Ramlala Idol: ચમત્કાર... કૃષ્ણા નદીમાંથી મળી રામલલ્લાની મૂર્તિ જેવી જ વિશેષતા ધરાવતી પ્રાચીન મૂર્તિ

Ramlala Idol: પુરાતત્વવિદોના મતે નદીમાંથી મળેલી આ પ્રાચીન મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે. આ અનોખા સંયોગની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે હજારો વર્ષ જૂની આ પ્રતિમા અયોધ્યામાં બનેલી રામલલાની તાજેતરમાં બનેલી પ્રતિમા જેવી જ છે. 

Ramlala Idol: ચમત્કાર... કૃષ્ણા નદીમાંથી મળી રામલલ્લાની મૂર્તિ જેવી જ વિશેષતા ધરાવતી પ્રાચીન મૂર્તિ

Ramlala Idol: કર્ણાટકના રાયચુર જિલ્લામાં સ્થિત કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિ અને અયોધ્યામાં સ્થાપિત રામલ્લાની પ્રતિમામાં ઘણી સમાનતાઓ છે. પુરાતત્વવિદોના મતે નદીમાંથી મળેલી આ પ્રાચીન મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે. રામલલ્લાની પ્રતિમાની જેમ જ ભગવાન વિષ્ણુની આ પ્રતિમામાં પણ પ્રભામંડળની આસપાસ દશાવતાર કોતરેલા છે.

આ અનોખા સંયોગની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે હજારો વર્ષ જૂની આ પ્રતિમા અયોધ્યામાં બનેલી રામલલાની તાજેતરમાં બનેલી પ્રતિમા જેવી જ છે.  ભગવાન વિષ્ણુની આ મૂર્તિની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે.

રાયચુર યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વના લેક્ચરર ડૉ. પદ્મજા દેસાઈએ ભગવાન વિષ્ણુની પ્રતિમા વિશે જણાવ્યું હતું કે શક્ય છે કે મંદિરમાં તોડફોડથી બચાવવા માટે મૂર્તિને નદીમાં ફેંકવામાં આવી હોય. આ પ્રતિમાને થોડું નુકસાન પણ થયું છે.  

ડો. દેસાઈએ જણાવ્યું હતું કે ભગવાન વિષ્ણુની જે મૂર્તિ મળી છે તેમાં ખાસ કોતરણી કરેલી છે.  પ્રભામંડળ પર ભગવાન વિષ્ણુના દશાવતાર કોતરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના પર મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી અવતાર કોતરેલા છે. ભગવાન વિષ્ણુની આ ઊભી મૂર્તિ છે જેને ચાર હાથ છે. જેમાં બે હાથ ઉપર તરફ ઉભા છે અને શંખ અને ચક્ર ધરાવે છે. બીજા બે હાથ સીધા નીચેની તરફ આશીર્વાદની મુદ્રામાં છે.  

સૂત્રોના જણાવ્યા અનુસાર આ મૂર્તિ પર ગરુડનું કોઈ નિરૂપણ નથી. મોટાભાગે વિષ્ણુની મૂર્તિમાં ગરુડ હોય છે. આ મૂર્તિ શાસ્ત્રોમાં ઉલ્લેખિત ભગવાન વેંકટેશ્વર જેવી છે. આ મૂર્તિને માળા અને ઘરેણાંની કોતરણીથી શણગારવામાં આવી છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news