વસંત પંચમી પર દુર્લભ સંયોગ, આ 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, મળશે ઉંચુ પદ અને પ્રતિષ્ઠા
Basant Panchami 2024: આ વર્ષે વસંત પંચમીના અવસરે મંગળ અને શુક્રના મકર રાશિમાં યુતિ થવાથી ધન શક્તિ રાજયોગ બનશે. આ સિવાય શુક્ર અને બુધ પણ મકર રાશિમાં હશે જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે.
Trending Photos
Basant Panchami 2024: આ વર્ષે બસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે બસંત પંચમી પર રેવતી સાથે અશ્વિની નક્ષત્રનો સંયોગ છે. આ ઉપરાંત શુભ યોગ, રવિ યોગ, શુક્ર-મંગળ-બુધના સંયોગથી ત્રિગ્રહી યોગ બનશે. તેમજ મેષ રાશિમાં ચંદ્ર અને ગુરૂના સંયોગથી ગજકેસરી યોગ બની રહ્યો છે જે ધન માટે ફાયદાકારક માનવામાં આવે છે. આટલા બધા શુભ યોગોનું દુર્લભ સંયોજન 4 રાશિના લોકોને ખૂબ જ શુભ પરિણામ આપશે.
પુરાણ આધારિત માહાત્મ્ય-
મૂળ પ્રકૃતિ, સૃષ્ટીની રચના કરવા માટે દૂર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવીત્રી એમ પાંચ રૂપમાં વિભાજીત થઈ. જેમાં સરસ્વતી દેવી રાધા દેવીના ચહેરામાંથી ઉત્પન્ન થયાં છે. માં સરસ્વતીની કૃપાથી, દયાથી, પ્રસન્નતાથી મૂર્ખ પણ પંડીત બની જાય છે. અબુદ્ધ પણ બુદ્ધિમાન બની જાય છે. આ દિવસે સરસ્વતી માતાની કૃપા અને આશીર્વાદ મેળવવા માટેનો ઉત્તમ દિવસ છે. વિદ્યાર્થી જ્ઞાનની શરૂઆત આ દિવસથી કરી શકે છે.
ભગવાન શ્રી કૃષ્ણનું માતા સરસ્વતીને વરદાન-
સહુ પ્રથમ શ્રી કૃષ્ણએ માં સરસ્વતીની પૂજા -આરાધના કરી હતી. સરસ્વતીએ પોતાના કામ સ્વરૂપથી શ્રી કૃષ્ણને મોહિત કર્યા. શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હોવાથી સરસ્વતીની ઈચ્છા જાણી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મારા અંશથી ઉત્પન્ન થશો. મારાજ સ્વરૂપ નારાયણની સેવા કરશો. મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે વિદ્યારંભ કરવા માટે પંડીતો, વિદ્યાર્થીઓ તમારી વિશેષ પૂજા આરાધના કરીને કૃપા પ્રાપ્ત કરશે. ત્યારથી દેવતાગણ -મૂનિઓ-સનકાદિક, માનવો, વસંત પંચમીએ સરસ્વતી માતાની વિશેષ પૂજા કરવા લાગ્યાં.
3 રાજયોગ એકસાથે-
આ વર્ષે વસંત પંચમીના અવસરે મંગળ અને શુક્રના મકર રાશિમાં યુતિ થવાથી ધન શક્તિ રાજયોગ બનશે. આ સિવાય શુક્ર અને બુધ પણ મકર રાશિમાં હશે જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. આ દિવસે રૂચક યોગ પણ બનશે. આ રીતે દેવી સરસ્વતીની પૂજાના દિવસે 3 રાજયોગ રચવાથી મેષ, મીન, મકર અને વૃશ્ચિક રાશિને વિશેષ લાભ થશે.
મેષ-
મેષ રાશિના જાતકોને વસંત પંચમી પર માતા સરસ્વતીની કૃપાથી શૈક્ષણિક કાર્યમાં સારું પરિણામ મળશે. વેપારમાં લાભ થશે. આવકના નવા સ્ત્રોત બનશે. તમારી મહેનતનું ફળ મળ્યા પછી તમે ખુશ રહેશો. કામકાજમાં આવતા અવરોધો દૂર થશે.
મિથુન-
આ વસંત પંચમી મિથુન રાશિના જાતકોને કરિયરમાં મોટી સફળતા અપાવી શકે છે. પ્રમોશન મળવાના ચાન્સ છે. મૂલ્યાંકન મેળવી શકાય છે. કોઈપણ સ્વપ્ન સાકાર થઈ શકે છે. એમ કહી શકાય કે આ સફળ સમય છે.
વૃશ્ચિક-
વૃશ્ચિક રાશિના લોકોને દરેક કાર્યમાં સકારાત્મક પરિણામ મળવા લાગશે. તમે પ્રગતિ કરશો. આવકમાં વધારો થશે. પૈસા કમાવવાની નવી તકો મળશે. તમારા કામની પ્રશંસા થશે. તમારું સન્માન વધશે.
મીન-
મીન રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધાર્મિક કાર્યોમાં પણ તમારી રુચિ વધશે. પ્રેમ સંબંધોમાં સંબંધો વધુ મજબૂત બનશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે