Ajwain Ki Potli: ઘરની આ દિશામાં રાખી દો આ પોટલી, દિવસ-રાત વધતી રહેશે ધનની આવક, ગ્રહ દોષ થશે દુર
Ajwain Ki Potli: ગ્રહોની શુભ સ્થિતિમાં વ્યક્તિ શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબૂત બને છે. તેનાથી વિપરીત જો સ્થિતિ ખરાબ હોય તો વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. ગ્રહોની સ્થિતિ મજબૂત કરવી હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં તેના પણ ઉપાયો જણાવાયા છે. આવો જ એક ઉપાય છે અજમાનો. રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં આવતા અજમા જીવનની ઘણી સમસ્યાને દુર કરી શકે છે.
Trending Photos
Ajwain Ki Potli: ગ્રહોની સ્થિતિની અસર દરેક રાશિના લોકોને થાય છે. આ અસર શુભ અને અશુભ બંને પ્રકારની હોય છે. ગ્રહોની શુભ સ્થિતિમાં વ્યક્તિ શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબૂત બને છે. તેનાથી વિપરીત જો સ્થિતિ ખરાબ હોય તો વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. ગ્રહોની સ્થિતિ મજબૂત કરવી હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં તેના પણ ઉપાયો જણાવાયા છે. આવો જ એક ઉપાય છે અજમાનો. રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં આવતા અજમા જીવનની ઘણી સમસ્યાને દુર કરી શકે છે.
અજમાના ચમત્કારી ઉપાયો
- જો કોઈ વ્યક્તિ શનિના પ્રભાવના કારણે પરેશાન હોય તો અજમાનો આ ઉપાય કરવો જોઈએ. શનિદેવની દિશા પશ્ચિમ દિશા છે. શનિ દોષનો પ્રભાવ દુર કરવા પશ્ચિમ દિશામાં અજમાની પોટલી રાખવી જોઈએ. તેનાથી શનિદોષ દુર થાય છે.
- પૂર્વ દિશા દેવી-દેવતાઓની દિશા છે. આ દિશામાં ઈશ્વર નિવાસ કરે છે. ઘરની પૂર્વ દિશામાં અજમાની પોટલી રાખવાથી જીવનની બાધા દુર થાય છે. તેનાથી મન શાંત રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
- જો કોઈ વ્યક્તિને ધન સંબંધિત સમસ્યા છે. જેમકે ઘરમાં ધન આવે પણ ટકતું ન હોય, કરજ વધતું હોય તો ઘરની ઉત્તર દિશામાં અજમાની પોટલી રાખવી શુભ ગણાય છે. ઉત્તર દિશા કુબેર ભગવાનની દિશા છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં અજમાની પોટલી રાખવી શુભ ગણાય છે. રસોડામાં અજમાની પોટલી રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે.
કેવી રીતે બનાવવી અજમાની પોટલી ?
આ પોટલી બનાવવા માટે લાલ અથવા કાળા રંગનું કપડું લેવું. તેમાં થોડા અજમા રાખી તેને ગાંઠ બાંધી પોટલી બનાવી લેવી. આ પોટલીના અજમાને થોડા થોડા સમયે બદલતા રહેવું. તમે ઈચ્છો તો તેમાં લવિંગ પણ ઉમેરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે