom : પતિ-પત્નીનો સંબંધ એવો હોય છે, જેમાં નારાજ થવું, મનાવવું સામાન્ય વાત છે. નાના-મોટા ઝગડા સંબંધને મજબૂત બનાવવા માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે નાના-નાના ઝગડા મોટુ રૂપ લે અને તેની પાછળ કોઈ મુખ્ય કારણ ન હોય તો માનવામાં આવે કે તમારા બેડરૂમમાં વાસ્તુ દોષ છે. બેડરૂમ  વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યવસ્થિત ન હોવા પર ઘરમાં સુખ-શાંતિ ખતમ થઈ જાય છે અને સંબંધમાં વિવાદ શરૂ થાય છે. તેથી વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમનું વ્યવસ્થિત હોવું ખુબ જરૂરી છે. તમે પણ જાણો બેડરૂમ સંબંધિત વાસ્તુ ટિપ્સ..

1. માથા પાસે ન રાખો પાણીનો જગ કે ગ્લાસ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સુવા સમયે તમારે માથાની તરફ પાણીનો જગ કે ગ્લાસ ન રાખવો જોઈએ. આ કરવાથી પતિ-પત્નીના સંબંધમાં વિવાદ થાય છે અને ઘરનો માહોલ તણાવપૂર્ણ બનેલો રહે છે. 

2. યોગ્ય હોવી જોઈએ બેડની દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં રાખેલા બેડની દિશા યોગ્ય હોવી જરૂરી છે. બાકી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને સુખ-સમૃદ્ધિ છીનવી લે છે. હંમેશા બેડને દક્ષિણ કે પશ્ચિમ દિશાની તરફ રાખો.

3. બેડરૂમમાં અરીસો ન રાખવો જોઈએ
વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે શયનખંડમાં અરીસો ન લગાવવો જોઈએ. જો તમારા બેડરૂમમાં અરીસો છે તો રાતના સુવા સમયે તેને કપડાથી સારી રીતે ઢાંકી જેવો જોઈએ. આ અરીસામાં રાત્રે પતિ-પત્નીનો પડછાયો ન દેખાય તે રીતે અરીસાને કવર કરો. અરીસાથી પતિ-પત્નીના સંબંધો પર અસર પડે છે. 

4. દેવી-દેવતાઓની તસવીર ન લગાવો
જો તમારા બેડરૂમમાં કોઈ દેવી-દેવતાની તસવીર લાગેલી છે તો તેને તત્કાલ કાઢી નાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ભગવાનની મૂર્તિ કે તસવીર લગાવવી વર્જિત માનવામાં આવી છે. પરંતુ તમે ભગવાન કૃષ્ણ અને રાધાની પ્રતિમાને તમારા બેડરૂમમાં લગાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news