Dhan Prapti Upay: બેંક બેલેન્સ વધવાનું નામ નથી લેતું ? અજમાવો તજ અને ધાણાના ટોટકા, થઈ જશો માલામાલ
Dhan Prapti Upay:જીવનમાં જો પૈસાની સમસ્યા સર્જાય તો તેને દૂર કરવા માટે તમે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ટોટકા અજમાવી શકો છો. આજે તમને આવા જ કેટલાક ઉપાય જણાવીએ જેને કરીને તમે તમારા જીવનમાં ધન આકર્ષિત કરી શકો છો.
Trending Photos
Dhan Prapti Upay:આજના સમયમાં પૈસો સૌથી મહત્વની વસ્તુ છે. પૈસાથી જ તમે તમારી જરૂરિયાત અને ઈચ્છા પૂરી કરી શકો છો. જ્યારે તમારી પાસે ધન ન હોય તો તમે જરૂરિયાતની વસ્તુ પણ ખરીદી શકતા નથી અને માનસિક ચિંતામાં પણ રહેવું પડે છે. જીવનમાં જો પૈસાની સમસ્યા સર્જાય તો તેને દૂર કરવા માટે તમે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ટોટકા અજમાવી શકો છો. આજે તમને આવા જ કેટલાક ઉપાય જણાવીએ જેને કરીને તમે તમારા જીવનમાં ધન આકર્ષિત કરી શકો છો.
તજના ટોટકા
ધન આકર્ષિત કરવા માટે તજનો થોડો પાવડર લો અને તેના ઉપર સાત વખત અગરબત્તીને એન્ટી ક્લોક વાઇઝ ફેરવો. ત્યાર પછી ભગવાનને ધન્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરો અને તજનો થોડો પાવડર પર્સ અને તિજોરીમાં છાંટી દો. જે પાવડર બચે તેને મંદિરમાં જ રાખી દો. દર ત્રીજા દિવસે આ ઉપાય કરી લેવો તેનાથી તમારા જીવનમાંથી પૈસાની તંગી દૂર થવા લાગશે.
તજ અને નાળાછડીનો ઉપાય
આ ઉપાય કરવા માટે તજનો એક આખો ટુકડો લેવો. તજના રોલ ઉપર ત્રણ વખત નાળાછડી વીંટી અને ગાંઠ બાંધી દો. ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરો કે તમને વેપારમાં ફાયદો થાય અને ઘરમાં ક્યારેય ધનની ખામી ન સર્જાય. હવે તજના આ ટુકડાને ઓફિસના દરવાજાની ઉપર અથવા તો ઘરની બહાર કોઈ ખૂણામાં બાંધી દો. તમે આ તજને તિજોરીમાં પણ રાખી શકો છો. આ ઉપાય ફક્ત ગુરૂવારના દિવસે જ કરવો.
ધાણાનો ઉપાય
આ ઉપાય કરવા માટે શુક્લપક્ષમાં મંગળવાર અથવા ગુરુવારે સવારે માટીના એક પાત્રમાં આખા ધાણાના થોડા બી અને એક રૂપિયાના 21 સિક્કા રાખી દો. તેના પર થોડી માટી રાખી ઉપરથી પાણી છાંટી દો. હવે આ માટીના પાત્રને ઘરની ઉત્તર દિશામાં અથવા તો તિજોરી નીચે રાખી દો. તેમાં રોજ થોડું થોડું પાણી છાંટતા રહેવું. જ્યારે તેમાં ધાણા ઉડી જાય તો ધાણાને ઉપયોગમાં લઈ લેવા અને માટીમાંથી સિક્કા કાઢીને તેને લાલ કપડામાં બાંધી તીજોરીમાં રાખી દો. આ સિક્કા જ્યાં સુધી તમારી તિજોરીમાં રહેશે ત્યાં સુધી તમારી તિજોરી ધન થી ભરેલી રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે