Vastu Tips: અમીર બનવાનું સપનું થશે પુરુ, અપનાનો ચમત્કારી વાસ્તુ ટિપ્સ અને ઘરમાં કરો આ ફેરફાર
Vastu Tips: દરેક માણસનું સપનું હોય છે કે તે અમીર બને અને તેની પાસે પુષ્કળ પૈસા હોય. આ સપનું પુરુ થાય તે માટે વ્યક્તિ પૈસા કમાવા માટે અને કમાયેલા પૈસા બચાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. જો કે આ પ્રયત્ન કરવાથી પણ ઘણા લોકો સફળ થતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જ્યારે કોઈ દોષ હોય ત્યારે તેના કારણે આર્થિક નુકસાન થઈ શકે છે.
Trending Photos
Vastu Tips: : દરેક માણસનું સપનું હોય છે કે તે અમીર બને અને તેની પાસે પુષ્કળ પૈસા હોય. આ સપનું પુરુ થાય તે માટે વ્યક્તિ પૈસા કમાવા માટે અને કમાયેલા પૈસા બચાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. જો કે આ પ્રયત્ન કરવાથી પણ ઘણા લોકો સફળ થતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જ્યારે કોઈ દોષ હોય ત્યારે તેના કારણે આર્થિક નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં ધન લાભ થાય અને ઘરમાં ધન ટકે તે માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ ઘરમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. આજે તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી ધન લાભની શક્યતાઓ વધે છે.
આ પણ વાંચો:
ભગવાન ગણેશનો ફોટો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર ભગવાન ગણેશનો ફોટો અથવા મૂર્તિ હોવી જરૂરી છે. ઘરમાં ગણેશજીનો ફોટો રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે. તેનાથી વેપારમાં પણ લાભ થાય.
તુલસી
તુલસીનો છોડ વાસ્તુશાસ્ત્રમાં સંપત્તિ અને સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે. તુલસીનો છોડ ઘરના ઈશાન ખૂણામાં લગાવવો જોઈએ. તેને લાભકારી માનવામાં આવે છે. જે ઘરમાં તુલસી હોય ત્યાં સુખ અને ધન હંમેશા રહે છે.
કુબેર યંત્ર
ભગવાન કુબેરને ધન અને સફળતાના દેવતા કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન કુબેર ઘરના ઈશાન ખૂણામાં વાસ કરે છે. તેથી અહીં કુબેર યંત્ર રાખવું જોઈએ. આ સિવાય આ ખૂણામાં શૌચાલય, શૂ રેક અથવા મોટું ફર્નિચર રાખવું નહીં. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
તિજોરી
દાગીના, રોકડ રકમ અને જરૂરી કાગળો સહિતની તમામ કિંમતી વસ્તુઓ ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવી જોઈએ. ઘરમાં તિજોરી એવી રીતે મુકવી જોઈએ કે તેનો દરવાજો ઉત્તર અથવા ઈશાન ખૂણામાં ખુલતો હોય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે